Manav kalyan Yojana 2023: માનવ કલ્યાણ યોજના 2023: માનવ કલ્યાણ યોજના અરજી ફોર્મ: ગુજરાત સરકાર દ્વારા નાના ધંધાર્થીઓને આર્થીક પગભર બનાવવા અને તેમના વ્યવસાયમા મદદરૂપ થવા તથા આત્મનિર્ભર બનાવવા અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામા આવે છે. આવી જ એક યોજના Manav kalyan Yojana 2023: માનવ કલ્યાણ યોજના 2023 છે. આ યોજનામા કુલ 28 પ્રકારના વ્યવસાય માટે ટુલ્સ કીટ સહાય રૂપે આપવામા આવે છે. આ યોજનાની તમામ માહિતી મેળવીશુ.
Manav kalyan Yojana 2023: માનવ કલ્યાણ યોજના 2023: માનવ કલ્યાણ યોજના અરજી ફોર્મ જે લોકો ની વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય કક્ષાએ 1,20,000 હોય તેવા લોકો આ સહાય માટે અરજી કરી શકે છે અને શહેરી વિસ્તાર માં રહેતા લોકો માટે આવક મર્યાદા 1,50,000 હોય તેવા લોકો માનવ કલ્યાણ યોજના માટે તેની સતાવાર વેબસાઇટ https://e-kutir.gujarat.gov.in પર જઈ ને ઓનલાઈન અરજી કરી શકે છે.
આ પણ વાંચો: બ્યુટી પાર્લર કીટ સહાય 2023 યોજના
Manav kalyan Yojana 2023
| યોજના | Manav kalyan Yojana 2023 |
| અમલીકરણ વિભાગ | કુટીર અને ગ્રામોદ્યોગ |
| યોજનાનો હેતુ | સ્વરોજગારીની તકો |
| કચેરી સંપર્ક | જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર |
| અરજી કરવાનો પ્રકાર | ઓનલાઈન અરજી |
| Official Website | https://e-kutir.gujarat.gov.in |
આ પણ વાંચો: ફ્રી સિલાઇ મશીન યોજના તમામ માહિતી
માનવ કલ્યાણ યોજના 2023
નાના વ્યવસાયકારોને મદદરૂપ થવા માટેની આ યોજનામાં આર્થિક રીતે પછાત વર્ગોના સમુહને પુરતી આવક અને સ્વરોજગારી ની તકો ઉભી કરવા માટે વધારાના ઓજારો/સાધનો ની ટુલ્સ કીટ રૂપે સહાય આપવામાં આવે છે. આ યોજના ગરીબી રેખાની નીચે જીવતી વ્યકિતઓ/કારીગરોની આર્થીક સ્થિતિ સુધારવા માટેની અગાઉની સ્વરોજગાર યોજનાને બદલે 1995 થી શરૂ કરવામાં આવી છે. આમાં ફેરીયા, શાકભાજી વેચનાર, સુથારીકામ વગેરે જેવી ૨૮ પ્રકારના વ્યવસાયો માટે નાના પ્રકારના વેપાર/ધંધા કરવા સમાજના નબળા વર્ગોના લોકો કે જેની કુટુંબની વાર્ષીક આવક નિયત મર્યાદા કરતા ઓછી હોય તેવા લોકોને સ્વરોજગારીની તકો ઉભી કરવા માટે વ્યવસાય માટે જરૂરી સાધન/ઓજાર સહાય ટુલકીટની યાદી મુજબની મર્યાદામાં આપવામાં આવે છે.
માનવ કલ્યાણ યોજના વ્યવસાય લીસ્ટ
માનવ કલ્યાણ યોજના 2023 મા નીચેના વ્યવસાય માટે સાધન સહાય ટુલ્સ કીટ મળવાપાત્ર છે.
