Free Silai machine: ફ્રી સિલાઇ મશીન યોજના 2023: મહિલાઓ પોતાનો સ્વ રોજગાર કરી આત્મનિર્ભર બને તે માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ ચલાવવામા આવે છે. જેમાં ફ્રી સિલાઇ મશીન યોજના મુખ્ય છે. મહિલાઓ શીવણ નો કોર્સ કરી ઘરેબેઠા જ સ્વરોજગારી મેળવી શકે તે માટે સરકારશ્રી દ્વારા વિવિધ યોજનાઓ અંતર્ગત મહિલાઓને સિલાઇ મશીન ખરીદવા માટે સહાય આપવામા આવે છે. ગુજરાત સરકારની કઇ કઇ યોજનાઓ અંતર્ગત Free Silai machine સહાય આપવામા આવે છે તે માહિતી જોઇએ.
Free Silai Machine Yojana 2023
યોજના | ફ્રી સિલાઈ મશીન યોજના 2023 |
યોજના નુ નામ | માનવ ગરીમા યોજના માનવ કલ્યાણ યોજના |
યોજનાનો ઉદ્દેશ્ય | મહિલાઓને સ્વરોજગારીની તકો |
વિભાગનું નામ | સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ |
અરજી કરવાનો પ્રકાર | ઓનલાઈન અરજી |
Official Website | https://sje.gujarat.gov.in/ https://e-kutir.gujarat.gov.in |
આ પણ વાંચો: માનવ કલ્યાણ યોજના જાહેરાત 2023 તમામ માહિતી
ફ્રી સિલાઇ મશીન યોજના 2023
સરકાર દ્વારા સમાજના વિવિધ વર્ગો જેવા કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, લઘુમતી અને વિચરતી – વિમુક્ત જાતિઓના તેમની ગરીબીને કારણે જે આર્થિક મુશ્કેલીઓ માંથી પસાર થવું પડે છે. તે માટે હવે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી દ્વારા માનવ ગરિમા યોજનાની જાહેરાત કરી હતી. માનવ ગરિમા યોજના હેઠળ વિવિધ વ્યવસાય માટે સ્વરોજગારી માટે સાધન સહય આપવામા આવે છે . ગુજરાત સરકાર દ્વારા માનવ ગરીમા યોજના એ sje.gujarat.gov.in 2023 હેઠળ ચાલે છે. આ યોજનામાં કુલ 28 પ્રકારના વ્યવસાય માટે ટુલ્સ કીટ આપવામા આવે છે.
માનવ ગરીમા યોજના ફ્રી સિલાઇ મશીન કિટ
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા દર વર્ષે માનવ ગરીમા યોજના માટે ઓનલાઇન ફોર્મ ભરવામા આવે છે. આ યોજના અંતર્ગત કુલ 28 પ્રકારના વ્યવસાયો માટે લાભાર્થીઓને ટુલ્સ કિટ આપવામા આવે છે. જેમા ઓનલાઇન ફોર્મ ભર્યા બાદ કમ્પ્યુટરાઇઝડ ડ્રો ના આધારે લાભાર્થીની પસંદગી કરી લીસ્ટ બહાર પાડવામા આવે છે. આ 28 પ્રકારના વ્યવસાયમા દરજીકામ પણ સામેલ છે. એટલે કે પુરૂષોને તથા મહિલાઓને Free Silai machine દરજીકામ માટે જરૂરી ટુલ્સ કિટ આપવામા આવે છે.
ડોકયુમેન્ટ લીસ્ટ
- આધાર કાર્ડ
- રેશન કાર્ડ
- રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/લાઇસન્સ/ભાડાકરાર/ચુંટણી કાર્ડ/પ્રોપર્ટી કાર્ડ, જમીનના દસ્તાવેજો પૈકી કોઈ એક)
- અરજદારની જાતિ નો દાખલો
- વાર્ષિક આવક નો દાખલો
- અભ્યાસનો પુરાવો
- વ્યવસાય લક્ષી તાલીમ લીધેલી હોય તો તેનો પુરાવો
- બાંહેધરીપત્રક (નોટરાઇઝ સોગદનામું)
- એકરારનામું
આ પણ વાંચો: PM સ્વનિધી યોજના રૂ.50000 સુધીની લોન
માનવ કલ્યાણ યોજના ફ્રી સિલાઇ મશીન કિટ
કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગ દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત દર વર્ષે કુલ 28 પ્રકારના વ્યવસાયો માટે સાધન સામગ્રી આપવા ઓનલાઇન અરજીઓ મંગાવવામા આવે છે. જેમા Free Silai machine દરજી કામ માટે અંદાજીત રૂ. 21500 ની કિંમતની ટુલ્સ કિટ આપવામા આવે છે. આ યોજના અંતર્ગત આવકમર્યાદા ની વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તાર માટે રૂ. 120000 જ્યારે શહેરી વિસ્તાર માટે રૂ. 150000 છે. આ યોજનાના ફોર્મ 1 એપ્રીલ 2023 થી ઓનલાઇન ભરવાનુ શરૂ થશે.
