ઉતરાયણ 2024 ન્યૂઝ: Uttrayan 2024 News: ડિસેમ્બર મહિનો પૂર્ણ થતાં જ જાન્યુઆરીમાં લોકોને પસંદ એવો ઉતરાયણનો તહેવાર આવે છે. આ તહેવારમાં લોકો સવારથી જ પોતાના ધાબા પર ચડીને DJ ના સંગાથે પતંગ ઉડાડે છે. જુદા જુદા પાકા માંજા ને મોટી અને ડિઝાઇન વળી પતંગોની મોજ મને છે. લોકો તલની ચીકકી, અન્ય ચિકકી, લાડુ, ઊંધિયું વગેરે જેવા ખોરાકનો સ્વાદ માણે છે. અને જલ્સાથી આ તહેવારની ઉજવણી કરે છે. ત્યારે આ તહવારને હજુ તો 1 મહિના કરતાં પણ વધારે સમય છે પણ ગુજરાતનાં બે જિલ્લા ઑ માટે ઉતરાયણ 2024 ન્યૂઝ સામે આવ્યા છે. આ બે શહેરોમાં પોલીસ કમિશ્નરનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને તેના નિયમ અનુસાર આ વખતે ઉતરાયણનો તહેવાર ઉજવવાનો રહેશે.
ઉતરાયણ 2024 ન્યૂઝ
દિવાળીના તહેવાર બાદ ગુજરાતી પ્રજા જો કોઈ તહેવારની રાહ જોઈને બેઠા હોય તો તે છે ઉતરાયણ. અને આ વર્ષની ઉતરાયણ 2024 ન્યૂઝ સામે આવ્યા છે. આ ન્યૂઝમાં સુરત અને રાજકોટ પોલીસ કમિશ્નરે જાહેરનામું બહાર પાડ્યું છે. જો તમે પણ આ જાહેરનામાનો ભંગ કરશો તો તમારે ઉતરાયનના દિવસે પોલીસ સ્ટેશન જવાનો વારો આવશે. જાહેરનામા અનુસાર ચાઈનીઝ દોરી, તુક્કલ વેચવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સાથે જ ધાબા પર લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આ પણ વાંચો: લાઇસન્સ પરીક્ષા બુક: ડ્રાઇવિંગ લાયસન્સની પરીક્ષા માટે ઉપયોગી બુક Free માં કરો ડાઉનલોડ.
Uttrayan 2024 News
સુરત અને રાજકોટ પોલીસ કમિશ્નર દ્વારા સાવચેતીના ભાગરૂપે ઉતરાયણ તહેવારને લઈને જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામામાં સુરતમાં ચાઇનીઝ દોરી, તુક્કલ વેચવા પર અને ધાબા પર લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સાથે જાહેર માર્ગ પર પતંગ નહીં ઉડાવવા પણ મનાઈ ફરમાવવામાં આવી છે. આ સાથે જ ઓનલાઈન વેચતા ચાઇનીઝ માંઝા, પ્લાસ્ટિક દોરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેમાં ગ્લાસ કોટેડ, નયલોન થ્રેડ, ચાઇનીઝ સ્કઈ લેસ્ટર્ન વેચવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આ પણ વાંચો: ગુજરાતના બેસ્ટ 5 બીચ: ગોવાના બીચની સાથે કદમ મિલાવી શકે તેવા ગુજરાતના 5 બીચ, આ જોઈ લેસો તો ગોવાને ભૂલી જશો.
ચાઇનીઝ દોરી અને તુક્કલ પર પ્રતિબંધ
આ તરફ રાજકોટ પોલીસ કમિશ્નર દ્વારા પણ ઉતરાયણને લઈને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. વિગતો અનુસાર રાજકોટમાં ચાઇનીઝ દોરી, અને તુક્કાલો વહેચવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સાથે જ જાહેરમાં ઘાસચારાનું વેંચાણ તેમજ ઘાસચારો નાખી શકાશે નહીં. ધાબા પર મોટા અવાજ વાળા લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ તો જાહેર માર્ગ પર પતંગ ઉડાડવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ સાથે જાહેરનામાનો ભંગ કરનારને કાયદેસરની કાર્યવાહી કરાશે.
અગત્યની લીંક
| પોલીસનું જાહેરનામું ડાઉનલોડ કરવા માટે | અહિં ક્લીક કરો |
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
