શિક્ષણ સહાય યોજના: શ્રમયોગી શિક્ષણ સહાય યોજના: ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ: ગુજરાત સરકાર દ્વારા શિક્ષણમા ગુણાત્મક સુધારણા આવે અને હોંશીયાર અને ગરીબ વિદ્યાર્થીઓ પણ અન્ય વિદ્યાર્થીઓની સાથે સારુ શિક્ષણ મેળવી શકે તે માટે અનેક સહાયકારી યોજનાઓ અમલમા છે. બાંધકામ ક્ષેત્રમા રોકાયેલા શ્રમીકોના બાળકો પણ સારુ શિક્ષણ મેળવી શકે તે માટે શિક્ષણ સહાય યોજના અમલમા છે. આ યોજનામા ધોરણ 1 થી માંડીને માસ્ટર ડીગ્રી અને એમ.બી.બી.એસ. જેવા કોર્સ માટે સહાય આપવામા આવે છે.
શિક્ષણ સહાય યોજના
- શ્રમીકોના બાળકોને મળે છે સહાય
- ધોરણ 1 થી પી.એચ.ડી. સુધી રૂ.30000 ની સહાય
- શ્રમયોગી પરિવારના બાળકોને શિક્ષણ માટે રૂ. ૧૮૦૦ થી રૂ. ૨ લાખ સુધીની મળે છે સહાય
- બાંધકામ શ્રમિકોના મહત્તમ બે બાળકોને જ આ યોજના હેઠળ શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે.
આ પણ વાંંચો: મેરા બિલ મેરા અધીકાર: GST વાળુ બીલ અપલોડ કરવા પર સરકાર આપી રહિ છે રૂ.1 કરોડ સુધીના ઇનામ, કરવુ પડશે માત્ર આ કામ
યોજનાનુ નામ | શિક્ષણ સહાય યોજના |
લાભાર્થી જૂથ | બાંધકામ શ્રમીકોના બાળકો |
મળતી સહાય | રૂ. 1800 થી 2 લાખ સુધીની સહાય |
અમલીકરણ | ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ |
ફોર્મ ક્યાથી મળશે ? | ઓનલાઇન |
ઓફીસીયલ સાઇટ | https://sanman.gujarat.gov.in/ |
ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તા અને સાક્ષરતા દર વધી રહ્યો છે, જ્યારે ડ્રોપઆઉટ રેશિયોમાં પણ છેલ્લા કેટલાક વર્ષો થી ઘટાડો નોંધાયો છે. રાજ્યના બાંધકમ ક્ષેત્રે કામ કરતા શ્રમિક પરિવારના બાળકો પણ શિક્ષણથી વંચિત ન રહે અને સારુ શિક્ષણ મેળવી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા ‘શિક્ષણ સહાય યોજના’ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના અમલમાં મૂકી ત્યારથી લઇ ૩૦ જૂન, ૨૦૨૩ સુધીમાં કુલ ૨,૮૦,૯૦૬ લાભાર્થી બાળકોને રૂ. ૧૫૯.૬૩ કરોડથી વધુની સહાય ચૂકવવામા આવી છે.
આ પણ વાંંચો: મળશે દર મહિને રૂ. 1250 ની સહાય, વૃધ્ધ પેન્શન યોજના ફોર્મ 2023 ડાઉનલોડ કરો
શ્રમયોગી શિક્ષણ સહાય યોજના
બાંધકામ શ્રમયોગી શિક્ષણ સહાય યોજના હેઠળ વિવિધ ધોરણ મુજબ નીચે મુજબ સહાય આપવામા આવે છે.
- ધોરણ ૧ થી ૫ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રૂ. ૧૮૦૦ ની શિષ્યવૃતિ મળવાપાત્ર છે.
- ધોરણ ૬ થી ૮ માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને રૂ. ૨૪૦૦ શિષ્યવૃતિ મળવાપાત્ર છે.
- ધોરણ ૯ અને ૧૦ ના વિદ્યાર્થીઓને રૂ. ૮૦૦૦ શિષ્યવૃતિ મળવાપાત્ર છે.
- ધોરણ ૧૧ અને ૧૨ના વિદ્યાર્થીઓને રૂ. ૧૦,૦૦૦ સુધીની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે.
- આ ઉપરાંત ધોરણ ૧૨ પછીના બી.એ, બી.કોમ., બી.બી.એ., બી.એસ.સી., બી.સી.એ., એલ.એલ.બી. જેવા સરકાર માન્ય કે સ્વ નિર્ભર સંસ્થામાં નિયત થયેલા સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ રૂ. ૧૦,૦૦૦ની સહાય આપવામાં આવે છે.
- સ્નાતક પછીના ઉચ્ચ શિક્ષણ માટે કરવામા આવતા કોર્સ જેવા કે એમ.એ., એમ.કોમ., એમ.એસ.સી., એમ.એસ.ડબ્લયુ. અને એમ.એલ.ડબલ્યુ જેવા અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમો માટે રૂ. ૧૫,૦૦૦ મળે છે.
- એમ.સી.એ. અને એમ.બી.એ. જેવા કોર્સીસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રૂ. ૨૫,૦૦૦ શિષ્યવૃત્તિ આપવામાં આવે છે.