- કડીયાકામ
- સેન્ટીંગ કામ
- વાહન સર્વિસીંગ અને રીપેરીંગ
- મોચી કામ
- ભરત કામ
- દરજી કામ
- કુંભારી કામ
- વિવિધ પ્રકારની ફેરી
- પ્લ્બર
- બ્યુટી પાર્લર
- ઇલેક્ટ્રીક એપ્લાયંસીસ
- ખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામ
- સુથારી કામ
- ધોબી કામ
- સાવરણી સુપડા બનાવનાર
- દુધ-દહીં વેચનાર
- માછલી વેચનાર
- પાપડ બનાવટ
- અથાણાં બનાવટ
- ગરમ, ઠંડાપીણાં, અલ્પાહાર વેચાણ
- પંચર કીટ
- ફલોરમીલ
- મસાલા મીલ
- રૂ ની દીવેટ બનાવવી (સખી મંડળની બહેનો)
- મોબાઇલ રીપેરીંગ
- પેપર કપ અને ડીશ બનાવટ (સખી મંડળ)
- હેર કટીંગ (વાળંદ કામ)
આ પણ વાંચો: PM સ્વનિધી યોજના મળશે રૂ.50000 સુધીની લોન
માનવ કલ્યાણ યોજના આવક મર્યાદા
આ યોજનામા આવક મર્યાદા માટે નીચે મુજબની 2 શરતો રાખેલી છે.
- આ યોજનાનો લાભ લેવા માટે ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓ માટે જિલ્લા ગ્રામ વિકાસ વિભાગની ગરીબી રેખાની યાદીમાં સમાવેશ થયેલ હોવો જોઇએ. આવા લાભાર્થીએ આવકનો દાખલો રજૂ કરવાનો રહેતો નથી.
અથવા
- આ યોજનાનો લાભ લેવા માટે અરજદારના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.120000/- અને શહેરી વિસ્તાર માટે રૂ.150000/- સુધી હોવી જોઇએ તે અંગેનો તાલુકા મામલતદાર અથવા નગરપાલિકા ચીફ ઓફીસર અથવા મહાનગરોમાં મહાનગરપાલિકાના અધિકૃત કરેલા અધિકારીનો આવકનો દાખલો અચૂક રજૂ કરવાનો રહેશે.
વય મર્યાદા
માનવ કલ્યાણ યોજના નો લાભ લેવા માટે અરજદારઈ ઉંમર 16 વર્ષ થી 60 વર્ષની વચ્ચે હોવી જોઇએ.
ડોકયુમેન્ટ લીસ્ટ
- આધાર કાર્ડ
- રેશનકાર્ડ
- રહેઠાણનો પુરાવો (વીજળી બિલ / લાઇસેંસ / લીઝ કરાર / ચૂંટણી કાર્ડ)
- જાતી નો દાખલો
- આવકનો દાખલો
- અભ્યાસના પુરાવા
- વ્યવસાયલક્ષી તાલીમ લીધી હોવાના પુરાવા
- બાંહેધરીપત્રક (નોટરાઇઝ સોગદનામું)
- એકરારનામું
માનવ કલ્યાણ યોજના અરજી ફોર્મ
આ યોજનામા ઓનલાઇન અરજી કરવા માટે નીચે મુજબની પ્રોસેસ ફોલો કરવાની રહેશે.
- સૌ પ્રથમ આ માટે કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગની ઓફીસીયલ વેબસાઇટ https://e-kutir.gujarat.gov.in ખોલવાની રહેશે.
- ત્યારબાદ આ વેબસાઇટમા ઉપર આપેલા વિવિધ વિભાગ પૈકી કમિશનર,કુટીર અને ગ્રામોદ્યોગ પર ક્લીક કરો.
- ત્યારબાદ વિવિધ યોજનાઓનુ લીસ્ટ તમને દેખાશે. તેમાથી માનવ ક્લ્યાણ યોજના પર ક્લીક કરો.
- આ યોજનાની તમામ માહિતી આપને દેખાશે તે વાંચી લો.
- ત્યારબાદ ઓનલાઇન અરજી કરો. જેમા સૌ પ્રથમ તમારુ રજીસ્ટ્રેશન કરો અને ત્યારબાદ તમારી માંગવામા આવેલી માહિતી ભરો.
- માંગેલા ડોકયુમેન્ટ અપલોડ કરો.
- ડોકયુમેન્ટ અપલોડ કરતી વખતે એક ખાસ ધ્યાન રાખો કે ઓરીજીનલ ડોકયુમેન્ટ ને સ્કેન કરીને જ અપલોડ કરો.
- ત્યારબાદ અરજી કંફર્મ કરી પ્રીન્ટ કાઢી તમારી પાસે સેવ રાખો.
માનવ કલ્યાણ યોજના રજીસ્ટ્રેશન
માનવ કલ્યાણ યોજના માટે અરજી કરવા માટે સૌ પ્રથમ તમારે તમારુ નવુ રજીસ્ટ્રેશન કરવાનુ રહેશે. જેમા નીચેની વિગતો સબમીટ કરો.
