કાંકરીયા કાર્નિવલ 2023: આ તારીખથી શરૂ થશે કાંકરીયા કાર્નિવલ, કીર્તીદાન ગઢવી સહિત કલાકારો સામેલ થશે.

કાંકરીયા કાર્નિવલ 2023: Kankariya Carnival 2023: દર વર્ષે અમદાવાદમાં આવેલ કાંકરીયા તળાવ ખાતે કાંકરીયા કાર્નિવલનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે કાંકરીયા કાર્નિવલ 2023 નું પણ આયોજન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે. આ આયોજનમાં વિવિધ કલાકારો આ કાર્નિવલને ચાર ચાંદ લગાવી દેશે તેમજ આ કાર્નિવલમાં દરેક લોકો ફ્રીમાં નિહાળી શકશે. જુદા જુદા કલાકારો ને વિવિધ કાર્યક્રમો કરવામાં આવશે.

કાંકરીયા કાર્નિવલ 2023

ઉત્સવ પ્રેમી અમદાવાદીઓ માટે વર્ષ 2008 થી ભારતના ભુતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાઈના જન્મદિન નિમિતે આંતરરાષ્ટ્રીય મનોરંજન કેન્દ્ર તરીકે વિકાસ થયેલ કાંકરીયા તળાવ ખાતે કાંકરીયા કાર્નિવલનું આયોજન કરવામાં આવે છે. તેમજ આ વર્ષે કાંકરીયા કાર્નિવલ 2023નું આયોજન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રથમ દિવસે ‘વસુધૈવ કુટુમ્બકમ’ એક ધરતી – એક પરિવાર – એક ભવિષ્યની થીમ પર સાંસ્ક્રુતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવશે. જેમાં યુનેસ્કો દ્વારા સન્માનીત ગુજરાતનાં હેરિટેજ ગરબા, રાજસ્થાનના ઘૂમ્મર, પંજાબના ભાંગડા, આસામના બિહુ, મહારાષ્ટ્રનું લાવણી, કથકલી, ક્લાસિકલ તેમજ અન્ય ડાન્સ ફોર્મ રજૂ કરવામાં આવશે.

આ પણ વાંચો: શિયાળાની બીમારીઓ: શિયાળામાં માત્ર શરદી જ નહીં આ બીમારીઓનો ખતરો વધી જાય છે જાણો કેમ કરી શકાય બચાવ.

આ કલાકારો ચાર ચાંદ લગાવશે

  • કીર્તીદાન ગઢવી
  • પાર્થ ઓઝા
  • દિવ્યા ચૌધરી
  • અરુણ દેવ યાદવ
  • મિરાંદે શાહ
  • બંકિમ પાઠક
  • શાહુબદ્દીન રાઠોડ
  • જીતુભાઈ દ્વારકાવાળા
  • સુખદેવ ધામેલીયા
  • રવિન્દ્ર જોની

ઉપરા મુજબના વિખ્યાત કલાકારો લોક ડાયરો, હિન્દી- ગુજરાતી પ્લે બેક સંગીત, સૂફી ગઝલ, લોકગીત – સંગીત, બૉલીવુડ ગીતો, હાસ્ય દરબાર સહિત વૈવિધ્ય સંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે.

અન્ય મુલાકાત

અહી કાંકરીયા કાર્નિવલ 2023 ની મુલાકાતે આવનારા લોકો કાંકરીયા પરિસરમાં આવેલ વિવિધ આકર્ષણ જેવા કે કીડ્ઝ સિટી, ટોય ટ્રેન, પ્રાણી સંગ્રહાલય, નોક્ટર્નલ ઝૂ, બાલ વાટિકા, બટર ફલાય ગાર્ડન, નગીના વાડી, મ્યૂઝિકલ ફાઉન્ટેન, હોરર હાઉસ, ગેમિંગ ઝોન, ફન ઝોન, પ્લેનેટોરીમ, એડવેંચર ટ્રી વોક, ફ્લોટિંગ રેસ્ટોરન્ટ અને ફિશ એકવેરિયમની મજા માણી શકે છે.

આ પણ વાંચો   2024 ફેસ્ટિવલ લિસ્ટ: નવા વર્ષમાં ક્યો તહેવાર કઈ તારીખે આવે છે જાણો સંપૂર્ણ વર્ષના તહેવારોની વિગત.

