Free Tablet Scheme 2023: ગુજરાત નમો ઇ-ટેબલેટ યોજના, જાણો ક્યારે ફોર્મ ભરાય. કોને લાભ મળે

Free Tablet Scheme 2023: ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓને ગુણવતાયુક્ત શિક્ષણ મળે તે માટે અનેક યોજનાઓ ચલાવવામાંં આવે છે. ગુજરાત નમો ઇ-ટેબલેટ યોજના પણ આ પૈકીની એક યોજના છે. ગુજરાત સરકાર દ્વારા દ્વારા ડીજીટલ ઈન્ડિયા અભિયાનને વેગવંતુ બનાવવા માટે Namo E-Tablet Yojana 2023 અમલમાં મૂકેલ યોજના છે.. આ યોજના હેઠળ કોલેજના વિદ્યાર્થીઓને Free Tablet આપવામાં આવશે. આ ગુજરાત નમો ઇ-ટેબલેટ યોજના હેઠળ માત્ર 1000 રૂપિયાના ટોકન ભાવે સબસીડીવાળી કિંમતે ટેબ્લેટ આપવામાં આવે છે. આ યોજના હેઠળ સરકાર દ્વારા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સારા ફીચર ધરાવતુ ટેબ્લેટ આપવામાં આવશે.

Free Tablet Scheme 2023

પોસ્ટનુ નામGujarat Tablet Scheme 2023
યોજનાગુજરાત નમો ઇ-ટેબલેટ યોજના 2023
કોને લાભ મળે કોલેજના વિદ્યાર્થીઓ
યોજનાનો હેતુડીઝીટલ શિક્ષણને વેગવંતુ બનાવવા
અમલીકરણ વિભાગશિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય
વેબસાઈટdigitalgujarat.gov.in
માહિતી માટે ઓફીસીયલ વેબસાઇટhttps://kcg.gujarat.gov.in/gu/namo-e-tablet-scheme
Free Tablet Scheme 2023

આ પણ વાંચો: માનવ કલ્યાણ યોજના 2023 સંપૂર્ણ માહિતી

ગુજરાત નમો ઇ-ટેબલેટ યોજના

ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલ આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને રાહત દરે સારી ગુણવતા વાળુ ટેબ્લેટ પુરા પાડવાનો છે. જેથી ગુજરાત નમો ઇ-ટેબલેટ યોજના 2023 દ્વારા કોલેજ અથવા ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વધુ સારી રીતે અભ્યાસ કરી શકે. વધુમાં વિદ્યાર્થીઓ ટેબ્લેટ અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને તેમના શૈક્ષણિક ધ્યેયોને સારી રીતે સિદ્ધ કરી શકે અને વિદ્યાર્થી ઘરેબેઠા પણ ઓનલાઇન અભ્યાસ કરી શકે.

ગુજરાત નમો ઇ-ટેબલેટ યોજના ધ્યેય

આ યોજના અંતર્ગત કોલેજના પ્રથમ વર્ષમા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને લગભગ રૂ.8000 ની કિંમતનું ટેબલેટ માત્ર રૂ. 1000 ટોકન ભાવે બ્રાન્ડેડ અને ઉચ્ચ ગુણવત્તાનુ સારા ફીચરવાળુ ટેબલેટ આપવામાં આવે છે. જેનો ઉપયોગ વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસ માટે કરવાનો હોય છે. (Gujarat Tablet Scheme 2023)

  • યોજનાનું નામ: નમો ટેબ્લેટ યોજના (NAMO E-Tab)
  • શરૂઆત : વિજય રૂપાણી (ગુજરાત સરકાર)
  • લાભાર્થીઓ: ગુજરાતની તમામ કોલેજોમાં સેમ 1/પ્રથમ વર્ષ ના વિદ્યાર્થીઓ

Government of gujarat દ્વારા વિદ્યાર્થીઓને ટેબ્લેટ મળવાથી કોલેજના અભ્યાસની સાથે સાથે વિદ્યાર્થી ઘરે પણ પોતાની રીતે વધુ અભ્યાસ કરી શકે છે. અને ડીજીટલ એજયુકેશન નો વ્યાપ વધે છે. એમા પણ કોરોના કાળમા Online Education મા ટેબ્લેટ હોવાથી કોલેજના વિદ્યાર્થીઓને ઘરેબેઠા અભ્યાસ મા ઘણો ફાયદો થયો હતો.

કોને મળશે ગુજરાત નમો ઇ-ટેબલેટ

  • આયોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થીના પરિવારની કુલ વાર્ષિક આવક રૂપિયા 1 લાખથી વધુ ન હોવી જોઈએ.
  • વિદ્યાર્થી અને તેનો પરિવાર ગુજરાત રાજ્યના કાયમી વતની હોવા જોઈએ.
  • અરજદાર વિદ્યાર્થીએ ધોરણ 12 પાસ કરેલ હોવુ જોઇએ.
  • અરજદાર અંડરગ્રેજ્યુએટના કોઈપણ કોર્સના પ્રથમ વર્ષમાં કોઈપણ કોલેજમાં એડમિશન પણ લીધું હોવું જોઈએ.
  • આ યોજના અંતર્ગત પોલીટેકનીક કોલેજમા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ લાભ મળવાપાત્ર છે.

