નવરાત્રી 2023: નવરાત્રી માટે ગાઈડલાઇન ડિકલેર, આટલા નિયમોનું કરવું પડશે પાલન.

નવરાત્રી 2023: Navratri 2023 Guide Line: થોડા જ સમય બાદ નવરાત્રીનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. ત્યારે માં આધ્યશક્તિની ઉપાસના કરવા માટે તેમજ ખેલૈયાઓ આખું વર્ષ રાહ જોતાં હોય છે. ખેલૈયાઑ નવરાત્રી દરમિયાન દરરોજ નવા નના ડ્રેશિંગ સાથે ગરબાના તાલે ઘૂમી ઊઠે છે. આ 10 દિવસમાં અનેરો ઉત્સવ ઉજવાતો હોય છે. દરેક ચોકે ચોકે ગરબીનું આયોજન થતું હોય છે. ત્યારે ઉજવતા આ ઉત્સવ માટે કાયદો અને વ્યવસ્થા જાળવવી એ પણ આપણા સૌની ફરજ છે. તેના માટે નવરાત્રી 2023 માટે પોલીસ દ્વારા એક ગાઈડલાઇન બહાર પાડવામાં આવી છે. તેમજ અન્ય વીમાઓ, ફાયરસેફટી સહિતના કડક નિયમો બનાવવામાં આવ્યા છે. જે દરેક લોકોને પાળવા પડશે. આવો જોઈએ શું બનાવવામાં આવ્યા છે નિયમો.

નવરાત્રી 2023

નવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. તેવામાં ગરબા આયોજકો અને ખેલૈયાને અનોરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આમતે અમદાવાદમા લગભગ 50 જેટલા પાર્ટી પ્લોટ સિવાય ફાર્મ હાઉસ અને ક્લબમાં આયોજનો થઈ રહ્યું છે. આ આયોજન માટે પોલીસ પરમીશન અને ફાયર સેફ્ટી અને સરકાર ઓથોરાઇઝ્સ અને આર્ટિસ્ટ, તેમજ સીસીટીવી, પાર્કિંગ અને સિક્યુરિટી તેમજ વીમા પોલિસી સહિતની બાબતો ફરજિયાત કરાય છે. તેમજ નોંધયેલ ડૉક્યુમેન્ટ અને સર્ટિફિકેટ રજૂ કરવાના રહેશે.

આ પણ વાંચો: Jio Money Plan: જીઓનો રિચાર્જ પ્લાન, મહિનાના 231 રૂપિયાનો ખર્ચ, 504GB Data; Unlimited Calling સાથે 336 દિવસની વેલીડિટી.

સિક્યુરિટી ગાર્ડ ફરજિયાત

આયોજકે કોઈ એન્ટ્રી અને એક્ઝિટ ગેટ પર પાર્કિંગ એરિયા કવર તે રીતે કેમેરા લગાવવાના રહેશે. અને તેનું રેકોર્ડિંગ પોલીસ માંગે ત્યારે દેવાનું રહેશે. જેમાં સિક્યુરિટી ગાર્ડ અને સ્વયં સેવકો રાખવા પડશે. તેમજ કોર્ટની ગાઈડલાઇન પ્રમાણે રાત્રિના 12:00 વાગ્યા સુધી લાઉડસ્પીકર વગાડવાના રહેશે. દર્દીઓ, વિદ્યાર્થીઓ તેમજ વૃદ્ધોને અડચણરૂપ ના થાય તે રીતે આયોજન કરવાનું રહેશે.

આ પણ વાંચો   સુરત એરપોર્ટ: સુરતના એરપોર્ટને અપાયો હેરિટેજ લુક, રાજમહેલને પાછળ છોડી તેવું છે આ એરપોર્ટ; જુઓ એક ઝલક

નવરાત્રી 2023 માટેની ગાઈડ લાઇન

આ વર્ષે નવરાત્રી 2023ની પોલીસે જાહેર કરાયેલી ગાઈડલાઇન નીચે મુજબ છે.

