Cooling Gadgets: 500 રૂ. થી ઓછી કિંમતમા આવે છે આ ડીવાઇસ, ઉનાળામા એ.સી. જેવી ઠંડક આપશે

Cooling Gadgets: ઉનાળો આવી ગયો છે અને ધોમ ધખતો તાપ અને ગરમી પડવાની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે લોકો એ.સી., કૂલર ની ખરીદી કરી રહ્યા છે. તેવામા આપણે એવા સસ્તામા મળતા ગેજેટસ ની માહિતી મેળવીશુ જે 500 રૂપીયા જેવી કિંમતમા જ એ.સી. જેવી સરસ ઠંડક આપશે. રાજયમા અનેક વિસ્તારોમાં તાપમાન 40ની ઉપર પહોંચી ગયુ છે. તો આજે આપણે એવા ગેજેટ્સનું લિસ્ટ જણાવવા જઈ રહ્યા છીએ જે 500 રૂપિયાથી ઓછી કિંમતમાં મળી રહ્યા છે, જે તમને ઉનાળામાં શીમલા જેવી ઠંડીનો અહેસાસ કરાવશે.

Cooling Gadgets

નેક કૂલિંગ ટ્યુબ

આ ગેજેટ તમે તમારા ઘરના ફ્રીઝરમાં સિલિકોનથી બનાવવામા આવેલી આ કૂલિંગ નેક ટ્યુબને 30 મિનિટ સુધી રાખીને દોઢથી બે કલાક સુધી ઠંડક મેળવી શકાય છો. આ બેન્ડ તમારી ગરદન અને તેની આસપાસ સારી ઠંડક આપે છે. સિલિકોન એક એવી સામગ્રી છે જેનાથી ત્વચા પર ડંખ પણ પડતા નથી. તે લાંબા કલાકો સુધી આરામથી પહેરી શકાય છે. આ કૂલિંગ પેડ્સ ઈ-કોમર્સ વેબસાઈટ પર 350 થી 500 રૂપિયામાં સરળતાથી મળી જશે.

આ પણ વાંચો: Heatstroke: ઉનાળાની કાળઝાળ ગરમી, લૂ થી કેમ બચવુ; શું કરવુ ? શું ન કરવુ ?

પોર્ટેબલ કુલર બેટરી

પોર્ટેબલ કુલર બેટરી અને યુએસબી કેબલ દ્વારા ચાલતુ આ મીની કૂલરનું વજન અડધા કિલોથી પણ ઓછું છે. તેમાં એક નાનું સ્ટોરેજ બોક્સ આવેલુ હોય છે, જેમાં બરફ અથવા પાણી ભરીને તેને ચલાવવામા આવે છે. આ મિની કૂલર બેટરીથી 8 કલાક સુધી ચાલે છે, જ્યારે તે ત્રણ અલગ-અલગ સ્પીડમાં ઠંડક આપે છે. આ મિની કૂલર ઈ-કોમર્સ વેબસાઈટ પર રૂ. 350 થી રૂ. 600 માં સરળતાથી મળી છે.

રિચાર્જેબલ હેન્ડ ફેન

રિચાર્જેબલ હેન્ડ ફેન એ બેટરી પર ચાલતો આ હેન્ડ ફેન છે. જે માત્ર 300 થી 450 રૂપિયામાં ઓનલાઇન મળી રહેશે. તમે તમારા ટોર્ચ અથવા હેડફોનને જે રીતે ચાર્જ કરો છો તે રીતે તમે આ પંખાને પણ ચાર્જ કરી શકો છો. 25 થી 30 મિનિટમાં ચાર્જ થઈ જતો આ પંખો ત્રણથી ચાર કલાક સુધી ચાલી શકે છે અને ઠંડી હવા આપે છે.

હાઈડ્રૉકૂલ ટુવાલ

હાઈડ્રૉકૂલ ટુવાલ ખાસ માઈક્રોફાઈબરથી બનેલ હોય છે. આ કૂલિંગ ટુવાલ સાદા પાણીમાં પલાળવાથી ઠંડુ થઈ જાય છે. આ ટુવાલ વડે શરીર લૂછવાથી ઠંડક મળે છે. ઉનાળાના દિવસોમા આ ટુવાલથી ઠંડક મળે છે તો સાથે સાથે સામાન્ય દિવસોમાં જીમ કે કસરત કર્યા પછી ગરમીને કંટ્રોલ કરવા માટે પણ આ ટુવાલ બેસ્ટ છે. આ ટુવાલ વિવિધ બ્રાન્ડમાં 250 થી 700 સુધી મળે છે.

