UCC: શું છે યુનિફોર્મ સીવીલ કોડ, લાગૂ પડવાથી શું ફેરફાર થશે

UCC: યુનિફોર્મ સીવીલ કોડ: યુનિફોર્મ સિવિલ કોડ ફરી એકવાર હાલ ચર્ચાનો વિષય બન્યો છે. 22માં કાયદા પંચે એક મહિનાની અંદર UCC પર લોકો પાસેથી સૂચનો માંગ્યા હતા, તે લોકોનો અભિપ્રાય જાણવા માગે છે. આ પ્રક્રિયા અગાઉ પણ થઈ ચૂકી છે, પરંતુ પછી એવુ કહેવામાં આવ્યું કે દેશને UCC: યુનિફોર્મ સીવીલ કોડ ની જરૂર નથી. પરંતુ હવે 2024ની લોકસભાની ચૂંટણીને માત્ર એક વર્ષ જેટલો જ સમય બાકી છે. ત્યારે UCC શું છે, તેનો અર્થ શું છે, તેનો ઇતિહાસ શું છે. તે સમજીએ.

UCC યુનિફોર્મ સિવિલ કોડ(UCC) શું છે?

UCC ને યુનિફોર્મ સિવિલ કોડ કાયદો કહે છે. તેના નામ અનુસાર, જો તે કોઈપણ દેશમાં લાગુ કરવામાં આવે છે, તો તે કિસ્સામાં તમમ લોકો માટે એકસમાન કાયદો હશે. અત્યારે ભારતમાં જેટલા ધર્મો છે તેટલા જ તેમના માટે અલગ અલગ કાયદા છે. એવા ઘણા કાયદાઓ છે જે ફક્ત મુસ્લિમ સમુદાયને જ લાગુ પડતા હોય, તેવી જ રીતે કેટલાક એવા પણ કાયદા છે જે હિન્દુઓને જ લાગુ પડતા હોય. પરંતુ યુનિફોર્મ સિવિલ કોડ જો લાગૂ પડશે તો આ કાયદાના આગમન સાથે, આ બધું સમાપ્ત થાય છે, જાતિ-ધર્મથી ઉપર ઉઠીને, તે બધા માટે એક સરખો સમાન કાયદો બની જાય છે.

આ પણ વાંચો: PUC Download online: હવે તમારા વાહનનુ PUC ડાઉનલોડ કરો ઓનલાઇન, 2 સ્ટેપમા ડાઉનલોડ કરી ફોનમા સેવ રાખો

અત્યારે દેશમાં છૂટાછેડા, જમીન અને મિલકતને લઈને દરેક ધર્મ માટે અલગ-અલગ કાયદાઓ અમલમા છે, પરંતુ UCC આવવાથી આખા દેશમા બધા ધર્મો માટે સમાન કાયદો લાગુ પડી જશે. બંધારણની કલમ 144 UCC બાબતમા છે. એવું કહેવામાં આવ્યું છે કે એકસમાન કાયદો બધા પર લાગુ થવો જોઈએ. પરંતુ સૌથી મોટી વાત એ છે કે હાલમાં બંધારણમાં તેનો ઉલ્લેખ ચોક્કસપણે કરવામાં આવ્યો છે, પરંતુ તે માર્ગદર્શિકાની જેમ જ છે, તેને જરૂરી માનવામાં આવ્યું નથી.

શું થશે ફેરફાર ?

દેશમા UCC લાગૂ થયા પછી શું ફેરફાર થશે તેનો જવાબ ખૂબ જ સરળ છે, જો ભારતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવામાં આવશે, તો દરેક ધર્મ માટે એકસમાન કાયદાઓ લાગુ કરવામા આવશે. કાયદામાં એક શબ્દનો ઘણી વખત ઉપયોગ કરવામા આવે છે – પર્સનલ લો. પર્સનલ લો એ છે જે ધર્મ, જાતિ, આસ્થાના આધારે તૈયાર કરવામાં આવતો હોય છે. લગ્ન, છૂટાછેડા, દત્તક, પારિવારિક મિલકત, વસિયત જેવી તમામ બાબતો હજુ પણ પર્સનલ લો હેઠળ આવે છે. જો આપણે મુસ્લિમ સમાજની વાત કરીએ તો ત્યાં ત્રણ લગ્ન, ટ્રિપલ તલાક જેવા નિયમો ખૂબ જ પ્રચલિત છે, આ બધું પણ UCC યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થવાથી ફેરફાર થઇ જશે. પછી લગ્નમાં પણ આ જ કાયદાઓ લાગુ થશે.

