પુરગ્રસ્ત વેપારીઓને સહાય: ગુજરાત સરકારે જાહેર કરી પુરગ્રસ્ત વેપારી માટેની સહાય, જાણો કોને કેટલી મળશે સહાય.

પુરગ્રસ્ત વેપારીઓને સહાય: Narmda pur Sahay: નુકશાની માટેની સહાય: થોડા સમય પહેલા રાજયમાં ભારે વરસાદની સ્થિતિ સર્જાણી હતી તેમજ ગુજરાત સિવાય અન્ય મધ્યપ્રદેશમાં ભારી માત્રામાં વરસાદ પડ્યો હતો. જેને પગલે નર્મદા નદીના પાણીની સ્થિતિ ભયંકર સપાટી પર પહોચી ગઈ હતી. જેના કારણે નર્મદા નદીના દરવાજા ખોલવામાં આવ્યા હતા જેના લીધે ગુજરાતનાં ભરુચ, અંકલેશ્વર જેવા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. અને લોકોને ખેતીમાં તથા ઘરોમાં તેમજ દુકાનોમાં નુકશાની વેઠવી પડી હતી. આ નુકશાનીની ભરપાઈ કરવા માટે ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા આજે આ પુરગ્રસ્ત વેપારીઓને સહાયની જાહેરાત કરવામાં આવી છે. જાણો ક્યાં વેપારીને કેટલી સહાય મળશે.

પુરગ્રસ્ત વેપારીઓને સહાય 2023

ગુજરાતમાં 16 થી 18 સપ્ટેમ્બર ના રોજ ભરુચ, નર્મદા તેમજ વડોદરામાં થયેલ ભારે વરસાદને પગલે નાના અને મોટા ધંધાર્થીઓને અસરગ્રસ્ત વિસ્તારોમાં નુકશાની થયેલ હોય તેવા લોકો માટે સરકાર દ્વારા પુરગ્રસ્ત વેપારીઓને સહાય આપવાનું નક્કી કરેલ છે. મુખ્યમંત્રીની આગેવાનીમાં એક બેઠક યોજાઇ હતી જેમાં નક્કી કરવામાં આવ્યુંકે નાના અને મધ્યમ વર્ગના ધંધાર્થીઓને સહાય આપવાનું નક્કી કર્યું છે. અને જાહેરાત કરવામાં આવી છે. જેમાં રેકડી ધારકોને , નાની કેબિન ધારકો તેમજ મોટી કેબિન વાળા લોકોને જુદી જુદી સહાય આપવાનું નક્કી કરેલ છે.

આ પણ વાંચો: Gold Latest Rate: આજના સોનાના ભાવ, જાણો આજના તમારા શહેરના સોના ચાંદીના લેટેસ્ટ ભાવો અહીથી.

GST રિટર્ન પ્રમાણે સહાય ચૂકવશે.

આ એવી જાહેરાત કરવામાં આવી છે કે નાની અને મધ્યમ કક્ષાની પાકી દુકાનો ધરાવતા લોકોને 85 હજાર તેમજ મોટી અને પાકી દુકાનો ધરાવતા વેપારીને 20 લાખા લોન પર 3 વર્ષ માટે 7 ટકા સહાયતાની જાહેરાત કરવામાં આવી છે. આ સહાય અંતર્ગત વધુમાં વધુ 5 લાખની સહાય મળવા પત્ર છે. અને તે GST રિટર્ન મુજબ સહાયતા ચૂકવાશે.

સહાયતાની રકમ

લારી, રેકડી, નાની સ્થાયી કેબિન, મોટી સ્થાયી કેબિન, નાની અને મધ્યમ કક્ષાની પાકી દુકાન, મોટી દુકાન, નાની અને મધ્યમ કક્ષાની દુકાન એટ્લે કે જે દુકાનનું બાંધકામ પાકું અને સ્થાયી માળખું ધરાવતા હોય તેવા અસરગ્રસ્ત વિસ્તારોમાં ગુજરાત સરકાર દ્વારા સહાય આપવાની જહરત કરવાં આવી છે. તેમજ બેન્ક લોન માટે વ્યાજની સબસિડીની સહાય આપવાનું નક્કી કર્યું છે.