માનવ કલ્યાણ યોજના ઓનલાઇન અરજી
માનવ ક્લ્યાણ યોજના અંતર્ગત વીવીધ વ્યવસાયો માટે સાધન સહાય આપવા માટે તા. 1 એપ્રીલ 2023 થી ઓનલાઇન અરજી શરૂ થશે. તે માટે નીચે મુજબ પ્રોસેસ કરો.
- સૌ પ્રથમ સતાવાર વેબસાઇટ: https://e-kutir.gujarat.gov.in ઓપન કરો.
- ત્યારબાદ આ વેબસાઇટમા કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગની વીવીધ યોજનાઓ આવશે.
- તેમા માનવ ક્લ્યાણ યોજના સીલેકટ કરી સૌ પ્રથમ તેનુ ડીટેઇલ નોટીફીકેશન, નિયમો અને ઓનલાઇન ફોર્મ કેમ ભરવુ તેની સૂચનાઓ વાંચી લો.
- ત્યાર બાદ તેની સામે આપેલ ઓનલાઇન અરજી બટન પર ક્લીક કરો.
- તેમા સૌ પ્રથમ તમારૂ રજીસ્ટ્રેશન કરી તમારૂ આઇ.ડી. બનાવો.
- હવે તમારે લોગિન પર ક્લિક કરવાનું રહેશે
- આ પ્રક્રિયાને અનુસરીને તમે પોર્ટલ પર લૉગિન કરી શકો છો.
- ઓનલાઇન ફોર્મ ભરતી વખતે દરજી કામ સહાય ઓપ્શન સીલેકટ કરો.
આ પણ વાંચો: મફત પ્લોટ યોજના
માનવ ગરીમા યોજના માટે ઓનલાઇન અરજી
આ યોજના માટે ઓનલાઇન અરજી કરવા નીચેના સ્ટેપ ફોલો કરવાના રહેશે.
- સૌ પ્રથમ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની ઓફીસીયલ વેબસાઇટ https://sje.gujarat.gov.in ખોલો.
- તેમા મેનુ મા યોજનાઓ ઓપ્શન પર ક્લીક કરો.
- તેમા માનવ ગરીમા યોજના પસંદ કરી તેની જરૂરી વિગતો વાંચો.
- ત્યારબાદ ઓનલાઇન ફોર્મ તમારી જરૂરી વિગતો અને જરૂરી ડોકયુમેન્ટ અપલોડ કરીને ભરો.
- આ યોજના માટે હાલ ઓનલાઇન ફોર્મ ભરવાનુક હાલુ નથી. સામાન્ય રીતે આ યોજના માટે દર વર્ષે જુલાઇ મહિનામા ઓનલાઇન ફોર્મ ભરાય છે.
આ પણ વાંચો; બ્યુટી પાર્લર કીટ સહાય યોજના 2023 તમામ માહિતી
સિલાઇ મશીન
મહિલાઓ માટે ઘરેબેઠા સ્વરોજગારીની તકો ઉભી કરવા માટે શીવણ અને બ્યુટી પાર્લર આ 2 મુખ્ય વ્યવસાય છે. સરકારની વીવીધ યોજનાઓ અંતર્ગત આ આ બન્ને વ્યવસારો માટે સાધન ટુલ્સ કીટ સહાયરૂપે આપવામા આવે છે. મહિલાઓ શીવણ અને બ્યુટી પાર્લર ના કોર્સ કરી સરકારની વીવીધ યોજનાઓનો લાભ લઇ સ્વરોજગારી મેળવી શકે છે.
