પીએમ સુર્યોદય યોજના: 300 યુનીટ ફ્રી વિજળી, વર્ષે થશે 12 થી 15 હજારની આવક; 60% સબસીડી

પીએમ સુર્યોદય યોજના: પ્રધાનમંત્રી સુર્યોદય યોજના: કેન્દ્ર સરકારના રજુ થયેલા બજેટમા પ્રધાનમંત્રી સુર્યોદય યોજના બાબતે જોગવાઇ કરવામા આવી છે. જેમા 1 કરોડ લોકોના ઘરો પર સોલાર રૂફટોપ પેનલ લગાવવામા આવશે તેવી જાહેરાત કરવામા આવી છે. આ યોજનાથી લોકોને વિજબીલમા ઘણી રાહત મળશે. ચાલો જાણીએ આ યોજનામા લોકોને કઇ રીતે ફાયદો થશે.

પીએમ સુર્યોદય યોજના

Pradhan Mantri Suryoday Yojna: હાલમા પહેલી ફેબ્રુઆરીએ રજૂ થયેલા કેન્દ્ર સરકારના વચગાળાના બજેટમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ઘણી મહત્વની જાહેરાતો કરી હતી. તેમાં એક મોટી જાહેરાત 1 કરોડ ઘરની છત પર સોલાર પેનલ લગાવવા બાબતે જોગવાઇ કરવામા આવી હતી. આ યોજનાથી લાભાર્થીને મહિને 300 યુનિટ ફ્રી વીજળી અને વાર્ષિક 18 હજાર રૂપિયાની બચત થનાર છે. હવે મોદી સરકારની આ યોજના પર કેન્દ્રીય ઉર્જા મંત્રી આરકે સિંહે વિગતવાર માહિતી આપી હતી.

આ પણ વાંચો: નમો લક્ષ્મી યોજના: નવી સરકારી યોજના, ધો. 9 થી 12 મા વિદ્યાર્થીની ને મળશે રૂ.50 હજારની સહાય

એક ઈન્ટરવ્યૂમાં ઊર્જા મંત્રી આરકે સિંહે જણાવ્યુ હતુ કે- આ યોજના અન્વયે એક કરોડ પરિવારના ઘરની છત પર સોલર પેનલ લગાવવામાં આવશે. આ સોલાર પેનલ ના ઇન્સ્ટોલેશન થી માંડીને મેન્ટેન કરવાનું કામ સરકાર કરશે. ઊર્જા મંત્રીએ જણાવ્યું હતુ કે હાલ સોલાર પેનલ લગાવવા માટે સરકાર તરફથી 3 કિલોવોટ સુધી 40 ટકા સબ્સિડી આપવામા આવે છે, જેને વધારી આ યોજના અન્વયે 60 ટકા કરવામાં આવશે. ત્યારબાદ બાકીની રકમ માટે લોન લેવી પડશે. આ લોન પબ્લિક સેક્ટરની કંપનીઓ લેશે અને તે લોકોના ઘરો પર સોલાર સિસ્ટમ લગાવશે. સોલાર સિસ્ટમ લગાવવાની સાથે પરિવારની વીજળી ફ્રી થઈ જશે.

કઇ રીતે થશે લોકોને ફાયદો

લોકોના ઘરોની છત પર જે સોલાર સિસ્ટમ લગાવવામાં આવશે તે મહિને 300 યુનિટથી વધુ વીજળી ઉત્પન કરશે. આ વધારાની વીજળીથી પબ્લિક સેક્ટરની કંપનીઓ લોનની ચુકવણી કરી શકશે. એક અંદાજ અનુસાર તેનાથી કંપનીઓ લોનની ચુકવણી 10 વર્ષમાં પૂરી કરી લેશે. ત્યારબાદ રૂફ ટોપ સોલર સિસ્ટમ ની માલીકી મકાન માલિક ની થઈ જશે. ત્યારબાદ મકાન માલિક પોતાની સોલર સિસ્ટમથી જનરેટ થયેલી વીજળી દ્વારા મોટી રકમ બચાવી શકે છે. ઉલ્લેખનીય છે કે આ સિસ્ટમ નુ આયુષ્ય 25 વર્ષ નુ હોય છે.

બજેટમાં નાણામંત્રીએ આ યોજના ની જાહેરાત કરતા કહ્યું હતું કે છત પર સોલર સિસ્ટમ લગાવવાથી 1 કરોડ પરિવાર દર મહિને 300 યુનિટ સુધી વીજળી ફ્રી મા મેળવી શકશે. નિઃશુલ્ક વીજળી અને વીજળી વિતરણ કંપનીઓને વધારાની વીજળી વેચવાથી પરિવારોને દર વર્ષે 15થી 18 હજાર રૂપિયા સુધીની બચત થશે. સપ્લાય અને ઈન્સ્ટોલેશન માટે મોટી સંખ્યામાં વેન્ડરોને તક આપવામા આવશે. મેન્યુફેક્ચરિંગ, ઈન્સ્ટોલેશન અને મેન્ટેનન્સમાં ટેક્નો સ્કિલ રાખનાર યુવાનો માટે રોજગારની નવી તકો નુ સર્જન થશે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
પીએમ સુર્યોદય યોજના
પીએમ સુર્યોદય યોજના

પીએમ સુર્યોદય યોજના મા મહિને કેટલી વીજળી ફ્રી મળશે ?

300 યુનીટ

1 thought on “પીએમ સુર્યોદય યોજના: 300 યુનીટ ફ્રી વિજળી, વર્ષે થશે 12 થી 15 હજારની આવક; 60% સબસીડી”

Leave a Comment

error: Content is protected !!