આ પણ વાંચો: ઉનાળામા કેરી ખાવાના ફાયદાઓ

નેકબેન્ડ ફેન

નેકબેન્ડ ફેન જેમ નેકબેન્ડ ઇયરફોન પણ આવે છે, નેક બેન્ડના ચાહકો પણ હોય છે. આ પટ્ટીઓને ગળામાંથી લટકાવીને ચહેરા પર પંખાની ઠંડી હવા લઈ શકાય છે. તેમની કિંમત રૂ.300 થી રૂ.1500 સુધી હોય છે. જે બ્રાન્ડ્સ અને ગુણવત્તા પર આધાર રાખે છે. આ બેન્ડ બેટરી પર ચાલે છે અને એકવાર ચાર્જ થઈ ગયા પછી ત્રણથી ચાર કલાક સુધી ઠંડી હવા આપી શકે છે.

આ સસ્તા કૂલીંગ ગેજેટ ગરમીમા ઘણી રાહત આપે છે. અને કિમતમા પણ બધાને પરવડે એવા હોય છે. હાલ ખૂબ જ ગરમી અને લૂ પડી રહિ હોય એસી, કૂલર, વિવિધ કુલીંગ ગેજેટ ની ડીમાન્ડ વધી રહિ છે. છેલ્લા થોડા દિવસોથી રાજ્યના વિવિધ જિલ્લાઓમા ખૂબ જ ગરમી અને લૂ પડી રહ્યા છે. ત્યારે આવી સ્થિતિમા વધુ પડતી ગરમી અને લૂ મા બપોરે બાળકો અને વૃધ્ધોએ બને ત્યા સુધી બહાર ન નીકળવુ જોઇએ.

ઉપરાંત જો કોઇ વ્યક્તિ ને લૂ લાગે તો તેને તાત્કાલીક પ્રાથમિક સારવાર આપી નજીકના આરોગ્ય કેન્દ્ર મા લઇ જવા જોઇએ. હાલ કાળઝાળ ગરમી પડતી હોય લોકો ગરમી થે બચવાના અવનવા નુસખા શોધતા હોય છે. વેકેશન હોવાથી ગરમી થી રાહત મેળવવા લોકોની વોટર પાર્ક મા ભીડ ઉમટી નીકળે છે.

અન્ય કુલીંગ ગેજેટ

આ સિવાય માર્કેટ મા હાલ અન્ય કુલીંગ ગેજેટ પણ સારા મળી રહ્યા છે. જે નીચે મુજબ છે.

  • મીની પોર્ટેબલ એર કન્ડીશનર: આ ગેજેટ પણ સારુ આવે છે. જે હાલ અંદાજીત 1100 જેવી છે.
  • Clip Desk Fan: આ કુલીંગ ગેજેટ પણ સારુ આવે છે. જે હાલ અંદાજીત ૨૮૦ જેવી કિંમત છે.
  • Arctic Air Cooler: આ કુલીંગ ગેજેટ ઓનલાઇન શોપીંગ પ્લેટફોર્મ એમેઝોન પર રૂ. 1699 મા ઉપલબ્ધ છે.
  • Hoteon USB Desk Fan: આ ફેન ઓનલાઇન શોપીંગ પ્લેટફોર્મ એમેઝોન પર રૂ. 1199 મા મળી રહ્યો છે.
  • Patzy USB Personal Mini Portable Air Conditioner: આ કુલીંગ ગેજેટ રૂ. 990 મા ઓનલાઇન મળી રહ્યુ છે.

હાલ કુલીંગ માટે લોકો કુલીંગ બેડશીટ નો પણ ઉપયોગ કરી રહ્યા છે. હાલ ખૂબ જ ગરમી પડતી હોવાતેહે ગરમી થી બચવા માટે લોકો અવનવા કુલીંગ ગેજેટનો ઉપયોગ કાતા હોય છે. ત્યારે હાલ ઓનલાઇન શોપીંગ પ્લેટફોર્મ પર નવા ફીચરવાળા અદ્યતન ઘણા કુલીંગ ગેજેટ મળી રહ્યા છે.

અગત્યની લીંક

કુલીંગ ગેજેટની માહિતીઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
Cooling Gadgets
Cooling Gadgets

કૂલીંગ ગેજેટ ક્યાથી ખરીદી શકાય ?

કૂલીંગ ગેજેટ નજીકની દુકાન પરથી અથવા ઓનલાઇન ખરીદી શકાય છે.

નેક કૂલિંગ ટ્યુબ શેની બનેલી હોય છે ?

સિલિકોન

Portable Cooler કેટલી કિમતમા મળે છે ?

રૂ.1000 થી 2000

13 thoughts on “Cooling Gadgets: 500 રૂ. થી ઓછી કિંમતમા આવે છે આ ડીવાઇસ, ઉનાળામા એ.સી. જેવી ઠંડક આપશે”

Leave a Comment

error: Content is protected !!