- પુરૂ નામ અંગ્રેજીમા
- આધાર કાર્ડ નંબર
- જન્મ તારીખ
- મોબાઇલ નંબર
- ઈ મેઇલ
- વગેરે
ઉપર મુજબની વિગતો નાખી સૌ પ્રથમ તમારુ રજીસ્ટ્રેશન કરો ત્યારબાદ તમે લોગીન થઇ ઓનલાઇન ફોર્મ ભરી શકસો.
માનવ કલ્યાણ યોજના માટે તા. 1 એપ્રીલ 2023 થી ઓનલાઇન ફોર્મ ભરવાનુ ચાલુ થશે. માનવ કલ્યાણ સરકારની કલ્યાણકારી યોજના છે. જે નાના વ્યવસાયકારો માટે ખૂબ જ ઉપયોગી છે. આ યોજનાની તમામ ડીટેઇલ માહિતી કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગની ઓફીસીયલ વેબસાઇટ પરથી મળી રહેશે. ઓનલાઇન ફોર્મ પણ આ જ વેબસાઇટ પર ભરવાના હોય છે.
માનવ કલ્યાણ યોજના હેલ્પલાઇન
આ યોજનામા ઓનલાઇન અરજી કરવા માટે વિશેષ માહિતીની જરૂર હોય તો 9909926280 અને
9909926180 છે. જેના પર સંપર્ક કરી શકસો. ઉપરાંત તમાર જિલ્લા ના જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર પરથી પણ વધુ માહિતી મળી રહેશે. તમામ જિલ્લા ના જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ના સરનામા અને ફોન નંબર નીચે આપેલ છે. જેના પર સંપર્ક કરી શકસો. આ યોજના માટે ઓનલાઇન ફોર્મ ભરવાનુ શરૂ થઇ ગયેલ છે.
માન કલ્યાણ યોજના માટે વધુ માહિતી માટે કુટીર અને ગ્રામોદ્યોગ ની ઓફીસીયલ વેબસાઇટ e-kutir.gujarat.gov.in પર વહ્દુ માહિતી મળી રહેશે.
Manav kalyan Yojana 2023 Link
| ઓફીસીયલ વેબસાઇટ પર માહિતી વાંચો | અહિં ક્લીક કરો |
| ઓનલાઇન અરજી ફોર્મ | અહિં ક્લીક કરો |
| જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર સરનામા | અહિં ક્લીક કરો |
| Home page | Click here |
| follow us on Google News | click here |
| Join our whatsapp Group | Click here |

માનવ કલ્યાણ યોજના માટે ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?
https://e-kutir.gujarat.gov.in
માનવ કલ્યાણ યોજના 2023 માં કોને લાભ મળે છે ?
ગુજરાત રાજ્યના તમામ લોકો કે જેની વાર્ષિક આવક 120000 ગ્રામ્ય કક્ષાએ અને શહેરી વિસ્તારમાં 150000 આવક હોય તેવા તમામ લોકો ને લાભ મળે છે .
Manav Kalyan Yojana 2023 મા ક્યાં વ્યવસાય માટે સહાય મળી શકે છે ?
આ યોજના માં કુલ 27 પ્રકારના અલગ અલગ વ્યવસાય માટે સહાય મળી શકે છે.
માનવ કલ્યાણ યોજના અંતર્ગત કોઈ પણ પ્રશ્નો હોય તો સહાયતા માટે નંબર ક્યો છે?
9909926280
9909926180
માનવ કલ્યાણ યોજના 2023 ક્યાં વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે ?
આ યોજના કમિશનર શ્રી, કુટીર અને ગ્રામોધ્યોગ કચેરી દ્વારા ચલાવવામાં આવે છે.
માનવ કલ્યાણ યોજના માટે ઓનલાઇન ફોર્મ ભરવાની તારીખ શું છે?
માનવ કલ્યાણ યોજનાના ફોર્મ ઓનલાઇન તા.1 એપ્રીલથી ભરાશે.
માનવ કલ્યાણ યોજના નો લાભ લેવામાટે વયમર્યાદા શું છે ?
૧૬ વર્ષ થી ૬૦ વર્ષ.
Silai
Silai
Plumber
Paleja yasin suletanbhai
7016988775
palejayasin47@gmail.com
Drayvid
ખૂબ સરસ સાહેબ
Palanpur Ganeshpura
Silai machine
Paalar
Nice
Silai machine yogana is very nice thanks to our honorable prime minister Mr. Narendra modi
Once again thanks
Ashvin
Silai mashine