Rules change February: 1 ફેબ્રુઆરીથી બદલનારા નિયમો: આપણાં દેશમાં દર મહિને જુદા જુદા નિયમો માં ફેરફાર કરવામાં આવે છે. જેમાં ગેસ સિલિન્ડર, બેંકને લગતા નિયમો, ઇલેક્ટ્રીક વસ્તુના ભાવોમાં ફેરફાર, દૂધના ભાવોમાં ફેરફાર આ તમામ ઉપરાંત જીવન જરૂરિયાતની વસ્તુઓમાં ફેરફારો થતાં જોવા મળે છે. અત્યારે હવે જનયુયારી મહિનો પૂર્ણતાને આરે છે. અને ફેબ્રુઆરી મહિનો આવી રહ્યો છે. આ બાબતે Rule Change February માં શું શું નવા નિયમો બદલાવાના છે અને તમને આ નિયમોથી શું અસર થશે તે વિશેની માહિતી જોઈએ.
Rules change February
વર્ષ 2024 નો પહેલો મહિનો પૂર્ણ થવા જઇ રહ્યો છે. હવે આ વર્ષે બજેટનો વારો છે. દર વખતની જેમ આ વખતે પણ 1 ફેબ્રુઆરીએ બજેટ બહાર પાડવામાં આવશે. આ દિવશે કેન્દ્ર સરકાર વચગાળાનું બજેટ 2024 રજૂ કરવા જઈ રહી છે. શું સસ્તું થયું અને શું મોંઘું થયું તેના પર એક વખત આપણી નજર ત્યાં ટકશે. 1 ફેબ્રુઆરી 2024 બજેટના થોડા કલાક પહેલા LPG અને પેટ્રોલના ભાવોમાં ફેરફાર થઈ શકે છે. આ Rules change February થવા જઈ રહયા છે. જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. ચાલો તમને જણાવીએ કે શું ફેરફાર થશે.
આ પણ વાંચો: Age Calculator: તમારી જન્મ તારીખ નાખીને જાણો તમારી હાલની ઉમર, ફક્ત 1 મિનિટમાં, બસ ફોલો કરો આ સ્ટેપ.
NPS ના નિયમમાં ફેરફાર
નેશનલ પેન્શન સ્કીમ ખાતા ધારકો વ્યક્તિગત પેન્શન ખાતા માથી 25 ટકા સુધી ઉપાડી શકે છે. નોકરીદાતાના યોગદાનને બાદ કરતાં. PFRDA એ NPS ના આંસિક ઉપાડને લઈને 12 જાન્યુયારીએ પરિપત્ર બહાર પડ્યો હતો. જેમાં માહિતી આપવામાં આવી હતી. પરિપત્રમાં કહેવામા આવ્યું હતું કે ગ્રાહકો ઉચ્ચ શિક્ષણ, લગ્ન, રહેણાંક મકાન ખરીદવા અને તબીબી ખર્ચ જેવા હેતુઓ માટે આંસિક ઉપાડ કરી શકે છે. આ Rules change February માં બદલાયેલો જોવા મળશે.
IMPSના નિયમમાં ફેરફાર
ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા સામાન્ય માણસને રાહત આપવામાં આવી છે. હવે કોઈપણ લાભાર્થીનું નામ ઉમેર્યા વગર પણ 5 લાખ રૂપિયા સુધીની રકમ ઉપાડી શકે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા એ ગયા વર્ષે 31 ઓકટોબરે આ પરિપત્ર બહાર પડ્યો હતો. જે મુજબ યુઝર્સ માત્ર રિસીવરનો મોબાઈલ નંબર અને બેન્કનું નામ ઉમેરીને IMPS દ્વારા પૈસા ટ્રાન્સફર કરી શકશે. NPCI અનુસાર આમાં IFSC કોડની જરૂર પડશે નહીં. આ Rules change February એ લાગુ થવા જઈ રહ્યો છે.
આ પણ વાંચો: Gold Latest Rate: આજના સોનાના ભાવ, જાણો આજના તમારા શહેરના સોના ચાંદીના લેટેસ્ટ ભાવો અહીથી.
Fastagના નિયમમાં ફેરફાર
અગત્યના સમાચાર Fastag યુઝર્સ માટે છે. નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર યુઝર્સ કોઈપણ સંજોગોમાં 31 જનયુયારી સુધીમાં તેમનું KYC પૂર્ણ કરવું પડશે. જો તેઓ આમ નહીં કરે તો તેમના Fastag ને બ્લેક લિસ્ટ કરવામાં આવશે. અને તેમાં હજાર તમામ પૈસાને પણ નિષ્ક્રિય થઈ જશે. તેથી જો તમારા fasTag એકાઉન્ટનું KYC એકાઉન્ટ કર્યું નથી તો તમારી પાસે 31 જાન્યુઆરી 2024 સુધીનો સમય છે.
SBI હોમલોનના નિયમમાં ફેરફાર
SBI દ્વારા ગ્રાહકો માટે ખાસ હોમલોન અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ અંતર્ગત ગ્રાહકોને 65 બેસિસ પોઈન્ટ સુધીની હોમલોન પર ડિસ્કાઉંટ મળી શકે છે. પ્રોસેસિંગ ફી અને હોમલોન પર છૂટની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી 2024 છે. આ ડિસ્કાઉંટ તમામ પ્રકારની લોન પર માન્ય છે. SBI આ સ્કીમ 1 ફેબ્રુઆરીથી બંધ કરશે.
આ પણ વાંચો: હોટલ રેટિંગ: તમે જાણો છો કે હોટલને 3 સ્ટાર, 5 સ્ટાર રેટિંગ કેવી રીતે મળે છે; આવો જોઈએ આ તથ્ય વિશે.
પંજાબ અને સિંધ બેન્કના નિયમમાં ફેરફાર
પંજાબ એન્ડ સિંધ બેન્કની 444 દિવસની સ્પેશ્યલ ફિક્સ ડિપોઝિટ સ્કીમ 31 જાન્યુઆરી 2024 ના રોજ સમાપ્ત થઈ રહી છે. આ અંતર્ગત રોકાણકારોને 7.40 ટકા વળતર મળી રહ્યું છે. 31 જાન્યુઆરી પછી ગ્રાહકો આ સ્કીમનો લાભ લઈ શકશે નહીં.
અગત્યની લીંક
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
