બ્યુટી પાર્લર કીટ સહાય: મહિલાઓને મળશે બ્યુટી પાર્લર માટે કીટ free, જાણો કેમ કરવી ઓનલાઇન અરજી.

બ્યુટી પાર્લર કીટ સહાય: Beauty Parlour Kit Sahay yojana gujarat: માનવ કલ્યાણ યોજના 2023: ગુજરાત સરકાર દ્વારા અનેક સહાયકારી યોજનાઓ ચલાવવામા આવે છે. આવી જ એક યોજના માનવ કલ્યાણ યોજના છે. જેના ઓનલાઇન ફોર્મ તા. 1 એપ્રીલ 2023 થી ઓનલાઇન ભરાવાનુ ચાલુ થશે. આ યોજનામા મહિલાઓને બ્યુટી પાર્લર કીટ સહાય આપવામા આવે છે. આ યોજનામા ક્યારે ફોર્મ ભરાશે ? ક્યા ફોર્મ ભરવુ જેવી માહિતી જોઇએ.

બ્યુટી પાર્લર કીટ સહાય 2023

સહાય નુ નામબ્યુટી પાર્લર કીટ સહાય
યોજનામાનવ કલ્યાણ યોજના 2023
નાણાંકીય સહાયવીવીધ વ્યવસાય માટે ટુલ્સ કીટ
ઉંમર મર્યાદા૧૬ વર્ષ થી ૬૦ વર્ષ
વિભાગનું નામકમિશનર, કુટીર અને ગ્રામોદ્યોગ
વેબસાઈટe-kutir.gujarat.gov.in

આ પણ વાંચો; ફ્રી સિલાઇ મશીન સીવણ કીટ 2023

Beauty Parlour Kit Sahay 2023

ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના હેઠળ નિ:શુલ્ક બ્યુટી પાર્લર કીટ સહાય 2023 હેઠળબ્યુટી પાર્લર ચલાવવા માટે મહિલાઓ મફત બ્યુટી પાર્લર કીટ આપવામા આવે છે. આ યોજનાનો એક ઉદ્દેશ્ય મહિલાઓને સ્વરોજગારી આપવાનો છે. Beauty Parlour Kit Sahay આ યોજના હેઠળ મહિલાઓ બ્યુટી પાર્લર કીટ મેળવીને ઘરે બેસીને પોતાનો સ્વરોજગાર શરૂ કરી શકે છે, મહિલાઓ આર્થીક રીતે પગભર બની શકે તે માટે આ યોજના અંતર્ગત સહાય આપવામા આવે છે. આ યોજનાનો લાભ રાજ્યના શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારની આર્થિક રીતે નબળા મહિલાઓ ને મળે છે.

બ્યુટી પાર્લર કીટ સહાય યોજના પાત્રતા

માનવ કલ્યાણ યોજના અંતર્ગત આ બ્યુટી પાર્લર કીટ સહાય 2023 યોજનાનો લાભ મેળવવા માટે કુટિર અને ગ્રામોઘોગ, ગુજરાત રાજ્‍ય દ્વારા લાભ લેવા માટેની નીચે મુજબની પાત્રતા ધોરણો નક્કી કરેલ છે.

  • માનવ કલ્યાણ યોજના હેઠળ અરજી કરનાર મહિલાઓની ઉંમર ૧૬ વર્ષ થી ૬૦ વર્ષની હોવી જોઈએ.
  • આ યોજનાનો લાભ લેવા માટે અરજદારના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્‍તાર માટે રૂ.૧,૫૦,૦૦૦/- થી વહ્દુ ન હોવી જોઇએ. આવક અંગેનો તાલુકા મામલતદાર અથવા નગરપાલિકા ચીફ ઓફીસર અથવા મહાનગરોમાં મહાનગરપાલિકાના સાતાવાર અધિકારીનો આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે.
  • આ યોજનામાં વિધવા અને વિકલાંગ મહિલાઓ પણ સામેલ થઈ શકે છે અને તેનો લાભ લઈ શકે છે.

