Tabela Loan 2023: પશુપાલન ને તબેલો બનાવવા સરકાર આપે છે 4 લાખની લોન,જાણો સંપૂર્ણ માહિતી

Tabela Loan 2023: તબેલા લોન 2023: ગુજરાત સરકાર દ્વારા ખેતી અને પશુપાલન સાથે જોડાયેલા લોકો માટે વિવિધ સહાયકારી યોજનાઓ ચલાવવામા આવે છે. પશુપાલકો માટે તેમના પશુ ને સાચવવા માટે અને તેની સંભાળ માટે તબેલો બનાવવા માટે ઓછા વ્યાજદરે લોન આપવામા આવે છે. તેને પશુપાલ લોન સહાય યોજના કહેવામા આવે છે. આ યોજના માટે આદિજાતિ વિભાગની વેબસાઇટ પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે. ચાલો જાણીએ આ Tabela Loan 2023 યોજનાનો લાભ લેવા માટે ક્યા અરજી કરવી, કયા ડોકયુમેન્ટ જોઇએ વગેરે વિગતોની માહિતી મેળવીએ.

Tabela Loan 2023: તબેલા લોન યોજના 2023

પશુપાલન હવે ઘણા લોકો નો મુખ્ય વ્યવસાય બની ગયો છે. પશુપાલન કરતા લોકો માટે એક સરસ યોજનાની માહિતી આજે આપણે મેળવીશુ.. ગુજરાતના પશુપાલકો અને ખેડૂતો માટે તેમની ગાય અને ભેંસ માટે તબેલા બનાવવા માટે લોન મળશે. સ્વરોજગારી યોજના હેઠળ તબેલા બનાવવામાં માટે પશુપાલકોને રૂપિયા 4,00,000 લાખ સુધીની લોન આપવામાં આવે છે. જે લોકો પશુપાલન ના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને આ યોજના નો લાભ લેવા માંગે છે તો આ પોસ્ટ મા પુરી માહિતી આપેલી છે તે વાંચો.

તબેલા લોન યોજના 2023

યોજનાનું નામTabela Loan 2023
પોસ્ટની ભાષાગુજરાતી અને અંગ્રેજી
યોજનાનો હેતુગુજરાતના આદિજાતિના લાભાર્થીઓને
સ્વ-રોજગાર યોજના હેઠળ તબેલાના હેતુ માટે લોન આપીને જીવનધોરણ
ઉંચુ લાવી શકાય અને પગભર કરી શકાય
લાભાર્થીગુજરાતના આદિજાતિના લોકો
લોનની રકમઆ યોજના હેઠળ લાભાર્થીને 4 લાખ સુધીની લોન આપવામાં આવે છે.
લોન પર વ્યાજ દરોમોડી ચૂકવણી માટે વાર્ષિક 4% તેમજ વધારાના 2% પેનલ્ટી વ્યાજ.
સત્તાવાર વેબસાઇટhttps://adijatinigam.gujarat.gov.in/
અરજી કરવાનો પ્રકારઓનલાઈન