આ પણ વાંચો   STમાં UPIનો પ્રારંભ: હવે ST બસમાં મુસાફરી દરમિયાન ખિસ્સામાં રૂપિયા નહીં હોય તો ચાલશે, હવે ડિજિટલ પેમેન્ટથી ખરીદી શકશો ટિકિટ.

આટલી સહાય મળશે.

આ પુરગ્રસ્ત વેપારીઓને સહાય નીચે મુજબ મળવા પાત્ર છે.

પ્રકારસહાયની રકમ
લારી / રેકડીઉચ્ચક રોકડ સહાય રૂ. 5000
નાની સ્થાયી કેબિન ધારકો 40 ચોરસ ફૂટ સુધીનો વિસ્તારઉચ્ચક રોકડ સહાય રૂ. 20,000
મોટી સ્થાયી કેબિન ધારકો 40 ચોરસ ફૂટ કરતાં વધારે વિસ્તારઉચ્ચક રોકડ સહાય રૂ. 40,000
નાની અને મધ્યમ કક્ષાની પાકી દુકાન એટ્લે કે પાકા બાંધકામ વાળી જેનું માસિક ટર્નઓવર (GST રિટર્ન પ્રમાણે) રૂ. 5 લાખ સુધીનું હોય.ઉચ્ચક રોકડ સહાય રૂ. 85,000
મોટી દુકાન એટ્લે કે પાકા બાંધકામ વાળી જેનું માસિક ટર્નઓવર (GST રિટર્ન પ્રમાણે) રૂ. 5 લાખથી વધારે હોય.રૂપિયા 20 લાખ સુધીની લોન લેનારને 3 વર્ષ સુધી વ્યાજ સહાય 7 % ના દરે વધુમાં વધુ કુલ રૂ. 5 લાખ સુધીની સહાય.

આ પણ વાંચો: PM આવાસ યોજના: પ્રધાનમંત્રી આવાસ યોજના 2023, જુઓ અરજી કરવાની સંપૂર્ણ માહિતી.

વેપારીઓને ફરીથી બેઠા કરવા માટે સહાય

સપ્ટેમ્બર મહિનામાં પડેલ ભારે વરસાદને પગલે ભરુચ. નર્મદા, વડોદરા જિલ્લાના વિસ્તારોમાં થયેલ ભારે વરસાદ તેમજ નર્મદા નદી અને ઓરસંગ નદીના પૂરને કારણે અસરગ્રસ્ત ગામોના નાના અને મધ્યમ વર્ગના વેપાર સાથે જોડાયેલ લોકો માટે નુકશાની માથી બેઠા કરવા માટે રહે સહાયની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ભરુચ જિલ્લાના 40 ગામો અને 2 શહેરો, તેમજ વડોદરા જિલ્લાના 31 ગામો અને નર્મદા જિલ્લાના 32 ગામોના અસરગ્રસ્ત પુરગ્રસ્ત વેપારીઓને સહાયની જાહેરાત કરવામાં આવી છે.

અરજી કરવાની રહેશે.

આ પુરગ્રસ્ત વેપારીઓને સહાય મેળવવા માટે સર્વે કરી ફોટોગ્રાફી, વિડિયોગ્રાફી જેવા આધારોને ધ્યાનમાં લઈને સહાય ચૂકવવામાં આવશે. આ સહાય મેળવવા માટે અસરગ્રસ્તોએ 31/10/2023 સુધીમાં મામલતદાર, નગરપાલિકાના ચીફ ઓફિસરને અરજી કરવાની રહેશે. આ સહાય મંજૂર કરવા સબંધિત પ્રાંત અધિકારી નીચે એક સમિતિની રચના કરવાંમાં આવશે. તેમજ જરૂરી આધાર પુરાવા સાથે આ અરજી કરવાની રહેશે.

આ પણ વાંચો   Rule Change November: 1 નવેમ્બરથી બદલનારા નિયમો, શું પડશે તમારા પર અસર.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરોClick here
પુરગ્રસ્ત વેપારીઓને સહાય
પુરગ્રસ્ત વેપારીઓને સહાય

1 thought on “પુરગ્રસ્ત વેપારીઓને સહાય: ગુજરાત સરકારે જાહેર કરી પુરગ્રસ્ત વેપારી માટેની સહાય, જાણો કોને કેટલી મળશે સહાય.”

Leave a Comment

error: Content is protected !!