આ પણ વાંચો; વૃદ્ધ સહાય યોજના રૂ.1000 થી રૂ.1250 સુધી માસિક સહાય

બ્યુટી પાર્લર કીટ સહાય ડોકયુમેન્ટ લીસ્ટ

આ યોજનામા ઓનલાઇન ફોર્મ ભરવા માટે નીચે મુજબના ડોકયુમેન્ટ ની જરૂરીયાત રહે છે.

  • અરજદારના આધાર કાર્ડ ની નકલ
  • જન્મ પ્રમાણપત્ર ની નકલ
  • રેશન કાર્ડ ની નકલ
  • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ / લાઇસન્સ / લીઝ એગ્રીમેન્ટ / ચૂંટણી કાર્ડ / પ્રોપર્ટી કાર્ડ, જમીનના દસ્તાવેજો પૈકી કોઈપણ એક)
  • મોબાઇલ નંબર
  • વાર્ષિક આવકનું નિયત અધિકારીનુ પ્રમાણપત્ર
  • અભ્યાસના પુરાવા
  • વ્યવસાયલક્ષી તાલીમ લીધી હોવા બાબતનો પુરાવો
  • જો દિવ્યાંગ હોય તો તબીબી પ્રમાણપત્ર
  • જો સ્ત્રી વિધવા હોય તો તેનું નિરાધાર વિધવા પ્રમાણપત્ર

આ યોજનાનુ ફોર્મ ભરતી વખતે ડોકયુમેન્ટ અપલોડ કરતી વખતે ખાસ ધ્યાન રાખસો કે ઓરીજીનલ ડોકયુમેન્ટ સ્કેન કરીને જ અપલોડ કરવા.

માનવ કલ્યાણ યોજના 2023 ઓનલાઇન અરજી

આ યોજના નો લાભ લેવા માટે ઓનલાઇન ઓનલાઇન ફોર્મ ભરવાનુ રહે છે. જેની પ્રોસેસ નીચે મુજબ છે.

  • સૌ પ્રથમ ઓફીસીયલ વેબસાઇટ: https://e-kutir.gujarat.gov.in ઓપન કરો.
  • ત્યારબાદ આ વેબસાઇટમા કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગની વીવીધ યોજનાઓ આવશે.
  • તેમા માનવ ક્લ્યાણ યોજના સીલેકટ કરી સૌ પ્રથમ તેનુ ડીટેઇલ નોટીફીકેશન, નિયમો અને ઓનલાઇન ફોર્મ કેમ ભરવુ તેની સૂચનાઓ વાંચી લો.
  • ત્યાર બાદ તેની સામે આપેલ ઓનલાઇન અરજી બટન પર ક્લીક કરો.
  • તેમા સૌ પ્રથમ તમારૂ રજીસ્ટ્રેશન કરી તમારૂ આઇ.ડી. બનાવો.
  • હવે તમારે લોગિન પર ક્લિક કરવાનું રહેશે
  • આ પ્રક્રિયાને અનુસરીને તમે પોર્ટલ પર લૉગિન કરી શકો છો.
  • ઓનલાઇન ફોર્મ ભરતી વખતે બ્યુટી પાર્લર કીટ સહાય ઓપ્શન સીલેકટ કરો.

આ પણ વાંચો: મહિલા ઉત્કર્ષ યોજના. મહિલાઓને વગર વ્યાજે રૂ.1 લાખની લોન

માનવ કલ્યાણ યોજના વ્યવસાય લીસ્ટ

માનવ ક્લ્યાણ યોજનામા નીચે મુજબના વ્યવસાય માટે ટુલ્સ કીટ સહાય રૂપે આપવામા આવે છે.

