PM Surya Ghar Yojana: પીએમ સૂર્યા ઘર યોજના લોન્ચ, મહિને 300 યુનીટ ફ્રી વીજળી; બેંંક ખાતામા સબસીડી

PM Surya Ghar Yojana: પીએમ સૂર્યોદય યોજના: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમ સૂર્યોદય યોજના ની જાહેરાત કરી હતી. જે અંતર્ગત 1 કરોડ ઘરો પર સોલાર પેનલ લગાવવામા આવશે અને ફ્રી વિજળી આપવામા આવશે. જે અંતર્ગત આપવામા આવતી સબસીડી પણ વધારીને 40 % ને બદલે 60% કરવામા આવી છે. આ યોજના ને PM Surya Ghar Yojana નામ આપવામા આવ્યુ છે. ચાલો જાણીએ આ યોજના અંતર્ગત કઇ રીતે અરજી કરીને લાભ લેશો ?

PM Surya Ghar Yojana

  • ફ્રી વિજળી માટે શરૂ કરવામા આવી મોટી યોજના
  • મહિને 300 યુનીટ વિજળી મળશે ફ્રી
  • પીએમ સૂર્યા ઘર યોજના લોન્ચ
  • રજીસ્ટ્રેશન માટે પોર્ટલ કરાયુ લોન્ચ

વર્ષ 2024-25 માટે રજૂ થયેલા બજેટમા નાણામંત્રીએ પીએમ સૂર્યોદય યોજના ની જાહેરાત કરી હતી. આ યોજના અન્વયે 1 કરોડ ઘરો પર સોલાર પેનલ લગાવવામા આવશે. જે અંતર્ગત સબસીડી પણ વધારીને 40% થી 60% કરવામા આવી છે. ઉપરાંત લોકો પર કોઇ નાણાકીય બોજ ન આવે તે માટે બેંકો દ્વારા ઓછા વ્યાજદરે લોન પણ આપવામા આવશે. ચાલો જાણીએ આ યોજનાની મુખ્ય વિશેષતાઓ શું છે અને તેમા કઇ રીતે રજીસ્ટ્રેશન કરાવશો ?

આ પણ વાંચો: Gujarat Hill Station: આબુ મનાલી કે સાપુતારા ધક્કો ખાવાની જરૂર નથી, આ છે ગુજરાતનુ બેસ્ટ હિલ સ્ટેશન

How to Register In PM Surya Ghar Yojana

આ યોજના મા રજીસ્ટ્રેશન માટે નીચે ના સરળ સ્ટેપ અનુસરવાના રહેશે.

  • સ્ટેપ 1: આ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવવા માટે તમારે સૌ પ્રથમ https://pmsuryaghar.gov.in/ પોર્ટલ પર જવાનુ રહેશે. આ પોર્ટલ પર તમારૂ રજિસ્ટ્રેશન કરો. આ માટે તમારે તમારી સ્ટેટ અને ઈલેક્ટ્રિસિટી ડિસ્ટ્રીબ્યૂશન કંપની સીલેકટ કરો. આગળ ના સ્ટેપ મા તમારા વીજ ગ્રાહક નંબર, મોબાઇલ નંબર અને ઇમેઇલ વિશેની જરોરોઈ માહિતી એન્ટર કરો.
  • સ્ટેપ 2: ત્યારબાદ ગ્રાહક નંબર અને મોબાઇલ નંબર સાથે લોગીન કરો. લોગીન કર્યા બાદ રૂફટોપ સોલાર ફોર્મથી તમારે અરજી કરવાની રહેશે.
  • સ્ટેપ 3: ત્યારબાદ ડિસ્કોમ પાસેથી શક્યતાની મંજૂરી માટે રાહ જુઓ. જો તમને શક્યતાની મંજૂરી મળે છે, તો તમે તમારા ડિસ્કોમમાં કોઈપણ નોંધાયેલા રજીસ્ટર્ડ વિક્રેતાઓ પાસેથી પ્લાન્ટ ઇન્સ્ટોલ કરી શકો છો.
  • સ્ટેપ 4: ઇન્સ્ટોલેશન પૂર્ણ થયા બાદ , પ્લાન્ટની વિગતો સબમિટ કરો અને નેટ મીટર માટે અરજી કરો.
  • સ્ટેપ 5: નેટ મીટર ઇન્સ્ટોલ કર્યા બાદ અને ડિસ્કોમ દ્વારા ચકાસણી થયા બાદ પોર્ટલ પરથી તમારૂ કમિશનિંગ સર્ટિફિકેટ જનરેટ કરવામાં આવશે.
  • સ્ટેપ 6: કમિશનિંગ રિપોર્ટ મેળવ્યા બાદ, પોર્ટલ દ્વારા બેંક ખાતાની વિગતો અને રદ કરાયેલો ચેક સબમિટ કરવાનો રહેશે. આ પછી, તમારી મળૅવાપાત્ર સબસિડી બેંક ખાતામાં 30 દિવસની અંદર મળી જશે.

આ પણ વાંચો: Aadhar Authentication History: ચેક કરો તમારા આધાર કાર્ડનો કયા કયા થઇ રહ્યો છે ઉપયો

1 કરોડથી વધુ લોકોને મળશે લાભ

પીએમ મોદીએ ટવીટ કરીને આ યોજના વિશે વિસ્તૃત માહિતી આપી છે. તેમણે જણાવ્યુ હતુ કે આ યોજના અંતર્ગત 75,000 કરોડ રૂપિયાથી વધુનુ રોકાણ કરવામા આવશે. આ યોજનાનો હેતુ દર મહિને 300 યુનિટ સુધી ફ્રી વીજળી આપીને 1 કરોડ ઘરોને પ્રકાશિત કરવામા આવનાર છે. આ યોજના હેઠળ સબસિડીથી લઈને ભારે રાહતવાળી બેંક લોન પણ આપવામાં આવશે. સરકાર સુનિશ્ચિત કરશે કે લોકો પર કોઈ ખર્ચનો બોજો ન આવે. વડાપ્રધાન નરેન્દ્ર મોદિએ તમામ રહેણાંક ઉપભોક્તાઓ, ખાસ કરીને યુવાનોને, pmsuryaghar.gov.in પર અરજી કરીને પીએમ-સૂર્યા ઘર: મફત વીજળી યોજનામાં જોડાવા વિનંતી કરી છે.

અગત્યની લીંક

pmsuryaghar ઓફીસીયલ વેબસાઇટઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
PM Surya Ghar Yojana
PM Surya Ghar Yojana

2 thoughts on “PM Surya Ghar Yojana: પીએમ સૂર્યા ઘર યોજના લોન્ચ, મહિને 300 યુનીટ ફ્રી વીજળી; બેંંક ખાતામા સબસીડી”

Leave a Comment

error: Content is protected !!