દાબેલીનો ઇતિહાસ: ગુજરાતનુ દેશી બર્ગર ચટપટી દાબેલી ની શોધ કોણે કરી

દાબેલીનો ઇતિહાસ: Histry Of Dabeli: આપણા દેશી ખાણી પીણીની વાત આવે એટલે સૌથી પહેલુ નામ દાબેલીનુ લેવામા આવે છે. ગુજરાતીઓના ‘દેશી બર્ગર’ એટલે દાબેલીમાં જુદી જુદી અનેક વસ્તુઓનું મિશ્રણ હોય છે. દેખાવમા બર્ગર કે વડાપાઉ જેવી લાગતી દાબેલી આજકાલ લોકોમા નાસ્તાની વાનગી માટે ખૂબ જ લોકપ્રીય છે. આમ તો ગુજરાતનું મોસ્ટ ફેમસ સ્ટ્રીટ ફૂડ છે પરંતુ મુંબઈમાં પણ દાબેલી ખૂબ ખવાય છે.

દાબેલીનો ઇતિહાસ: Histry Of Dabeli

આજકલ લોકોમા ફાસ્ટફુડ ખાવાનુ લોકો ખૂબ જ પસંદ કરે છે. જેમા સૌથી વધુ ખવાતી વસ્તુ ગુજરાતનુ બર્ગર એટેલે કે દાબેલી છે. ગુજરાતની દાબેલીનો ઈતિહાસ પણ જાણવા જેવો છે. દાબેલીના શોધક ની વાત કરીએ તો ગુજરાતના કચ્છના કેશવજી ગાભા ચુડાસમા નામની વ્યક્તિએ સૌથી પહેલા દાબેલી બનાવી હતી એવુ માનવામા આવે છે.

વર્ષ 1960 માં બનેલી આ વાનગી ગામમાંથી બહાર નીકળી અને ધીમે ધીમે આખા ગુજરાતમા ફેમસ બની ગઈ. ધીમે ધીમે દાબેલી ગુજરાતના તમામ ગામડાઓ સુધી પહોંચી ગઇ. આજથી બે દસકા પહેલાના સમયમાં દાબેલી ખૂબ જ સસ્તી એટલે કે માત્ર ત્રણ રૂપિયામાં મળતી હતી. આજે આ દાબેલી 20 થી 30 રૂપિયામાં મળી રહી છે. દાબેલી વડાપાઉની જેમ સસ્તુ અને ચટાકેદાર ફૂડ છે. ‘દબાવવામાં આવેલી વાનગી’ એટલે તેને દાબેલી કહેવામાં આવે છે.

આ પણ વાંચો: વાહનનુ PUC ઓનલાઇન ડાઉનલોડ કરવાની માહિતી

દાબેલીનો સ્વાદ

દાબેલી હવે તો ઘણા પ્ર્કાઅરની મળે છે. આખી દાબેલી, કટકા દાબેલી વગેરે… ગુજરાતી ડીશ હોય ત્યારે તેનો સ્વાદ લોકોને ગમે જ એ સ્વાભાવિક છે. બે પાઉની વચ્ચે જે મસાલો ભરવામાં આવે છે એ દાબેલીની સૌથી મોટી ખાસિયત છે. દાબેલીમાં મુખ્ય સામગ્રી બટાકા છે, અને તેમાં સ્વાદનો ભાગ ભજવે છે તેની લાલ-લીલી ચટણી આ ચટણીમાં આંબલી,ખજૂર,લસણ અને લાલ મરચું સાથે ખાસ દાબેલીનો મસાલો ઉમેરવામાં આવે છે. આ ચટણીથી દાબેલી ખાટી-મીઠી લાગે છે. આ દાબેલી પર સેવ અને મસાલા સીંગ તથા ડુંગળી ભભરાવવામાં આવે છે જેનાથી તેના સ્વાદમા ચાર ચાંદ લાગી જાય છે.

આટલા રાજયોમાં છે લોકપ્રીય

દાબેલી હવે તો ગુજરાત સિવાય ભારતના અન્ય રાજયોમા મા પણ મળે છે. ગુજરાતના તો દરેક શહેર અને મોટા ગામડાઓમા દાબેલી મળી જાય છે, રેલવે સ્ટેશનની બહાર કે બસ સ્ટોપની પાસે તમને દાબેલીના બોર્ડ સાથેની લારીઓ ઉભેલી જોવા મળશે જ.

આ દાબેલી ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર,તેલંગણા, કર્ણાટક અને રાજસ્થાનમાં પણ હવે લોકપ્રિય થઈ છે. દિલ્લીમાં પણ કેટલાક સ્થળોએ દાબેલી સરળતાથી મળી રહે છે. આ સાથે તમે જો ઈન્દોર અને ભોપાલમાં હોવ તો ત્યા પણ ગુજરાતી દાબેલીનો સ્વાદ માણી શકો છો. જો કે, સ્થળ બદલાવવાથી થોડી ઘણી બનાવવાની રીત અને તેના સ્વાદમાં ફેરફાર જોવા મળી શકે છે. દાબેલીનો જો અસલ સ્વાદ લેવો હોય તો કચ્છમાં જવું પડે.

દાબેલી એ ખૂબ જ ચટપટી વાનગી છે અને આબાલ વૃદ્ધ સૌ કોઇને દાબેલી ભાવતી હોય છે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો

દાબેલીની શોધ કોણે કરી હતી ?

દાબેલીની શોધ કચ્છના કેશવજી ગાભા ચુડાસમા એ કરી હતી.

ગુજરાતમા ક્યાની દાબેલી વખણાય છે ?

કચ્છી દાબેલી ખૂબ જ પ્રખ્યાત છે.

error: Content is protected !!