  • કડીયાકામ
  • સેન્ટીંગ કામ
  • વાહન સર્વિસીંગ અને રીપેરીંગ
  • મોચી કામ
  • ભરત કામ
  • દરજી કામ
  • કુંભારી કામ
  • વિવિધ પ્રકારની ફેરી
  • પ્લ્બર
  • બ્યુટી પાર્લર
  • ઇલેક્ટ્રીક એપ્લાયંસીસ
  • ખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામ
  • સુથારી કામ
  • ધોબી કામ
  • સાવરણી સુપડા બનાવનાર
  • દુધ-દહીં વેચનાર
  • માછલી વેચનાર
  • પાપડ બનાવટ
  • અથાણાં બનાવટ
  • ગરમ, ઠંડાપીણાં, અલ્પાહાર વેચાણ
  • પંચર કીટ
  • ફલોરમીલ
  • મસાલા મીલ
  • રૂ ની દીવેટ બનાવવી (સખી મંડળની બહેનો)
  • મોબાઇલ રીપેરીંગ
  • પેપર કપ અને ડીશ બનાવટ (સખી મંડળ)
  • હેર કટીંગ (વાળંદ કામ)

આ યોજના નો લાભ લેવા માટે ઓનલાઇન અરજી કરવાની હોય છે. ત્યારબાદ ડ્રો મા પસંદ થયેલા લાભાર્થીને આ સહાય આપવામા આવે છે.

બ્યુટી પાર્લર કીટ ઓનલાઇન ફોર્મ

બ્યુટી પાર્લર કીટ સહાય માનવ ક્લ્યાણ યોજના અંતર્ગત આપવામા આવે છે. જેના માટે ઓનલાઇન ફોર્મ ભરવાનુ ચાલુ થઇ ગયેલ છે. જેના માટે ફોર્મ ભરવા માટે નીચેના સ્ટેપ ફોલો કરો.

  • સૌ પ્રથમ ઓફીસીયલ વેબસાઇટ https://e-kutir.gujarat.gov.in ઓપન કરો.
  • તેમા સૌથી ઉપર આપેલ કમિશનર,કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગ પર ક્લીક કરો.
  • તેમા માનવ કલ્યાણ યોજના ઓપ્શન પર ક્લીક કરો.
  • ત્યારબાદ સૌ પ્રથમ તમારી જરૂરી વિગતો નાખી તમારૂ આઇ.ડી. બનાવો.
  • ત્યારબાદ લોગીન થઇને તમે માનવ કલ્યાણ યોજના માટે ઓનલાઇન અરજી કરી શકો છો.

બ્યુટી પાર્લર કીટ સહાય લીંક

માનવ કલ્યાણ યોજના જાહેરાત 2023અહિં ક્લીક કરો
ઓનલાઇન અરજી ફોર્મ અહિં ક્લીક કરો
Home pageClick here
follow us on Google Newsclick here
Join our whatsapp GroupClick here
બ્યુટી પાર્લર કીટ સહાય
બ્યુટી પાર્લર કીટ સહાય

FaQ’s વારંવાર પૂછાતા પ્રશ્નો

બ્યુટી પાર્લર કીટ સહાય કઇ યોજના અંતર્ગત આપવામા આવે છે ?

માનવ કલ્યાણ યોજના

માનવ કલ્યાણ યોજના ના ફોર્મ ઓનલાઇન ભરવાની તારીખ શું છે ?

આ યોજનાના ફોર્મ તા. 1 એપ્રીલથી ઓનલાઇન ભરાશે.

માનવ કલ્યાણ યોજના મા કેટલા વ્યવસાય માટે સાધન સહાય મળે છે ?

27 જેટલા વ્યવસાય માટે

બ્યુટી પાર્લર કીટ માટે ઓનલાઇન ફોર્મ ભરવા વેબસાઇટ કઇ છે ?

https://e-kutir.gujarat.gov.in

12 thoughts on “બ્યુટી પાર્લર કીટ સહાય: મહિલાઓને મળશે બ્યુટી પાર્લર માટે કીટ free, જાણો કેમ કરવી ઓનલાઇન અરજી.”

Leave a Comment

error: Content is protected !!