રામમંદિર દાન: Rammandir Donation: ગુજરાતી કરેલ દાન: 22 જાન્યુઆરી 2024 ના રોજ ભારતના ઉતાર પ્રદેશમાં બની રહેલું રામમંદિરનું ઉદ્ઘાટન થવા જય રહ્યું છે. ત્યારે દરેક લોકો ફૂલ નહીંથી ફૂલની પાંખડી રૂપે અને છૂટા હાથે લોકોએ દાન કર્યું છે. આ મંદિર માટે લગભગ 5000 કરોડથી વધારેનું દાન થયું છે. ત્યારે હવે પ્રશ્ન થાય કે ગુજરાતમાથી આ રામમંદિર દાન માં કુલ કેટલા રૂપિયા એક વ્યક્તિ દીઠ આપેલા છે. અને આ દાનમાં કેટલા રૂપિયા આપવામાં આવ્યું છે તેની માહિતી જોઈએ.
રામમંદિર દાન
રમનગરી અયોધ્યામાં ઉત્સવની તૈયારી ચાલી રહી છે. 22 જાન્યુયારીએ અયોધ્યામાં ભગવાન રામજીની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. આ મંદિરના નિર્માણ માટે ભારત અને વીદેશના રંભક્તોએ ઉદાર હાથે રામમંદિર દાન આપ્યું છે. જ્યારે અયોધ્યામાં રામમંદિરનો પાયો નાખવામાં આવ્યો ત્યારે કોઈ ખાતરી નહોતી કે રામભક્તો એટલું દાન કરશે કે માત્ર વ્યાજના પૈસાથી મંદિરનો પહેલો માળ પૂરો થઈ જશે. આ રામમંદિરને અત્યાર સુધી 5000 કરોડથી વધારે દાન મળ્યું છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્રટ્રસ્ટ મુજબ મંદિરના સમર્પણ ફંડ ખાતામાં અત્યાર સુધી 3200 કારોથી વધુનું દાન આવ્યું છે.
આ વેપારીએ આપ્યું વધુ દાન
આ રામમંદિર દાન માં ગુજરાત માથી સૌથી વધુ દાન આપનાર વ્યક્તિની વાત કરવામાં આવે તો હીરાના વેપારી ગોવિંદભાઇ ધોળકિયાએ મંદિરના નિર્માણ માટે 11 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. ગોવિંદભાઇ ધોળકિયા ગુજરાતનાં હીરાના વેપારી છે. તેઓ ડાયમંડ કંપની શ્રી રામકૃષ્ણ એકસ્પોર્ટ્સના સ્થાપક છે. તેમની કંપની હીરાના ક્ષેત્રમાં જાણીતું નામ છે. અમદાવાદ મીરર્ણા અહેવાલ મુજબ ધોળકિયા ગુજરાતમાં મંદિર નિર્માણ માટે દાન એકત્ર કરવા માટે ચલાવવામાં આવી રહેલા રામ મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભિયાનના વડા છે. અને તેના નેતૃત્વમાં પ્રથમ તબ્બકામાં રાજયમાં ઉદ્યોગપતિઓ અને ધનિક લોકો પાસેથી દાન એકત્ર કરવામાં આવ્યું હતું. અને તેઓ લાંબા સમયથી RSS સાથે જોડાયેલા છે. તેમજ તેના કરતાં વધુ મોરારી બાપુએ 11 કરોડની ઉપર દાન આપેલ છે.
સૌથી પહેલું દાન
જો સૌથી પહેલા આ રામમંદિરમાં દાનની વાત કરવામાં આવે તો રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દ દ્વારા 5 લાખ નું દાન આપવામાં આવ્યું હતું. રામમંદિર માટે દાન એકત્ર કરવાના અભિયાનની શરૂઆતમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સૌથી પહેલા ચેક દ્વારા આ દાન આપ્યું હતું. અને આ અભિયાનને લીલી ઝંડી આપવામાં આવી હતી.
અગત્યની લીંક
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરો | અહી ક્લિક કરો |