- ધોરણ-૧૦ પછીના સરકાર માન્ય સંસ્થાના ડીપ્લોમા સ્વ-નિર્ભર અભ્યાસક્રમો માટે પણ રૂ. ૨૫,૦૦૦ શિષ્યવૃતિ મળવાપાત્ર છે.
- એમ.બી.બી.એસ., એમ.ડી. અને ડેન્ટલ જેવા મેડીકલ વિદ્યાશાખાના અભ્યાસક્રમ માટે લઘુત્તમ રૂ. ૨૫,૦૦૦ અને મહત્તમ રૂ. ૨,૦૦,૦૦૦ સુધીની સહાય મળવાપાત્ર છે.
- ફાર્મસી, એગ્રીકલ્ચર, આયુર્વેદ, હોમીયોપેથી, નર્સિંગ, ફીઝીયોથેરાપી, પેરા-મેડીકલ, આર્કીટેકચર, ઈજનેરી અને ટેકનોલોજી જેવા પ્રોફેશનલ કોર્સીસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ લઘુત્તમ રૂ. ૨૫,૦૦૦ અને મહત્તમ રૂ. ૫૦,૦૦૦ સુધીની સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે.
આ પણ વાંંચો: Free Silai machine: ફ્રી સિલાઇ મશીન યોજના 2023, જાણો પુરી માહિતી
શિક્ષણ સહાય યોજના ઓનલાઇન ફોર્મ
આ યોજનાઓ માટે ઓનલાઇન ફોર્મ ભરવા માટે નીચે મુજબની પ્રોસેસ ફોલો કરવાની રહે છે.
- સૌ પ્રથમ આ માટેની ઓફીસીયલ વેબસાઇટ https://sanman.gujarat.gov.in/ ઓપન કરવાની રહેશે.
- સૌપ્રથમ આ વેબસાઇટ પર તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. અને તમને આઈડી પાસવર્ડ ક્રીએટ કરવાના હોય છે..
- રજિસ્ટ્રેશન માં તમને બાંધકામ શ્રમિક ની વિગતો પૂછવામા આવશે તે યોગ્ય રીતે ભરવાની રહેશે. અને Create બટન પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યારબાદ આઈડી પાસવર્ડ દ્વારા લોગીન કરો.
- ત્યારબાદ તમારે શિક્ષણ સહાય/ પી.એચ.ડી યોજના પર ક્લિક કરવાનું રહેશે.
- હવે તમારી સામે યોજના વિશે માહિતી અને નિયમો હશે તે વાંચી ને Accept બટન પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યારબાદ Apply બટન પર ક્લિક કરો.
- પછી તમારે Personal Details સબમીટ કરવાની રહેશે જેમાં શ્રમિક ઓળખ કાર્ડ ની વિગતો, વિદ્યાર્થી ની માહિતી અને સરનામું લખવાનું હોય છે. અને ત્યારબાદ Save બટન ક્લિક કરવાનું રહેશે.
- ત્યારબાદ ડોક્યુમેંટ્સ અપલોડ કરવાના રહેશે.
- હવે તમારી અરજી સબમિટ થઈ જશે અને તમને અરજી નંબર મળ્યા હશે એ સાચવી ને ક્યાય નોંધી લો અને તેની મદદ થી તમે તમારી અરજી ની નુ સ્ટેટસ ચેક કરી શકો છો.
ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ
ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા શ્રમીકો માટે અન્ય યોજનાઓ પન અમલમા છે. જે નીચે મુજબ છે.
- તબીબી સહાય યોજના
- પ્રસૂતિ સહાય યોજના (પ્રસૂતિ પહેલા)
- વિશિષ્ટ કોચિગ યોજના
- પ્રધાનમંત્રી જીવન જ્યોત બીમા યોજના
- પ્રસુતિ સહાય યોજના અને મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના
- તબીબી સહાય યોજના(ક્લેમ)
- નાનાજી દેશમુખ આવાસ યોજના
- અંત્યેષ્ઠી સહાય યોજના
- હોસ્ટેલ સહાય યોજના
- અકસ્માત મૃત્યુ સહાય યોજના
- વ્યવસાયિક રોગોમાં સહાય યોજના
- શિક્ષણ સહાય/ પી.એચ.ડી યોજના
- હાઉસીંગ સબસીડી યોજના
અગત્યની લીંક
ઓફીસીયલ વેબસાઇટ | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
નિયમિત અપડેટ મેળવવા whatsapp ગૃપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
શિક્ષણ સહાય યોજના માહિતી માટે ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?
https://sanman.gujarat.gov.in/
શિક્ષણ સહાય યોજના મા કેટલી સહાય મળે છે ?
ધોરણ 1 થી લઇને માસ્ટર ડીગ્રી સુધીના અભ્યાસક્રમો માટે સહાય મળે છે.
i need Help Please Help mi
Nikitaba
Nice yojna
Sir mare online form bhrvu se but mare link j nathi batavata bharva mate.
Half
Sir mare pan online form barvanu che pan link nati batavthi help karsho please
Nice yojna
Nice yojana
Nice yojna
Nice
Job
Our school helpful
I need this scholarship because I want to study for there.
Our life and our future safe