King Of Sarangpur: કિંગ ઓફ સાળંગપુર: બોટાદ નજીક આવેલ કષ્ટભંજન દાદાનુ સાળંગપુર ધામ ભક્તો મા આસ્થાનુ પ્રતિક છે. આ સાળંગપુર ધામ હવે King Of Sarangpur ‘કિંગ ઓફ સાળંગપુર’ તરીકે ઓળખાશે. ચાર કરોડનાં ખર્ચે હનુમાનજી દાદાની અદભુત મૂર્તિ તૈયાર કરવામા આવી છે. ત્યારે હવે સાળંગપુર આવતા ભક્તોને સાત કિલોમીટર દૂરથી દાદાનાં દર્શન થઇ શકશે.
King Of Sarangpur
બોટાદ નજીક આવેલ સાળંગપુર ધામ હવે King Of Sarangpur ‘કિંગ ઓફ સાળંગપુર’ તરીકે ઓળખાશે. ચાર કરોડનાં ખર્ચે હનુમાનજી દાદાની અદભુત મૂર્તિ તૈયાર કરવામા આવી છે. ચાલો જોઇએ પ્રોજેકટની વિશેષતાઓ.
- પ્રોજેક્ટ થયો તૈયાર
- કષ્ટભંજન દાદાની મૂર્તિ રૂ. 4 કરોડના ખર્ચે તૈયાર
- 7 કિલોમીટર દૂરથી થશે હવે દાદાનાં દર્શન
- એક સાથે 10 હજાર લોકો ડાઈનીંગ હોલમાં બેસી શકશે
- કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે ઉદ્ઘાટન
- કિંગ ઓફ સાળંગપુર પ્રોજેક્ટ 1 લાખ 35 હજાર ચોરસ ફૂટમાં તૈયાર થનાર છે.
- 13 ફૂટના બેઝ પર દાદાની મૂર્તિ દક્ષિણ મુખી તરફ રાખવામાં આવશે.
- 11,900 ચોરસ ફૂટમાં વાવ અને એમ્ફી થિએટર બનાવવામા આવશે .
- એમ્ફી થિએટરમાં 1500 દર્શનાર્થીઓ એકસાથે બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
- કષ્ટભંંજન દાદાના મંદિરની સામે 62 હજાર ચોરસ ફૂટ વિસ્તારમાં ભવ્ય બગીચો બનાવવામા આવશે.
- આ ગાર્ડનમાં 12 હજાર લોકો એક સાથે બેસી શકે તેવી વ્યવસ્થા છે.
- 55 કરોડના ખર્ચે આધુનીક ભોજનાલય તૈયાર કરવામા આવ્યુ છે. જે 3 લાખ ચોરસ ફૂટમાં પથરાયેલુ છે. એક સાથે 10 હજાર લોકો આ ભોજનાલય બેસવાની સુવિધા છે.
- આધુનીક ટેકનોલોજીથી સજ્જ આ ભોજનાલયમાં થર્મલ બેઝથી રસોઈ તૈયાર કરવામા આવશે. 15 હજાર લોકોની રસોઈ માત્ર એક કલાકમાં જ બને તેવી આધુનીક મશીનરી છે.
- હનુમાન જયંતીના દિવસે આ ભોજનાલયનું ઉદ્ધાટન થશે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે હનુમાન જયંતીનાં દિવસે ઉદ્ઘાટન કરવામા આવશે.
આ પણ વાંચો: નામનો અર્થ બતાવતી એપ. જાણો તમારા નામનો અર્થ શું થાય ?
કિંગ ઓફ સાળંગપુર
શ્રદ્ધાનું બીજું નામ એટલે સાળંગપુર કષ્ટભંજન ધામ. ગુજરાત આવે એટલે લોકો બોટાદ નજીક આવેલ સાળંગપુર દર્શન કરવા જવાનુ ચૂકતા નથી. કષ્ટભંજન દાદા ના દર્શન કરી લોકો ધન્યતા અનુભવે છે. સાળંગપુર ધામ હવે કિંગ ઓફ સાળંગપુરના નામથી ઓળખાશે. 54 ફૂટની બોર્ઝની વિરાટ હનુમાનજી દાદાની મૂર્તિનું 5 એપ્રિલના દિવસે થશે અનાવરણ સાથે સાથે ગુજરાતનું પ્રથમ નંબરનું એક સાથે 10 હજાર થી લોકો ભોજન લઈ શકે તેવું આધુનિક ભોજનાલયનું હનુમાન જયંતિ ના દિવસે દેશના ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઉદ્ઘાટન થનાર છે. જેની તમામ તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે.
કિંગ ઓફ સાળંગપુર વિશેષતાઓ
આ મૂર્તિ કુલ 135000 ચોરસ ફૂટ એરિયા માં મુકવામાં આવી છે
આ સાથે અદભુત લાઈટ અને સાઉન્ડ સિસ્ટમ સાથે હનુમાન ચાલીસા તેમજ સાળંગપુર મંદિરનો ઇતિહાસ જાણી શકાય તે મુજબનું આયોજન મંદિર સંચાલક્મંડળ દ્રારા કરવામાં આવશે. King Of Sarangpur હનુમાનજી દાદાની આ 54 ફૂટની આ મૂર્તિ કુલ 135000 ચોરસ ફૂટ એરિયા માં મુકવામાં આવી છે. અને આ મૂર્તિ ના વજનની વાત કરીએ તો 30 હજાર કિલો જેટલુ વજન છે. આ મૂર્તિ વેધર પ્રુફ અને ભૂકંપ પ્રુફ બનાવવામા આવી છે. આ સાથે લગભગ 7 કિલોમીટર દૂર થી આ મૂર્તિના લોકો દર્શન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. મૂર્તિની આજુબાજુ આશરે 12000 લોકો એક સાથે બેસી શકે તેવા મોટા ગાર્ડન બનાવવામા આવ્યો છે.
મૂર્તિની વિશેષતાઓ
- ૪ કરોડ ના ખર્ચે બનાવવામા આવી મૂર્તી.
- કષ્ટભંજન દાદાની આ મૂર્તિ સાળંગપુર આવતાં 7 કિલોમીટર દૂરથી દેખાવા લાગશે.
- આ પ્રોજેક્ટ 1,35,000 ચોરસ ફૂટમાં બનાવવામાં આવશે.
- 13 ફૂટના બેઝ પર દાદાની આ મૂર્તી દક્ષિણ મુખે રાખવામાં આવશે.
- બેઝ પર સાળંગપુરધામનો ઇતિહાસ કંડારથી વૉલ મ્યુરલથી સુશોભિત થશે.
- પરિક્રમા અને દાદાની મૂર્તિના મધ્યમાં 11,900 ચોરસ ફૂટમાં સ્ટેપ વેલ અને એમ્ફી થિએટર બનાવવામાં આવશે.
- એમ્ફી થિએટરમાં 1500 દર્શનાર્થીઓ બેસીને લાઇટ એન્ડ સાઉન્ડનો ફાઉન્ટેન શો ની મજા માણી શકશે.
અગત્યની લીંક
સાળંગપુર કષ્ટભંજન દાદાની લાઇવ દર્શન | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
કિંગ ઓફ સાળંગપુર પ્રોજેક્ટ કેટલી જગ્યામા બનાવવામા આવ્યો છે ?
1,35,000 ચોરસ ફૂટ
સાળંગપુર ક્યા આવેલુ છે ?
સાળંગપુર ગુજરાતમા બોટાદ નજીક આવેલ છે.