પોલીસ ભરતી નવા નિયમ: ગુજરાત પોલીસ ભરતીમાં આવનારા નિયમોને લઈને તખ્તો તૈયાર, જાણો શું શું થઈ શકે છે ફેરફાર.

પોલીસ ભરતી નવા નિયમ: Police Recruitment Rules: પોલીસ ભરતીના નવા નિયમો: ગુજરાત સરકાર દ્વારા સમયે સમયે વિવિધ ભરતી પ્રક્રિયા હાથ ધરતા હોય છે. જેમાં જુદા જુદા નિયમો અનુસાર આ ભરતી પ્રક્રિયા થતી હોય છે. દરેક ભરતીમાં અલગ અલગ નિયમો હોય છે. ત્યારે પોલીસ વિભાગની ભરતીમાં પણ નિયમો હોય છે ત્યારે આવનારી પોલીસ ભરતીમાં નવા નિયમો અંગે ઘણા સમયથી વિચારણા ચાલતી હતી પરંતુ હવે થોડા જ દિવસોમાં આ ભારતીના નિયમોમાં ફેરફાર આવશે જેના માટે એક બેઠક યોજાઇ હતી અને તેને આખરી ઓપ અપાઈ ગયો છે તેવું મીડિયા રિપોર્ટ દ્વારા જણાવાયું છે. ત્યારે આવનારી પોલીસ ભરતી નવા નિયમ કેવા હશે તેની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

પોલીસ ભરતી નવા નિયમ

ગુજરાત સરકાર દ્વારા પોલીસ ભારતીના નિયમોને લઈને બેઠકોનો દોર ચાલી રહ્યો છે. જે અંતિમ પડાવ પાર કરી ચૂક્યો છે. હવે CM ના ફાઇનલ રિવ્યુ બાદ પોલીસ ભરતી નવા નિયમ જાહેર કરશે.

આ પણ વાંચો: બેન્ક ઓફ બરોડામાં ભરતી: બેન્ક ઓફ બરોડામાં મેનેજરની પોસ્ટ માટે 250 જગ્યા પર ભરતી, પગાર ધોરણ 78230 સુધી

મળતી માહિતી મુજબ આવનારા સમયમાં થનારી પોલીસ ભરતીમાં તમામ ભરતી માટેના નિયમો સરળ કરવા તરફ સરકાર આગળ વધી રહી છે. ઉલ્લેખનીય છે કે ગાંધીનગરમાં મળેલી બેઠક મળી હતી. જેમાં ભરતી બોર્ડના તમામ અધિકારીઓએ હાજર રહ્યા હતા. આ બેઠકમાં DYSP P.I., PSI અને કોન્સ્ટેબલ (લોકરક્ષક) ભારતીના નિયમો અંગેની ચર્ચા થઈ હતી. આ સિવાય પોલીસ ભારતીના નિમણૂક પત્રો અંગે પણ ચર્ચા થઈ હતી.

આ નિયમોમાં ફેરફારની શક્યતા

  • કોન્સ્ટેબલ માટેની શારીરિક ધોરણ યથાવત રાખીને લેખિત કસોટી સરળ થઈ શકે છે.
  • PI અને PSIની ભરતીની પરીક્ષા માટે શારીરિક ધોરણમાં ઘટાડો કરીને લેખિતમાં વધારે અઘરી કરી શકે છે.
  • કોઈપણ વિદ્યાર્થી કોચિંગ ક્લાસ વગર પરીક્ષા પાસ કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે.
  • કોર્સ પણ નક્કી કરવામાં આવે તેવી શક્યતા.
  • દર વર્ષે ભરતી થાય તે માટેનું કેલેન્ડરની જાહેર કરવામાં આવે તેવી સંભાવના.
  • પોલીસમાં વિવિધ સવર્ગમાં ભરતી કરવામાં આવે તેવી શક્યતા.
  • જેલ સિપાઈ, SRP અને બિન હથિયાર ધારી કોન્સ્ટેબલ માટેની ભરતી અલગ અલગ કરવામાં આવે તેવી પણ શક્યતા.
આ પણ વાંચો   લિબિયામા ભયંકર આફત: આખુ શહેર થયુ તબાહ, 40 હજાર લોકોના મોતની આશંકા; તબાહી ના ફોટો અને વિડીયો

આ પણ વાંચો: લીલી ડુંગળીના ફાયદા: શિયાળામાં સ્વાસ્થ્ય માટે વરદાન છે લીલી ડુંગળી, જાણો 10 કમાલના ફાયદાઓ

પોલીસ ભારતીના નિયમો અંગે મહત્વના સમાચાર એ છે કે પોલીસ ભારતીના ફિઝિકલ ટેસ્ટ તેમજ ફિઝિકલ નિશ્ચિત માપદંડો રાખવા કે કાઢી નાખવા તે મુદે પહેલા મડાગાઠ હતી. પરંતુ પોલીસ ભારતીના ફિઝિકલ ટેસ્ટ તેમજ ફિઝિકલ નિશ્ચિત માપદંડો યથાવત રાખવા નિર્ણય લેવામાં આવ્યો છે.

આ તારીખે નવા નિયમો જાહેર થઈ શકે છે

પોલીસ ભરતી નવા નિયમ મુદે તમામ ચર્ચાઓ ફાઇનલ થઈ ગઈ છે. આ પોલીસ ભરતી નવા નિયમ અંગે કુલ 8 બેઠકો યોજાઇ છે. આ ફાઇનલ બેઠક બાદ CM ના રિવ્યુ બાદ 15 ડિસેમ્બર સુધીમાં નવા નિયમો જાહેર થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે આગામી 10 વર્ષને ધ્યાનમાં રાખીને પોલીસ ભરતી નવા નિયમને આખરી ઓપ આપવામાં આવ્યો છે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરોClick here
પોલીસ ભરતી નવા નિયમ
પોલીસ ભરતી નવા નિયમ

Leave a Comment

error: Content is protected !!