Diabetes Care: ડાયાબીટીસ ની શરૂઆતમા શરીરમા દેખાવા લાગે છે આ સંકેતો, થઇ જજો સાવધાન

Diabetes Care: ડાયાબીટીસ કેર: ભારતમા દિન પ્રતિદિન ડાયાબીટીસ ના કેસ કૂદકે ને ભુસકે વધી રહ્યા છે. અનિયમિત લાઇફ સ્ટાઇલ અને બજારનુ ખાવા પીવાની ટેવને લીધે ડાયાબીટીસ ની બીમારીમા લોકો જલ્દી સંપડાય છે. ડાયાબીટીસ ને સાઇલન્ટ કીલર કહેવામા આવે છે. WHO ના રીપોર્ટ મુજબ આખા વિશ્વમા 42 કરોડથી વધુ લોકો ડાયાબીટીસ ની બીમારીથી પીડીત છે. એક રીપોર્ટ અનુસાર ભારતમા 8 કરોડથી વધુ લોકો ડાયાબીટીસ ની બીમારી નો શીકાર બની ચૂક્યા છે. ડાયાબીટીસ ની બીમારી થતા પહેલા તેના અમુક લક્ષણો જોવા મળે છે.

Diabetes Care

માણસોની અનિયમિત અને ખરાબ લાઇફસ્ટાઇલ અને બજારનુ ખાવાને વધુ પડતી આદતને લીધે ડાયાબીટીસ થાય છે. જો કે ડાયાબીટીસ ની બીમારીની અસર થતા સમય લાગે છે. જો આ દરમિયાન જ તમે લાઇફસ્ટાઇલમાં બદલાવ કરો તો તે કંટ્રોલમાં પણ આવી શકે છે. પરંતુ સવાર એ થાય કે ડાયાબીટીસ થયું છે કે નહીં એ ખબર કેમ પડે ? ત્યારે ડાયાબીટીસ થાય એટલે શરીરમાં કેટલાક લક્ષણો જોવા મળે છે. એટલે કે પ્રી-ડાયાબીટીસ સ્ટેજમાં જ આપણે ડાયાબીટીસ થતું અટકાવી શકીએ છીએ.

આ પણ વાંચો: ડાયાબીટીસ ન થાય તે માટે શું ધ્યાનમા રાખશો ? ડાયાબીટીસ થાય તો શું ધ્યાન રાખવુ ?

પ્રી ડાયાબીટીસ ના લક્ષણો

ઝડપથી થાકી જવું

આમ તો શરીર વારંવાર ઝડપથી થાકી જાય તો બીજી પણ અનેક બીમારીના લક્ષણો હોઇ શકે છે, પરંતુ ડાયાબીટીસ હોય તો શરીર મા વધુ થાક લાગે છે. સામાન્યથી વધુ અને સતત થાક લાગે તો પ્રી-ડાયાબીટીસ હોવાના લક્ષણ હોઇ શકે છે. એવામાં તમારે તુરંત ડોક્ટરની સલાહ લેવી હિતાવહ છે. જો ફાસ્ટિંગ બ્લડ શૂગર એટલે કે સવારે ભૂખ્યા પેટે 100 થી વધુ થઇ જાય અને 120થી ઓછું હોય તો તમારે સાવધ થઇ જવુ જોઇએ.

यह भी पढे:  Weight Loss tips: વજન ઘટાડવા કરો આ ૫ ઉપાય, ૧૦ દિવસમા દેખાશે રીઝલ્ટ

વધુ તરસ લાગવી

વારંવાર તરસ લાગવી એ પણ પ્રી-ડાયાબીટીસ નુ લક્ષણ છે. વધુ તરસ ત્યારે જ લાગે જ્યારે લોહીમાં શૂગરનુ પ્રમાણ વધી જાય. જો આવું થાય તો તમારે તુરંત તમારૂ સ્યુગર લેવલ મપાવી લેવું. જોઇએ ભુખ વધુ લાગવી – સામાન્ય રીતે બીમારીમાં ભુખ ઓછી લાગતી હોય છે પરંતુ પ્રી-ડાયાબીટીસના સ્ટેજમાં ભુખ ખૂબ જ લાગે છે.આવા સંજોગોમાં ડાયાબીટીસ મપાવીને તુરંત ડોક્ટરની સલાહ મુજબ સારવાર લેવી જોઇએ.

આ પણ વાંચો: બદામના ફાયદા: બદામ પલાળેલી ખાવી જોઇએ કે સૂકી ,જાણવા જેવી માહિતી

વારંવાર પેશાબ લાગવો

વધુ પેશાબ લાગવો એ ઘણા લોકોની સમસ્યા હોય છે. જો કે આનુ કારણ પ્રી-ડાયાબીટીસ પણ હોઇ શકે છે. લોહી મા શુગર વધુ હોવાથી કિડનીનું ફંક્શન ધીમું થઇ જાય છે જેના લીધે વારંવાર પેશાબ લાગે છે.

આંખોમાં ધુંધળું દેખાવું

આંખોની કોઇ બીમારીને કારણે જોવામાં તકલીફ પડી શકે છે. પરંતુ ઉપર જણાવેલા લક્ષણોની સાથે આંખમાં ધુંધળું દેખાવા લાગે તો સમજવું કે પ્રી-ડાયાબીટીસ છે. શુગરની માત્ર વધવાને કારણે શરીરની નસ પણ પ્રભાવિત થાય છે જેની અસર આંખો ઉપર પણ જોવા મળે છે.

સતત વજન ઘટવુ

વધુ પડતી ભુખ લગવા છતા અને પુરતો ખોરાક લેવા છતા વજન સતત ઘટતુ જાય તો પ્રી ડાયાબીટીસ હોઇ શકે છે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
Diabetes Care
Diabetes Care

1 thought on “Diabetes Care: ડાયાબીટીસ ની શરૂઆતમા શરીરમા દેખાવા લાગે છે આ સંકેતો, થઇ જજો સાવધાન”

Leave a Comment

error: Content is protected !!