Sandfly Mosquito: સેન્ડફલાય મચ્છર કરડવાથી થાય છે ચંદિપુરા રોગ, જાણો તેનાથી ફેલાતા લક્ષણો અને બચવાના ઉપાયો

Sandfly Mosquito: સેન્ડફલાય મચ્છરથી બચવાના ઉપાયો: તાજેતરમા ગુજરાત સહિત અન્ય રાજ્યમાં નવા વાઇરસએ દેખા દીધી છે. જેના 0 થી 14 વર્ષની ઉમરના બાળકોમાં આ વાઇરસનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે. જેના લીધે રાજયમાં 8 જેટલા બાળકોનું મૃત્યુ પણ થયું છે. જેનું નામ છે ચાંદીપૂરા વાઇરસ. આ વાઇરસ Sandfly Mosquito એટ્લે કે સેન્ડફલાય મચ્છર કરડવાથી થાય છે. અને ધીમે ધીમે શરીરમાં ફેલાઈએને જોખમી રૂપ ધારણ કરે છે. અને તે ખૂબ જ ગંભીર રીતે શરીરને ડેમેજ કરે છે. આ માટે સરકાર દ્વારા તેને ઓળખવા અને તેનાથી બચવા માટેના ઉપાયો જણાવવામાં આવ્યા છે જે નીચે મુજબ છે.

Sandfly Mosquito

હાલ ગુજરાતના કેટલાક જીલ્લામાં શંકાસ્પદ ચાંદીપૂરા વાઇરસના કેસો સામે આવી રહ્યા છે. અને ઉતર ગુજરાતમાં આ કેસોની સંખ્યામાં વધારો થયો છે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પહેલા કેસો નોંધાયા હતા. પરંતુ હવે ઘણા જિલ્લામાં આ રોગ પ્રવેસી ગયો છે. જેના માટે સરકાર દ્વારા તેના લક્ષણો અને સેન્ડફલાય મચ્છરથી બચવાના ઉપાયો વિશેની માહિતી જાહેર કરવામાં આવી છે. જે નીચે મુજબ દર્શાવવામાં આવી છે.

આ પણ વાંચો: Download Aadhar card: ફક્ત 1 ક્લીકમાં ઘરે બેઠા જાતે ડાઉનલોડ કરો તમારું આધારકાર્ડ, જાણો રીતે સિમ્પલ ભાષામાં

સેન્ડફ્લાય કઈ જગ્યાએ રહે

  • સેન્ડ ફલાય ઘરની અંદરની બાજુએ તેમજ બહારની પાકી કે કાચી દિવાલ પરની તીરાડો તેમજ ભેજવાળા વાતાવરણમાં ઇંડા મુકે છે.
  • ગ્રામ્ય વિસ્તારોના ઘરોમાં ખાસ કરીને ગાર-લીપણવાળા ઘરોમાં દિવાલની તિરાડો તેમજ દિવાલમાં રહેલા નાના છિદ્રોમાં રહે છે.

સેન્ડફ્લાયની ઉત્પત્તિ

સેન્ડ ફલાય તેની ઉત્પત્તિ માટે ઇંડા મુકે છે તેમાંથી મચ્છરની જેમ ઇયળ, કોશેટો અને તેમાંથી પુખ્ત માખી બને છે. આ સેન્ડ ફલાય નરી આંખે જોઈ શકાય તેવી સામાન્ય માખી કરતા ચાર ગણી નાની હોય છે.

આ પણ વાંચો   શરદી ઉધરસ ટિપ્સ: શિયાળામાં શરદી અને ઉધરસથી બચવું હોય તો આ વસ્તુ ખાવી, જે શરીરને રાખે છે ગરમ.

સેન્ડફ્લાય દ્વારા ફેલાતા રોગો

  • ચાંદીપુરમ
  • કાલા આઝાર
  • આ રોગ સામાન્ય રીતે 0 થી 14 વર્ષના બાળકોમાં (રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોવાના કારણે) જોવા મળે છે.

આ પણ વાંચો: PM Matru Vandna Scheme: ગર્ભવતી મહિલાઓને સરકાર આપે છે રૂપિયા 6000ની સહાય, જાણો અરજી કરવાની રીત

સેન્ડફ્લાયથી ફેલાતા ચાંદીપુરમ તાવ રોગના લક્ષણો

  • બાળકને સખત તાવ આવવો
  • ઝાડા થવા
  • ઉલ્ટી થવી
  • ખેંચ આવવી
  • અર્ધભાન કે બેભાન થવું.

સેન્ડફ્લાયથી થતા તેના દ્વારા ફેલાતા રોગોથી બચવા માટેના ઉપાયો

  • સેન્ડ ફલાયથી બચવા માટે ઘરની દિવાલોમાં અંદરના તેમજ બહારના ભાગમાં રહેલ છિદ્રો તેમજ તિરાડોને પુરાવી દેવી જોઈએ.
  • ઘરની અંદરના ભાગે શક્ય હોય ત્યાંસુધી હવા ઉજાસ (સૂર્ય પ્રકાશ આવે) રહે તેવી વ્યવસ્થા કરવી.
  • ૧૪ વર્ષ સુધીના બાળકોને જંતુનાશક દવાયુક્ત મચ્છરદાનીમાં સુવરાવવાનો આગ્રહ રાખો.
  • બાળકોને શક્ય હોય ત્યાં સુધી ખલ્લા શરીરે ઘરની બહાર આંગણામાં (ધુળમાં રમવા દેવા નહીં)
  • જો આવા લક્ષણ દેખાઈ તો તરત જ તમારા નજીકના ડોક્ટર પાસે તપસ કરાવવી.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરોClick here
Sandfly Mosquito
Sandfly Mosquito

Leave a Comment

error: Content is protected !!