એશીયાકપ 2023 ફાઇનલ: શું ભારત અને પાકિસ્તાન એશીયાકપની ફાઈનલમાં ટકરાશે?, શું કહે છે સમીકરણો

એશીયાકપ 2023 ફાઇનલ: Asia Cup 2023 Final: Ind VS Pak: તાજેતરમાં એશીયાકપ 2023 ચાલી રહ્યો છે. અને પહેલા નેપાલ અને અફઘાનિસ્તાન જેવી ટીમો બહાર થઈ ગાય છે. ત્યારે બાદ સુપર 4 રમાય રહ્યું છે. આ સુપર 4 માં ભારતે 2 મેચ રમી છે. જેથી 1 પાકિસ્તાન સામે અને 2 શ્રીલંકા સામે. આ બંને મેચ ભારતે જીતી લીધી છે. અને એશીયાકપ 2023 ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. ત્યારે આ રેસ માથી બાંગલાદેશ બહાર થયું છે. પણ શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચે કાંટાની ટક્કર ચાલી રહી છે.

આ ટક્કરથી હવે એ જોવાનું છે કે ભારત સામે ફાઈનલમાં શ્રીલંકા કે પાકિસ્તાન કોણ ટકરાશે. બાબતે હજુ પરિણામ આવવાનું બાકી છે. ત્યાર લોકો ભારત અને પાકિસ્તાન એશીયાકપ 2023 ફાઇનલ મેચ રમે તેવી ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે. તો હવે એ જોવાનું છે કે આ રેસમાં પાકિસ્તાનને ફાઇનલ રમવા માટે કઈ રીતે જીતવું પડે છે. શું કહે છે સમીકરણો, આવો જોઈએ.

એશીયાકપ 2023 ફાઇનલ

એશીયા કપમાં ભારતીય ટિમ એક જોરદાર પરફોમન્સ આપ્યું છે. રવિવારના રોજ ભારતે પાકિસ્તાનને મોટા માર્જિનથી હરાવી દીધી છે. ત્યારે બાદ મંગલવારે ભારત શ્રીલંકાની મેચમાં ભારતના લો સ્કોરે પણ શ્રીલંકાને હાર આપી હતી અને રોહિત શર્માની કેપ્ટનશિપ હેઠળ ભારતીય ટીમે મંગળવારે શ્રીલંકાને હરવાની એશીયાકપના ફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. ત્યાર બાદ હવે 15 સપ્ટેમ્બરે ભારત અને બાંગલાદેશ વચે ટક્કર થવાની છે.

આ પણ વાંચો: ભારે વરસાદની આગાહી: આવતા 5 દિવસ છે આટલા જીલ્લાઓમા વરસાદની આગાહી, નોંધી લો તારીખ.

ભારત VS પાકિસ્તાન

એશીયાકપ ની ફાઇનલ 17 સપ્ટેમ્બર 2023 ના રોજ રમનાર છે. આ ફાઇનલમાં ભારત સામે કાં તો શ્રીલંકા અને કાં તો પાકિસ્તાન રમશે. પરંતુ લોકોની તીવ્ર ઈચ્છા એમ કહે છે કે ફાઇનલ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાય. હવે પાકિસ્તાનને ફાઈનલમાં પ્રવેશવા માટે 14 સપ્ટેમ્બર ના રોજ રામનારી શ્રીલંકા સામેની મેચમાં જીતવું પડે છે અને જો આ મેચ શ્રીલંકા જીતે તો તે ફાઈનલમાં પ્રવેશી જશે. એટ્લે 14 સપ્ટેમ્બર ના રોજ પાકિસ્તાન અને શ્રીલંકાની મેચમાં ધમશણ જોવા મળશે.

આ પણ વાંચો   World Cup Rules Change: આ વર્લ્ડ કપમા આટલા નિયમો બદલાઈ જશે, જુઓ શું થશે ફેરફાર.

જો મેચ રદ થઈ તો

14 સપ્ટેમ્બરના રોજ રામનારી શ્રીલંકા અને પાકિસ્તાનની મેચમાં જો વરસાદ પડે અને રદ થાય તો બંને ટીમને 1-1 પોઈન્ટ મળવા પાત્ર છે. આ પોઈન્ટની ગણતરી સ્તહે બંને ટીમની નેટ રનરેટ જોવામાં આવશે. અને જો આવું થશે તો તો શ્રીલંકા ને મોકો મળી જશે. કારણ કે આ સ્થિતિમાં શ્રીલંકાની નેટ રનરેટ પાકિસ્તાન કરતાં વધારે છે. જેથી શ્રીલંકા એશીયાકપ 2023 ફાઇનલમાં પ્રવેશી જશે.

મંગળવાર પછીનું પોઈન્ટ ટેબલ

  • ભારત 2 મેચ – 4 પોઈન્ટ સાથે 1 ક્રમ પર – 2.690 નેટ રનરેટ
  • શ્રીલંકા 2 મેચ – 2 પોઈન્ટ સાથે 2 ક્રમ પર – -0.200 નેટ રનરેટ
  • પાકિસ્તાન 2 મેચ – 2 પોઈન્ટ સાથે 3 ક્રમ પર – -1.892 નેટ રનરેટ
  • બાંગલાદેશ 2 મેચ – 0 પોઈન્ટ સાથે 4 ક્રમ પર – -0749 નેટ રનરેટ

ભારત પાકિસ્તાન મેચ પરિણામ

તાજેતરમાં ચાલી રહેલા એશીયા કપ 2023 માં ભારત અને પાકિસ્તાન વચ્ચે 2 મેચ રમાઈ ચૂકી છે. પહેલી મેચ ગ્રૂપ સ્ટેજમાં રમાઈ હતી જેમાં ભારતીય ટિમ દ્વારા પહેલા બેટિંગ કરતાં 266 રન કર્યા હતા પરંતુ વરસાદના કારણે આ મેચ રદ થઈ હતી. ત્યાર બાદ સુપર 4 ની મેચમાં ભારત અને પાકિસ્તાનની મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરતાં 357 રન કર્યા હતા. આ મેચમાં પણ વરસાદ પડ્યો હતો પરંતુ આ મેચ રિઝર્વ ડે ના રોજ રમાયો હતો જેમાં ભારતીય ટીમે પાકિસ્તાનને 228 રનના વિશાળ અંતરે મેચને હરાવી હતી. આ મેચ ભારતીય ટીમે પાકિસ્તાન સામે સૌથી મોટા માર્જિનથી જીતેલી મેચ હતી.

અગત્યની લિંક

હોમ પેજ પર જાઓઅહી ક્લિક કરો
અમારા Whatsapp Group માં જોડાવા માટેઅહી ક્લિક કરો
એશીયાકપ 2023 ફાઇનલ
એશીયાકપ 2023 ફાઇનલ

Leave a Comment

error: Content is protected !!