આ પણ વાંચો: Ayushman Card Download: આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરો તમારા ફોનમા, ફકત 2 મિનિટમા; આયુષ્માન કાર્ડ ડાઉનલોડ પ્રોસેસ

એ જ રીતે, હિંદુ પર્સનલ લો વેદ, ઉપનિષદ, સમાનતા, ન્યાયના આધારે કાર્ય કરે છે તે પણ તેના મહત્વપૂર્ણ આધાર સ્તંભો છે. પરંતુ યુનિફોર્મ સિવિલ કોડ આવવાથી અહીં પણ મોટો ફેરફાર થવાની શકયતાઓ છે અને અત્યાર સુધી ચાલતી તમામ અલગ-અલગ હિંદુ પરંપરાઓ મા ફેરફાર થશે. હાલમાં, પર્સનલ લો મુસ્લિમ, ખ્રિસ્તી અને પારસી સમુદાયોને લાગુ પડે છે, જ્યારે હિંદુ કાયદો હિંદુ, જૈન અને શીખોને લાગુ પડે છે.

યુનિફોર્મ સિવિલ કોડનો ઇતિહાસ

યુનિફોર્મ સિવિલ કોડનો ઈતિહાસ સ્વતંત્ર ભારત ની પહેલાનો છે. તેનો ઇતિહાસ છેક 1835 સાથે જોડાયેલો છે જ્યારે અંગ્રેજો માનતા હતા કે ભારતને યુનિફોર્મ સિવિલ કોડની જરૂર છે. ત્યારબાદ તેમણે એક રિપોર્ટ રજુ કર્યો જેમાં કહેવામાં આવ્યું હતું કે ગુના, પુરાવા, કરાર જેવી બાબતોમાં સર્વ સામાન્ય કાયદો આખા દેશમા હોવો જોઈએ, પરંતુ હિંદુઓ અને મુસ્લિમોના પર્સનલ લો ને ખલેલ પહોંચાડવી જોઈએ નહીં. હવે નિષ્ણાતો માને છે કે અંગ્રેજોને હંમેશા ભારતના ભાગલા કરવામાં વધુ રસ હ્ત્તો. તેથી જ વ્યક્તિગત કાયદાને સંપૂર્ણપણે બાજુ પર રાખવામાં આવ્યો હતો અને યુનિફોર્મ સિવિલ કોડનો રિપોર્ટ નો અમલ પણ કરવામા આવ્યો ન હોતો.

યુનિફોર્મ સિવિલ કોડ કયા દેશોમાં લાગુ છે?

પાકિસ્તાન, બાંગ્લાદેશ, મલેશિયા, તુર્કી, ઇન્ડોનેશિયા, સુદાન અને ઇજિપ્ત જેવા દેશો મા ઘણા વર્ષો પહેલા થી જ યુનિફોર્મ સિવિલ કોડ અમલમા છે. મોટા દેશોની વાત કરીએ તો અમેરિકા જેવા દેશોમાં પણ દરેકને માટે સમાન કાયદો લાગુ પડે છે. તેમનો ધર્મનિરપેક્ષ કાયદો બધાને સમાન રીતે લાગુ પડે છે. ઇસ્લામિક દેશો ની વાત કરીએ તો તેમાં પણ, શરિયા કાયદો બધાને સમાન રીતે લાગુ પડે છે, પછી ભલે તે કોઈપણ ધર્મનો હોય, આ કિસ્સામાં તેને પણ UCC યુનિફોર્મ સિવિલ કોડ તરીકે ગણી શકાય.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
UCC
UCC

યુનિફોર્મ સીવીલ કોડ હાલ કયા દેશોમા લાગૂ છે ?

પાકિસ્તાન, બાંગ્લાદેશ, મલેશિયા, તુર્કી, ઇન્ડોનેશિયા, સુદાન,અમેરીકા અને ઇજિપ્ત

1 thought on “UCC: શું છે યુનિફોર્મ સીવીલ કોડ, લાગૂ પડવાથી શું ફેરફાર થશે”

Leave a Comment

error: Content is protected !!