Download Aadhar card: ફક્ત 1 ક્લીકમાં ઘરે બેઠા જાતે ડાઉનલોડ કરો તમારું આધારકાર્ડ, જાણો રીતે સિમ્પલ ભાષામાં

Download Aadhar card: આધારકાર્ડ ડાઉનલોડ: આજના સમયમાં આધારકાર્ડ એક ID તરીકે ફરજિયાત દસ્તાવેજ બની ગયો છે. જેના વગર તમારા સરકારી તેમજ બિન સરકારી કામો અટકી પડે છે. ત્યારે ઘણી વાર તમે કોઈ કામ અર્થે ઓફિસે કામ કરાવવા જાઓ છો ત્યારે ઘણી વખત આ આધારકાર્ડ ભૂલી જતાં હોવ છો અથવા તો તમારું આધારકાર્ડ ગુમ થઈ ગયું હોય તો તમારું કામ અટકી પડે છે. પણ જો તમે આજના ટેક્નોલૉજીના યુગમાં સ્માર્ટફોનનો ઉપયોગ કરો છો તો તમે તમારી જાતે તમારું આધારકાર્ડ તમારા ફોનમાં ડાઉનલોડ કરી શકો છો અને તે પણ ફક્ત 1 મિનિટમાં. તો આવો જોઈએ સ્ટેપ બાય સ્ટેપ Download Aadhar card કરવાની રીત.

Download Aadhar card

આધુનિક યુગમાં આધારકાર્ડ આપણી ઓળખ માટે એક અગત્યનું ડૉક્યુમેન્ટ બની ગયું છે. સિમ કાર્ડથી લઈને બેન્ક ખાતા સુધી તેમજ દરેક જગ્યાએ આધારકાર્ડ જરૂરી બની ગયું છે. જો તમે તમારું આધારકાર્ડ કાઢવી તો લીધું છે પણ તે ખોવાઈ ગયું છે અથવા તો ખરાબ થઈ ગયું છે તો તમે તમારું આધારકાર્ડ કોઈ દુકાને કે ઓફિસેથી કઢાવો છો તો તેના ઘણા રૂપિયા ચૂકવવા પડે છે પણ જો તમને જાતે આધારકાર્ડ ડાઉનલોડ કરી શકો તો તમે ઘણા રૂપિયા બચાવી શકો છો. આવો જોઈએ તેના વિશેની માહિતી.

આ પણ વાંચો: Pan card Redownload: તમારું પાનકાર્ડ ખોવાઈ કે તૂટી ગયું છે? તો 10 જ મિનિટમાં કરો ફરી ડાઉનલોડ, એ પણ Free માં.

આધારકાર્ડ ડાઉનલોડ કરવાની સિમ્પલ રીત

  • સૌથી પહેલા આધારકાર્ડની ઓફિશિયલ વેબસાઇટ https://uidai.gov.in/ પર જવાનું રહેશે.
  • હવે તેમાં તમારી ભાષા પસંદ કરો.
  • ત્યાર બાદ GET Aadhar નામના વિભાગમાં Download Aadhar ઓપ્શન જોવા મળશે.
  • જેમાં તમારો આધાર નંબર તેમજ કેપચા દાખલ કરવાના રહેશે.
  • હવે Send OTP પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યારબાદ તમારા રજીસ્ટર મોબાઈલ નંબર પર એક OTP આવશે.
  • હવે OTP દાખલ કરીને Download આધાર કરો.
  • હવે ઓપન કરવા માટે પાસવર્ડની જરૂર પડશે.
આ પણ વાંચો   Aadharcard Upadate: 10 વર્ષ જૂનું આધારકાર્ડ થઈ ગયું છે અમાન્ય, જાણો અપડેટ કરવા માટેની પ્રક્રિયા.

આ પણ વાંચો: 2024 ફેસ્ટિવલ લિસ્ટ: નવા વર્ષમાં ક્યો તહેવાર કઈ તારીખે આવે છે જાણો સંપૂર્ણ વર્ષના તહેવારોની વિગત.

પાસવર્ડ માટે

હવે તમે કરેલ Download આધાર એક PDF સ્વરૂપે મળશે અને જેને ઓપન કરવા માટે પાસવર્ડની જરૂર પડે છે. જેના માટે તમારા આધારકાર્ડ મુજબના પહેલા 4 (ચાર) અક્ષરો કેપિટલમાં અને જન્મ વર્ષ (YYYY ફોર્મેટમાં) દાખલ કરવાનું રહેશે. ઉદાહરણ તરીકે તમારા નામ ROHIT છે અને જન્મવર્ષ 1998 છે તો તમારે પાસવર્ડમાં ROHI1998 થશે.

અગત્યની લીંક

આધારકાર્ડ ડાઉનલોડ કરવા માટેની ઓફિશિયલ વેબસાઇટ માટેઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરોClick here
Download Aadhar card
Download Aadhar card

Leave a Comment

error: Content is protected !!