આ પણ વાંચો: PM સ્વનિધી યોજના મળશે રૂ.50000 સુધીની લોન

ગુજરાત નમો ઇ-ટેબલેટ યોજના ડૉક્યુમેન્ટ લીસ્ટ

  • વિદ્યાર્થીના આધાર કાર્ડની નકલ
  • મતદાર આઈડી કાર્ડની નકલ
  • ધોરણ 12 પાસનું પ્રમાણપત્ર
  • ગ્રેજ્યુએશન કોર્સ અથવા પોલિટેકનિક કોર્સ કરવા માટે કોઈપણ સંસ્થામાં પ્રવેશ લીધાનું પ્રમાણપત્ર
  • ગરીબી રેખા નીચેનું પ્રમાણપત્ર અથવા રેશન કાર્ડની નકલ
  • જાતિ અંગેનું પ્રમાણપત્રની નકલ

NAMO ટેબ્લેટ ફોર્મ [Offline)

આ યોજનાનો લાભ લેવા માટે જે કોલેજમાં અભ્યાસ કરતા હોય તે કોલેજમા થી જ આ નમો ઇ-ટેબ્લેટ યોજના માટે ફોર્મ ભરવાનું રહેશે. જેમાં વિદ્યાર્થીએ રૂ. 1000 જમા કરાવવાના રહેશે જે ટેબ્લેટ માટેનો ચાર્જ છે. ત્યાર પછી, કોલેજ દ્વારા જ ટેબ્લેટ આપવામાં આવશે. આ યોજનામા વિદ્યાર્થીઓને Acer અથવા Lenovo કંપનીનુ ટેબ્લેટ આપવામા આવે છે. આ યોજનાના ફોર્મ સામાન્ય રીતે નવુ સત્ર શરુ થયા બાદ જુન મહિનામા કોલેજ મારફત ભરાય છે.

આ પણ વાંચો: RTE ધોરણ ૧ ફ્રી પ્રવેશ ની માહિતી

વિદ્યાર્થીઓને અભ્યાસ માટે ફ્રી ટેબ્લેટ મળવાથી વિદ્યાર્થીઓ તેમના કોલેજના અભ્યાસ ની સાથે સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓને તૈયારી પણ વિદ્યાર્થી ઘરે બેઠા ઓનલાઇન તૈયારી કરવામા ઉપયોગી બને છે. ફ્રી ટેબ્લેટ યોજના અમલમા આવવાથી એવા વિદ્યાર્થીઓ કે જે મોંઘા ભાવે ટેબ્લેટ ખરીદી શકે તેમ નથી તેમને પણ માત્ર ટોકન ભાવે સારી ગુણવતાનુ ટેબ્લેટ મળી રહે છે. આ યોજના માટે સામાન્ય રીતે જૂન મહિનામા નવુ સત્ર શરૂ થયા બાદ ફોર્મ ભરાય છે.

હેલ્પલાઇન નંબર: 079 2656 6000 પર સવારે 11:00 થી સાંજે 5:00 દરમિયાન સંપર્ક કરી શકાય છે.

ઓફિસિયલ વેબસાઇટઅહીં ક્લિક કરો
આ યોજનાની વધુ માહિતી અહિં ક્લીક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
google News પર ફોલો કરોઅહીં ક્લિક કરો
Free Tablet Scheme 2023
Free Tablet Scheme 2023

વારંવાર પુછાતા પ્રશ્નો FAQs

ગુજરાત નમો ઇ-ટેબલેટ યોજના નુ અમલીકરણ કોના દ્વારા કરવામા આવે છે?

શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર

Gujarat Tablet Scheme 2023 માં વિદ્યાર્થીઓને કેટલા રૂપિયામાં ટેબ્લેટ આપવામાં આવે છે?

માત્ર 1000 રૂપિયાના ટોકન ભાવે નમો ટેબ્લેટ આપવામાં આવશે.

Free Tablet Scheme 2023 નો લાભ કોને મળે છે ?

કોલેજના પ્રથમ સેમ./પ્રથમ વર્ષમા એડમીશન મેળવેલ વિદ્યાર્થીને લાભ મળે છે.

ગુજરાત નમો ઇ-ટેબલેટ યોજના માટે કઇ વેબસાઇટ પર અરજી કરવાની હોય છે. ?

Digital Gujarat Portal

Free Tablet Scheme મા કઇ કંપનીના ટેબ્લેટ આપવામા આવે છે ?

Acer અથવા Lenovo કંપનીના ટેબ્લેટ આપવામા આવે છે.

16 thoughts on “Free Tablet Scheme 2023: ગુજરાત નમો ઇ-ટેબલેટ યોજના, જાણો ક્યારે ફોર્મ ભરાય. કોને લાભ મળે”

Leave a Comment

error: Content is protected !!