પંખામાથી આવતા કીચૂડ કીચૂડ અવાજને બંધ કરો આ રીતે

આપણે બધા ઉનાળામા સીલીંગ ફેન વાપરતા હોઇએ છીએ. એસી કે કૂલર હોય તો પણ સાથે સીલીંગ ફેન તો યુઝ કરતા જ હોઇએ છીએ. પરંતુ નવો પંખો હોય ત્યા સુધી તેમા કોઇ અવાજ વાતો નથી પરંતુ પંખો થોદો જુનો થયા બાદ તેમાથી કીચૂડ કીચૂડ અવાજ આવતો હોય છે જેને લીધે ઘણી વખત આપની ઉંઘ બગડતી હોય છે. આજે આપણે આ પોસ્ટમા સીલીંગ ફેનમા આવતા અવાજ ને બંધ કરવાની અમુક ટીપ્સ જોઇશુ.

પાંખીયા (બ્લેડસ) સાફ કરો

પંખાની બ્લેડ્સ એટલે કે પાખીયા પર મોટા ભાગે ધૂળ જામી જ્તી હોય છે. જેના કારણે પંખો ચાલતી વખતે અવાજ આવતા હોય છે. ત્યારે આવા સમયે સીલિંગ ફૈન ની બ્લેડસની સફાઈ કરવી ખૂબ જ જરુરી છે. કોઈ પણ સ્વચ્છ કપડા અથવા બ્લોવર જેવા ક્લીનરની મદદથી તમે પંખાના પાંખીયા પર જામેલી ધૂળ સરળતાથી સાફ કરી શકો છો, પણ પંખાને સાફ કરતા પહેલા તેની સ્વીચ બંધ હોય તેની અચૂક ખાતરી કરી લેવી જોઇએ.

સ્ક્રૂ અને નટ બોલ્ટ ટાઇટ કરો

સીલિંગ ફેનના પાખીયા મા લાગેલા સ્ક્રૂ અને બોલ્ટ ઘણી વાર ઢીલા થઈ જતાં હોય છે. ત્યારે આવા સમયે સીલિંગ ફેન અવાજ કરવાનું શરુ કરી દેતા હોય છે. એટલા માટે સીલિંગ ફેનના અવાજ થવા પર તેના બ્લેડમાં લાગેલા સ્ક્રૂ અચૂક ચેક કરી લેવા જોઇએ અને તેને વ્યવસ્થિત ટાઈટ કરી દો. જેનાથી સીલિંગ ફેનમાંથી અવાજ આવવાનો ઘણે અંશે બંધ થઈ જશે.

બેરીંગ મા ઓઇલ ગ્રીસ

પંખામા મોટાભાગે તેના બેરીંગ મા ગ્રીસ ખલ્લાસ થઇ જવાથી અવાજ આવતો હોય છે. આવા વખતે સૌ પ્રથમ તેના બેરીંગ કારીગર ને બતાવી તેમા ઓઇલ ગ્રીસની જરૂર હોય તો કરાવી લેવા જોઇએ.

ઓયલીંગ

ઘણી વકહ્ત એવુ બનતુ હોય છે કે સીલિંગ ફેનમાં લાગેલા ઓયલ સુકાઈ જવાના કારણે પણ પંખામાંથી અવાજ આવતો હોય છે. ત્યારે આવા સમયે તમે પંખાના અમુક પાર્ટ્સમાં થોડુ તેલ નાખી દેવુ જોઇએ. આ ઉપરાંત કપડા પર તેલ લગાવીને બેલ્ડ્સને સાફ કરી શકાય. તેનાથી પંખાનો અવાજ તુરંત બંધ થઈ જશે. મહિનામાં એક વાર પંખા મા વ્યવસ્થિત ઓયલિંગ કરવું જરુરી છે.

મોટરની તપાસ કરો

દરેક પંંખામા એક મોટર હોય છે જે ખરાબ થવાના કારણે પણ સીલિંગ ફેન મા અવાજ આવે છે. ત્યારે આવા સમયે આપ સીલિંગ ફેનની મોટર ચેક કરાવી શકો છો. તો વળી મોટરમાંથી સળગવાની જેવી ગંધ આવતી હોય તો, સમજી જાય કે, સીલિંગ ફેનની મોટર ખરાબ થઈ ગઈ છે. ત્યારે આવા સમયે આપ સારા મિકેનિકને બોલાવીને પંખાની મોટર બદલી નાખવી જોઇએ.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
પંખામાથી આવતા કીચૂડ કીચૂડ અવાજને બંધ કરો આ રીતે
પંખામાથી આવતા કીચૂડ કીચૂડ અવાજને બંધ કરો આ રીતે

1 thought on “પંખામાથી આવતા કીચૂડ કીચૂડ અવાજને બંધ કરો આ રીતે”

Leave a Comment

error: Content is protected !!