આ પણ વાંચો: લીલી ડુંગળીના ફાયદા: શિયાળામાં સ્વાસ્થ્ય માટે વરદાન છે લીલી ડુંગળી, જાણો 10 કમાલના ફાયદાઓ:

Kankariya Carnival 2023ની ખાસ વાતો

  • લોક ડાયરો, બૉલીવુડ ફ્યૂઝન,દિવ્યાંગ બાળક દ્વારા ગીત, ખાનગી શાળાના બાળકો દ્વારા ડાન્સ પર્ફોમન્સ, શિવ તાંડવ, સિનિયર સીટીઝન દ્વારા દેશ ભક્તિ ગીતો, નૃત્ય નાટિકા, સિંધી નાટક, સૂફી ગઝલ તેમજ સ્થાનિક કલાકારો દ્વારા સંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે.
  • જુદા જુદા કલ્ચરલ ગ્રૂપ દ્વારા રોક બેન્ડ પર્ફોમન્સ, ઇન્સ્ટૃમેટલ પર્ફોમન્સ, લાઈવ મઊથ ઓર્ગન, શાસ્ત્રીય ગાયન સાથે સમૂહ તબલા વાદન, ગરબા, ભારતનાટ્યમ, કુચિપુડી નૃત્ય, દશાવતાર, થીમ આધારિત નૃત્ય નાટિકા, બૉલીવુડ ડાન્સ કાર્યક્રમ, કારાઓકે સિંગિંગ કાર્યક્રમ તેમજ જાદુગરના શો જેવા કાર્યક્રમોનું આયોજન કરેલ છે.
  • નાના બાળકો સાહસિક બને અને સાહસિક વૃતિમાં વધારો થાય અને તેમણે માનો રંજન પણ મળે તેવી મકી બ્રિજ, ટાયર ટનલ, ટાયર ચીમની, ટાયર જમ્પ, ટનલ વોકિંગ, હેંગિંગ બ્રિઝ, સર્કલ ટાયર જમ્પ જેવી પ્રવૃતિ ધરાવતી બાલ નગરી ઊભી કરેલ છે.
  • આ કાંકરીયા કાર્નિવલ 2023 ની મુલાકાતે આવનાર લોકોના આકર્ષણના દરરોજ કાર્યક્રમના અંતે વિકસિત ભારત સંકલ્પ થીમ આધારિત લેસર શો નું આયોજન.
  • લોકો માટે દરરોજ યોગા, એરોબિક્સ, ઝૂમ્બાનો લાભ લઈ શકશે.

આ પણ વાંચો: જાહેર રજા 2024: ગુજરાત સરકાર દ્વારા જાહેર રજા અને મરજિયાત અને બેન્ક રજાનું લિસ્ટ 2024.

  • ગુજરાત પોલીસ દ્વારા હોર્સ શો અને ડોગ શોનું ખાસ આયોજન કરવામાં આવશે.
  • શહેરની વિવિધ શાળાઓ દ્વારા બેન્ડ નિર્દશન તથા સાંસ્ક્રુતિક કાર્યક્રમો કરવામાં આવશે.
  • હેરિટેજ અમદાવાદ અને વિક્ષિત ભારતની થીમ પર વર્ચ્યુયલ રિયાલીટી શો કરવામાં આવશે.
  • ચન્દ્રયાન – 3 અને ધનુષ થીમ આધારિત પ્રવેશ દ્વાર તેમજ કાંકરીયા પરિષરમાં વિવિધ જગ્યાએ ચન્દ્રયાન 3 અને મારૂ શહેર મારૂ ગૌરવ થીમ આધારિત સેલફી પોઈન્ટ મૂકવામાં આવ્યા છે.
  • સુરક્ષા માટે વિવિધ જગ્યા પર CCTV કેમેરા, કંટ્રોલ રુમ, જરૂરી પોલીસ સ્ટાફ અને ફાયર બ્રિગેડનો સ્ટાફ સુસજ્જા રાખવામા આવ્યો છે.
આ પણ વાંચો   PM Modi Garbo: PM નરેન્દ્ર મોદીએ લખેલો ગરબો, ધ્વનિ ભાનુશાલીએ ગાયો, સાંભળો આ ગરબો

આ તારીખે શરૂ થશે

આ કાંકરીયા કાર્નિવલ તારીખ 25 ડિસેમ્બર 2023 થી લઈને 31 ડિસેમ્બર 2023 સુધી મુલાકાતીઓને વિનામુલ્યે પ્રવેશ આપવામાં આવશે. તેમજ મુખ્યમંત્રીના હસ્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદ શહેરના સર્વાંગી વિકાસ માટે હાથ દરવામાં આવેલ વિવિધ પ્રજાલક્ષી વિકાસના ઇ- લોકાર્પણ અને ખત મુર્હુત કરવામાં આવશે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરોClick here
કાંકરીયા કાર્નિવલ 2023
કાંકરીયા કાર્નિવલ 2023

Leave a Comment

error: Content is protected !!