  • નવરાત્રી માટેની અરજી કરવાની રહેશે.
  • આયોજકનું આધારકાર્ડ ફરજિયાત આપવાનું રહેશે.
  • જગ્યા માલીકનું સંમતિ પત્રક (જગ્યા ભાડે આપી હોય તો તેનો પુરાવો)
  • મહિલા અને પુરુષ સિક્યુરિટી ગાર્ડની સંખ્યા સાથેની વિગતો.
  • ઇલેક્ટ્રીક ફીટીંગ અંગે સરકાર માન્ય ઇલેક્ટ્રિશિયનનું પ્રમાણપત્ર

આ પણ વાંચો: Earthquake Alert System: ભૂકંપ આવતા પહેલા તમારો મોબાઈલ કરશે તમને એલર્ટ, જુઓ કઈ રીતે કામ કરશે આ સિસ્ટમ.

  • જનરેટરની વ્યવસ્થા કરી છે કે નહીં. તેની વિગત.
  • CCTV કેમેરા ક્યાં કેટલા લાગ્યાવ્ય છે તેની વિગત.
  • સાઉન્ડ સિસ્ટમ વાળા વ્યક્તિનું નામ, સરનામું સહિતની વિગતો.
  • આર્ટિસ્ટનું સંમતિ પત્ર
  • વીમા પોલિસી
  • પાર્કિંગની વ્યવસ્થાની વિગત.

ટ્રાફિકની સમસ્યા ન કરવી.

નવરાત્રી 2023 દરમિયાન ગરબા આયોજકોમાં પાર્કિંગ અને ટ્રાફિક જાળવવાનું સૌથી અગત્યનું છે. તેથી જ અમદાવાદ પોલીસ દ્વારા તેના પર વધારે ફોકસ કરાયું છે. સાથે આયોજકોએ એન્ટ્રી એક્ઝિટ અને પાર્કિંગ એરિયા થાય તે રીતે CCTV કેમેરા લગાવવા પડશે. અને તેનું રેકોડિંગ પોલીસ માંગે ત્યારે આપવાનું રહેશે. મહિલા અને પુરુષ સિક્યુરિટી ગાર્ડ તથા સ્વયં સેવકો રાખવા પડશે.

રાત્રે 12 વાગ્યા સુધી જ આયોજન કરવું.

નવરાત્રી દરમિયાન લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે ગરબા રમવા માટે રાત્રિના 12 વાગ્યા સુધી જ મંજૂરી આપવામાં આવશે. તેથી 12 વાગ્યા બાદ ગરબા બંધ કરી દેવાના રહેશે. આ સાથે જ લિમિટમાં લાઉડ સ્પીકર વગાડવાના રહેશે જેથી વૃધ્ધ લોકો, વિદ્યાર્થીઓ, દર્દીને અડચણરૂપ ના થાય.

આ પણ વાંચો: PUC Certificate Download: તમારા વાહનનું PUC સર્ટિફિકેટ ડાઉનલોડ કરો તમારા મોબાઇલમા, જુઓ પ્રક્રિયા.

તેમજ બીજી બાજુ ગુજરાતમાં નાની ઉમરમાં વધી રહેલા હાર્ટ એટેકના કેશથી આ નવરાત્રી 2023 ને લઈને રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા નવરાત્રી આયોજકો સાથે મિટિંગ કરી હતી. જેમાં નક્કી કરવામાં આવ્યું કે નવરાત્રી આયોજનમાં જે સ્થેલે નવરાત્રી યોજાઇ રહી છે તે સ્થળે ડોક્ટરોની ટિમ સાથે રાખવી પડશે. તેમજ આયોજકો માટે પ્રાથમિક સારવાર, CRP ની ટ્રેનીંગ પણ લેવા સૂચના આપવામાં આવી છે. રાજકોટ મહા નગરપાલિકા, જિલ્લા પંચાયત, સિવિલ હોસ્પિટલ, IAM ના તબીબો સાથે સંકલન કરી હાર્ટ એટેકથી બચવા નવરાત્રીમાં શું કરવું તેની સલાહ પણ જાહેર કરવામાં આવી છે.

આ પણ વાંચો   વિજયા દશમી 2023: વિજયા દશમી અને દશેરા બંન્ને અલગ અલગ છે, શું તમે જાણો છો; આવો જોઈએ તમારા પ્રશ્નોનું સમાધાન.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરોઅહી ક્લિક કરો
નવરાત્રી 2023
નવરાત્રી 2023

1 thought on “નવરાત્રી 2023: નવરાત્રી માટે ગાઈડલાઇન ડિકલેર, આટલા નિયમોનું કરવું પડશે પાલન.”

Leave a Comment

error: Content is protected !!