Aadharcard Upadate: આધારકાર્ડ અપડેટ: આધારકાર્ડ અપડેટ પ્રક્રિયા: ભારત સરકાર દ્વારા આધારકાર્ડને એક મહત્વ પૂર્ણ દસ્તાવેજ બનાવી દીધો છે. ગમે તે જગ્યા પર જાઓ સરકારી કચેરી, ખાનગી કંપની, મોબાઇલના સીમા કાર્ડ લેવા માટે, કોઈ જગ્યાએ રજીસ્ટ્રેશન કરવા માટે વગેરે જગ્યાએ આધારકાર્ડ અગત્યનું છે. ત્યારે જે લોકો પાસે હજુ આધારકાર્ડ નથી તેઓને ઘણી સમસ્યા સર્જાતી હોય છે. અથવાતો ઘણા પાસે આધારકાર્ડ હોય છે પરંતુ અપડેટ થયેલા ન હોવાને લીધે પણ તકલીફ સર્જાય છે. તેમજ જેમની પાસે 10 વર્ષ જૂનું આધારકાર્ડ છે અને તેમને અપડેટ કરવામાં સમસ્યા સર્જાતી હોય તો આજે અમે Aadharcard Upadate નામની પોસ્ટ લઈને આવ્યા છે જે તમને કામ લાગશે.
Aadharcard Upadate
આપણી પોતાની ઓળખ સાથે જોડાયેલા આધારકાર્ડ વગર આજે જે સમસ્યા સર્જાય છે તે કઈક અલગ જ હોય છે. બેન્ક ખાતું ખોળવવાથી લઈને મોબાઇલના સિમ કાર્ડ ખરીદવા સુધી આધારકાર્ડ ઉપયોગી બને છે. પરંતુ તમારી પાસે આધારકાર્ડ છે છતાં પણ તે અચાનક જ અમાન્ય થઈ જાય તો? હકીકતમાં યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરીટી ઓફ ઈન્ડિયા એ આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે જણાવ્યુ છે. UIDAI એ એવા લોકોને આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે જણાવ્યુ છે કે જે લોકોને આધારકાર્ડ કઢાવેલા હોય અને તેને 10 વર્ષ થઈ ગયા હોય. તેમના આધારકાર્ડને અપડેટ કરવા જણાવ્યુ છે. સરકાર દ્વારા ડેટા બેંકમાં માહિતી બાબતે ચોકસાઇ માટે આ પગલું ભર્યું છે.
આધારકાર્ડ અપડેટ કેવી રીતે કરવું.
તમારું આધારકાર્ડ અપડેટ કરાવવા માટે તમારા નજીકના આધારકાર્ડ કેન્દ્રો પર જઈને કરવી શકો છો. તેમજ તમે ઘરે બેઠા તમારું Aadharcard Upadate કરી શકો છો. જે Myaadhar પોર્ટલ પર જઈને થઈ શકે છે. UIDAI જણાવ્યુ હતું કે સરકારી કે ખાનગી સેવાઓ અને સુવિધાઓનો લાભ લેવા માટે તમારા આધારકાર્ડમાં ડૉક્યુમેન્ટ અપડેટ રાખવાના રહેશે. તમારે Aadharcard Upadate કરાવવા માટે મિનિમમ ફી ભરવી પડશે. જે 25 રૂપિયા ઓનલાઈન પ્લેટફોર્મ પર અને 50 રૂપિયા ઓફલાઇન પ્લેટફોર્મ પર છે.
UIDAI એ પોતાની ટ્વિટમાં જણાવ્યુ કે આ કામ માટે તમે સેલ્ફ સર્વિસ અપડેટ પોર્ટલ પર એટ્લે કે SSUP માં તમારું નામ, એડ્રેસ ઓનલાઈન અપડેટ કરી શકો છો. જ્યારે અન્ય વિગતો અપડેટ કરાવવા માટે જેવી કે ઇ-મેઈલ, મોબાઈલ નંબર, લિંગ, જન્મ તારીખ, સરનામું, અથવા નામ જેવી ડેમોગ્રાફિક ડિટેલ માટે તમારે નજીકના આધાર કેન્દ્રો પર જવાનું રહેશે.
આધારકાર્ડ અપડેટ કરવા માટેના સ્ટેપ
આ Aadharcard Upadate કરાવવા માટે નીચે મુજબના સ્ટેપ ફોલો કરો.
આ પણ વાંચો: PUC Certificate Download: તમારા વાહનનું PUC સર્ટિફિકેટ ડાઉનલોડ કરો તમારા મોબાઇલમા, જુઓ પ્રક્રિયા.
- સૌપ્રથમ UIDAI ની ઓફિશિયલ વેબસાઇટ https://uidai.gov.in/ ની મુલાકાત લો.
- ત્યાર બાદ My Aadhar ટેબ હેઠળ Demographicસ Data & Check Status પર ક્લિક કરો.
- જે તમે https://myaadhaar.uidai.gov.in/ પર જવાનું કહેશે.
- ત્યાર બાદ તમારો આધારકાર્ડ નંબર અને કેપચા દાખલ કરવાના રહેશે.
- હવે રજીસ્ટર મોબાઈલ નંબર પર 1 OTP આવશે.
- ત્યાર બાદ Update Aadhar Online પર ક્લિક કરો.
- હવે Procced to Update Aadhar પર ક્લિક કરો.
- ત્યાર બાદ જે જાણકારી મુજબ અપડેટ કરવી તેના પર ક્લિક કરો.
- હવે Procced to Update Aadhar પર જવાનું રહેશે.
- ત્યાર બાદ તમારી રિકવેસ્ટ સબમિટ કરો.
અગત્યની લીંક
| UIDAI ની ઓફિશિયલ વેબસાઇટ માટે | અહિં ક્લીક કરો |
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરો | અહીં ક્લિક કરો |
| Whatsapp Group માં જોડાવા | અહીં ક્લિક કરો |

1 thought on “Aadharcard Upadate: 10 વર્ષ જૂનું આધારકાર્ડ થઈ ગયું છે અમાન્ય, જાણો અપડેટ કરવા માટેની પ્રક્રિયા.”