આ પણ વાંચો: PM SVANIDHI યોજના મળશે રૂ.50000 સુધીની લોન

તબેલા લોન યોજના પાત્રતા ધોરણો

  • આ યોજનાનો લાભ લેવા અરજદાર પાસે જાતિનું પ્રમાણપત્ર હોવું જોઇએ.
  • આ યોજનાનો લાભ લેવા માટે અરજદારની ઉંમર 18 વર્ષથી ઓછી અને 55 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
  • ગ્રામીણ વિસ્તાર માટે આવક મર્યાદા રૂ. 1,20 ,000/- અને શહેરી વિસ્તાર માટે આવક મર્યાદા રૂ. 1,50,000/- છે.
  • લાભાર્થી વ્યક્તિ ગુજરાતના અદિજાતિના હોવા જરૂરી છે. (મામલતદારશ્રી/સમાજ કલ્યાણ અધિકારી અથવા સક્ષમ અધિકારીશ્રીનો દાખલો રજુ કરવો.)ગ્રામ્ય વિસ્તાર માટે આવક મર્યાદા રૂ.૧,૨૦,૦૦૦/-તેમજ શહેરી વિસ્તાર માટે આવક મર્યાદા રૂ.૧,૫૦,૦૦૦/-થી વધુ હોવી ન જોઇએ. અરજદારે રજૂ કરેલ પ્રમાણપત્ર સ્વ-પ્રમાણિત કરી રજૂ કરવાના રહેશે.
  • લાભાર્થીની ઉંમર ૧૮ વર્ષથી ઓછી તથા ૫૫ વર્ષથી વધુ ન હોવી જોઇએ.( જે અંગે આધારકાર્ડની નકલ ફરજિયાત રજૂ કરવાની રહેશે.)
  • લાભાર્થીએ જે હેતુ માટે (ધંધો/રોજગાર) ધિરાણની માંગણી કરેલ હોય તેની તાલીમ/અનુભવ અંગેનું આધારભૂત પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.
  • લાભાર્થીએ જે હેતુ માટે ધીરાણની માંગણી કરેલ હશે તે હેતુ માટે જ લોનનો ઉપયોગ કરવાની રહેશે. લોન મંજુર થયેથી લોનની રકમના NSTFDC યોજના હેઠળ ૫% / સ્વરોજગારી યોજના હેઠળ ૧૦% લાભાર્થી ફાળો ભરવાનો રહેશે.
  • લાભાર્થીએ જે હેતુ માટે કોર્પોરેશનમાંથી ધીરાણ મેળવેલ હશે તે જ હેતુ માટે બેંક કે અન્ય નાણાંકીય પાસેથી ધીરાણ મેળવી શકશે નહીં. (તમામ યોજનાઓ માટે બેન્કનું છેલ્લા એક વર્ષનું સ્ટેટમેન્ટ રજૂ કરવાનું રહેશે.)
  • લાભાર્થી અગર તેઓના કુટુંબના કોઇ સભ્યોએ આ અથવા કોર્પોરેશનની કોઇ પણ યોજના હેઠ્ળ કોર્પોરેશનમાંથી લોન લીધી હોય અને તે અન્વયે કોઇ પણ રકમ બાકી હોય તેવા લોકો લોન લેવાને પાત્ર ગણાશે નહી.
  • અરજદારે લોન માટેનું અરજી ફોર્મ ઓફીસીયલ વેબસાઇટ પરથી ઓનલાઇન ભરવાનું રહેશે.તથા અરજી મંજુર થયેથી જરૂરી દસ્તાવેજો જે-તે લગત કચેરીએ જમા કરાવવાના રહેશે.
  • ઉપરોક્ત વિગતે આવનાર અરજીની ચકાસણી કરી સંપુર્ણ વિગતો સહ વહીટદારશ્રી/જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર મારફતે મોકલવાની રહેશે.જરૂર જણાયે જે તે હેતુ માટે ધંધાનું સ્થળ,યોજનાની વિગત, મળવાપાત્ર સહાયની વિગત,લાભાર્થી નો અનુભવ,વીજળી જોડાણ નો પુરાવો વગેરે પેટા માહિતી પણ અરજી સામે સામેલ કરવાની રહેશે.
  • વધુમાં અધૂરી વિગતોવાળી દરખાસ્ત કોઇ પણ સંજોગોમાં સ્વીકારવામાં આવશે નહી. તે માટે ફરીથી પુર્તતા કરવામાં આવશે નહી.
  • અરજદારે જે તે એક જ હેતુ માટે લોન અરજી કરવાની રહેશે
  • અરજદારે માંગણી કરેલ લોન ફોર્મ વંચાણે લીધા બાદ જરૂરિયાત મુજબની વિગતો માં દર્શાવેલ ક્રમ-૧ થી ૮ તેમજ ક્રમ નં-૧૦ ની સંપૂર્ણ વિગતો અરજદારે ભરવાની રહેશે.
  • લાભાર્થીએ કોર્પોરેશનને નક્કી કરેલ અને નક્કી કરવામાં આવનાર તમામ શરતોનું પાલન કરવાનું રહેશે.
  • અરજદારે રજૂ કરેલ જામીનની વિગતો એક વાર રજૂ કર્યા પછી જામીન બદલી શકાશે નહી.

આ પણ વાંચો: નમો ઈ-ટેબ્લેટ યોજના મળશે રૂ.8000 નુ ટેબ્લેટ રૂ.1000 મા

તબેલા લોન માટે જરૂરી ડોકયુમેન્ટ: (Tabela Loan Document List)

  • અરજદાર અદિજાતિના હોવા જરૂરી છે.
  • આધાર કાર્ડની નકલ
  • અરજદારનો જાતિનો દાખલો રજુ કરવાનો રહેશે.
  • અરજદારે રજૂ કરેલ મિલકતનો પુરાવો
  • જામીનદાર-૧ ના (૭/૧૨ તથા ૮-અ અથવા મકાન ના દસ્તાવેજ અને પ્રોપર્ટી કાર્ડ)
  • જામીનદાર-૨ ના (૭/૧૨ તથા ૮-અ અથવા મકાન ના દસ્તાવેજ અને પ્રોપર્ટી કાર્ડ)

Tabela Loan 2023 online form

  • તબેલા લોન માટે ઓનલાઇન ફોર્મ ભરવાનુ રહેશે.
  • લાભાર્થીએ પોતાની અરજીની માહિતી ઓનલાઈન ભરતી વખતે અરજીની વિગતો, અરજદારની મિલકતની વિગતો, લોનની વિગતો, બાંયધરી આપનારની વિગતો વગેરે દાખલ કરવાની રહેશે.
  • જેમાં સ્કીમની પસંદગીમાં “ લોન સ્કીમ ફોર સ્ટેબલ ” પસંદ કરીને આગળની કોલમમાં લોનની રકમ ચૂકવવાની રહેશે .
  • તમારે નક્કી કર્યા મુજબ મિલકતની વિગતો, બેંક ખાતાની વિગતો, અન્ય જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે.
  • તમામ વિગતો ઓનલાઈન ભર્યા બાદ, જરૂરી વિગતો ચેક કરીને સેવ કરવાની રહેશે.
  • સેવ કરેલી એપ્લિકેશનનો નંબર જનરેટ થશે. જેની પ્રિન્ટ લેવી અને સેવ રાખો

પશુપાલકો માટે આ તબેલા લોન યોજના યોજના ખૂબ જ ઉપયોગી છે.

અગત્યની લીંક

અદિજાતિ નિગમ ગુજરાતની સત્તાવાર વેબસાઇટઅહીં ક્લિક કરો
તબેલા લોન યોજના માટે સીધી ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
લોગિન લીંકઅહીં ક્લિક કરો
રજીસ્ટ્રેશન લીંકઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
💥 Whatsapp Group માં જોડાવા 💥અહીં ક્લિક કરો
💥 Google News પર Follow કરવા 💥અહીં ક્લિક કરો
Tabela Loan 2023
Tabela Loan 2023

ગુજરાત આદિજાતિ નિગમની ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?

https://adijatinigam.gujarat.gov.in

6 thoughts on “Tabela Loan 2023: પશુપાલન ને તબેલો બનાવવા સરકાર આપે છે 4 લાખની લોન,જાણો સંપૂર્ણ માહિતી”

Leave a Comment

error: Content is protected !!