સિલાઇ મશીન કીટ ઓનલાઇન ફોર્મ
સિલાઇ મશીન કીટ સહાય માનવ ક્લ્યાણ યોજના અંતર્ગત આપવામા આવે છે. જેના માટે ઓનલાઇન ફોર્મ ભરવાનુ હાલ ચાલુ થઇ ગયેલ છે. જેના માટે ફોર્મ ભરવા માટે નીચેના સ્ટેપ મુજબ પ્રોસેસ કરો.
- સૌ પ્રથમ સતાવાર વેબસાઇટ https://e-kutir.gujarat.gov.in પર જાઓ.
- ત્યારબાદ તેમા સૌથી ઉપર આપેલ કમિશનર,કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગ પર ક્લીક કરો.
- તેમા વીવીધ યોજનાઓના લીસ્ટ આવશે તેમાથી માનવ કલ્યાણ યોજના ઓપ્શન પર ક્લીક કરો.
- ત્યારબાદ સૌ પ્રથમ તમારી જરૂરી વિગતો નાખી તમારૂ રજીસ્ટ્રેશન આઇ.ડી. બનાવો.
- ત્યારબાદ લોગીન થઇને તમે માનવ કલ્યાણ યોજના માટે ઓનલાઇન અરજી કરી શકો છો.
આ યોજના માટે ઓનલાઇન ફોર્મ ભરતી વખતે તમામ માહિતી કાળજીપૂર્વક સબમીટ કરી જરૂરી ડોકયુમેન્ટ અપલોડ કરો.
સાધન ટુલ્સ કીટ સહાય
હાલ માનવ કલ્યાણ યોજના અંતર્ગત 27 જેટલા વ્યવસાય માટે સાધન ટુલ્સ કીટ સહાય માટે ઓનલાઇન અરજીઓ કરવાનુ ચાલુ છે. તમે જો દરજી કામ માટે સહાય મેળવવા માંગતા હોય તો શીવણ કીટ મળવાપાત્ર છે. માનવ કલ્યાણ યોજના 2023 ઓનલાઇન અરજીમા દરજીકામ સીલેકટ કરી ઓનલાઇન અરજી કરી શકો છો.
અગત્યની લીંક
માનવ ગરીમા યોજના સંપૂર્ણ માહિતી | અહિં ક્લીક કરો |
માનવ કલ્યાણ યોજના સંપૂર્ણ માહિતી | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |
Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |

FaQ’s
શીવણ માટેની કિટ કઇ યોજનાઓ અંતર્ગત આપવામા આવે છે ?
માનવ ગરીમા યોજના અને માનવ કલ્યાણ યોજના
માનવ ગરીમા અને માનવ કલ્યાણ યોજનામા શું સહાય મળે છે?
આ યોજનાઓમા વીવીધ વ્યવસાયો માટે ટુલ્સ કિટ સહાય રૂપે મળે છે.
માનવ કલ્યાણ યોજનાના ફોર્મ ઓનલાઇન ભરવા વેબસાઇટ કઇ છે ?
https://e-kutir.gujarat.gov.in
સિલાઇ મશીન કીટ કઇ યોજનામા આપવામા આવે છે ?
માનવ કલ્યાણ યોજનામા દરજીકામ વ્યવસાય અંતર્ગત
સિલાઇ મશીન કીટ સહાય માટે હાલ કઇ યોજના અંતર્ગત ફોર્મ ભરવાનુ ચાલુ છે ?
માનવ કલ્યાણ યોજના 2023
Silai machine milti hai kya
Silai machine milti hai
Garib Rekha wali mahilaon ko PM Modi ki taraf se free silai machine mil raha hai Usi Ka form bharna hai kaise bhare aur Hamen Sahay chahie
khub saras mahiti aapi che amane madada karva mate khub khub aabhar. aavi biji mahiti aapta rahejo. thanksss
Silai machine yojna
Pitroda vijya ben Kanti Bhai
Silai machine milegi
Information is help to next level my self
Thanks
Silai machine
Disha
I have free silay machine
I have aree alay machine
आप कहां रहते है मुझे मदद मिलेगी, मुझे एक विधवा बहन के लिए मंगवा ना है, आभार
I have free silay machine
Hi
Hey
Hello
How are you
Dignesh
Jaladie
Happy to good