LRD ના નવા નિયમ: LRD New Rules: લોકરક્ષક ભારતીના નવા નિયમો: સરકારી પોલીસની નોકરી કરવા ઇચ્છુક ઉમેદવારો માટે અગત્યના સમાચાર સામે આવ્યા છે. કે ભરતી બોર્ડ દ્વારા જુદા જુદા સમયે લોકરક્ષક ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવતી હોય છે. પરંતુ આ વર્ષે આ ભરતી બહાર પડ્યા પહેલા બોર્ડ દ્વારા LRD ના નવા નિયમ એટ્લે કે ભારતીના નવા નિયમો બહાર પાડવામાં આવ્યા છે. આ ભરતી સમયે દર વર્ષે કુલ 100 ગુણનું MCQ પેપર આપવાનું હોય છે પરંતુ હવે નવા નિયમો મુજબ આ પેપર 200 ગુણનું લેવાશે. તેમજ શારીરિક કસોટીમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. આવો જોઈએ શું શું અન્ય ફેરફારો છે.
LRD ના નવા નિયમ 2024
| આર્ટિકલનું નામ | LRD ના નવા નિયમ |
| ભરતી સંસ્થા | ગુજરાત પોલીસ |
| વર્ષ | 2024 |
| ભરતી | LRD ભરતી |
આ પણ વાંચો: FD Interest Rate: આ 5 બેન્કો ફિક્સ ડિપોઝિટ પર આપી રહી છે સૌથી વધુ વ્યાજ, જુઓ કઈ બેન્ક કેટલા ટકા વ્યાજ આપે છે
નવા નિયમો
સરકારી પોલીસ ભરતીની તૈયારી કરતાં ઉમેદવારો માટે લોકરક્ષકના વિવિધ સવર્ગોની સંયુક્ત સીધી ભરતીની પરીક્ષા પધ્ધતિમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત લોકરક્ષકની ભરતીની શારીરિક પરીક્ષા લેવામાં આવતી હતી તેમાં દોડના ગુણ આપવામાં આવતા હતા. જેના બદલે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે તેમજ તેના ગુણ ગણવામાં આવશે નહીં.
Lrd ના નવા નિયમો જાહેર.. હવેથી શારીરિક લાયકાતમાં દોડ ના ગુણ નહીં મળે. દોડ ફક્ત નિયત સમયમાં પૂર્ણ કરવાની રહેશે. શારીરિક કસોટીમાં વજનનો મુદ્દો રદ કરવામાં આવ્યો. શારીરિક કસોટી માં પાસ થયેલા તમામ ઉમેદવારો ઓબ્જેક્ટીવ એમસીક્યુ ટેસ્ટમાં ભાગ લઈ શકશે. હવે 200 ગુણનું ત્રણ કલાકનું એક પેપર… pic.twitter.com/E3PmcG328U
— Deepak rajani (@deepakrajani123) February 7, 2024
પહેલા શારીરિક કસોટીમાં વજનને ધ્યાને લેવામાં આવતું હતું. જે હવે રદ કરવામાં આવ્યું છે. આમ શારીરિક કસોટી હવે ફક્ત ક્વોલીફાઈંગ રહેશે તેના કોઈ ગુણ રહેશે નહીં. તેમજ શારીરિક કસોટીમાં ઉતીર્ણ થયેલ તમામ ઉમેદવારો MCQ ટેસ્ટમાં ભાગ લઈ શકશે. અગાઉ શારીરિક કસોટી ઉતીર્ણ થયેલા ઉમેદવારોની 2 કલાકમાં MCQ ટેસ્ટ લેવામાં આવતી હતી પરંતુ હવે તેના સ્થાને 200 ગુણનું 3 કલાકનું એક જ પેપર લેવામાં આવશે. આ પેપર ભાગ A અને ભાગ B એમ બે ભાગમાં લેવામાં આવશે. અને પાસ થવા માટે ઓછામાં ઓછા 40 ટકા ગુણ ફરજિયાત લાવવાના રહેશે.
સિલેબસમાં ફેરફાર
જૂના પરિક્ષાના નિયમ અનુસાર વિષયો પૈકી સાયકોલોજિ, સોશ્યોલોજી, IPC, CRPC, એવિડન્સ એક્ટ જેવા વિષયો રદ કરીને ફક્ત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી માથી કરેલા કોર્ષ માટે જ ઉમેદવારોને વદરના ગુણ આપવામાં આવશે. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અથવા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી માથી કરેલા કોરશેને વધારાના ગુણ આપવામાં આવશે. જે કોર્ષના અનુરૂપ આવામાં આવશે.
અગત્યની લીંક
| LRD ના નવા નિયમ PDF ડાઉનલોડ કરવા માટે | અહિં ક્લીક કરો |
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરો | Click here |
