World Smallest Country: આ છે દુનિયાનો સૌથી નાનો દેશ, માત્ર 2 થાંભલા પર ટકેલો

World Smallest Country: દુનિયાનો સૌથી નાનો દેશ: The Principality Of Sealand: દુનિયામા ઘણા દેશો આવેલા છે જે અજબ પ્રકારના રેકોર્ડ ધરાવતા હોય છે. દુનિયાનો સૌથી મોટો દેશ, વિશાળ દેશ, સૌથી વધુ વસતિ ધરાવતો દેશ વગેરે તમે સાંભળ્યુ હશે પરંતુ આજે આપણે વાત કરીશુ દુનિયાના સૌથી નાના દેશની. જી આપણે વાત કરી રહ્યા છે The Principality Of Sealand નામના દેશની ચાલો તેની માહિતી મેળવીએ.

The Principality Of Sealand Detail

દેશનુ નામધ પ્રિન્સિપાલિટી ઓફ સીલેન્ડ
પ્રીન્સમાઇકલ બેટસ
રાષ્ટ્ર જાહેર૧૯૬૭
ક્ષેત્રફળ૦.૦૦૪ ચો.કીમી
ચલણસીલેન્ડ ડોલરના કોઇન અને પોસ્ટેજ સ્ટેમ્પ

World Smallest Country

તમે આજ સુધી દુનિયાના સૌથી નાના દેશ વિશે સાંભળ્યું નહીં હોય. અથવા જો તમે વિશ્વના સૌથી નાના દેશ વિશે ક્યાય વાંચ્યુ હશે તો તમે વેટિકન સિટી (Vatican City)ને વિશ્વનો સૌથી નાનો દેશ માનતા હશો. પરંતુ વિશ્વમાં આનાથી પણ નાનો દેશ આવેલો છે, જે માત્ર બે સ્તંભો પર વસેલો છે, જેનું નામ છે ધ પ્રિન્સિપાલિટી ઓફ સીલેન્ડ (The Principality Of Sealand). આ દેશ ઈંગ્લેન્ડથી લગભગ 10 થી 12 કિલોમીટરના અંતરે સમુદ્રની વચ્ચે આવેલ છે. આ દેશમાં રહેતા લોકોની કુલ સંખ્યા 24 જેટલી જ છે. તમને માન્યા મા નહિ આવે પરંતુ આ દેશમા માત્ર 24 લોકો જ રહે છે. આ દેશનું કદ ફૂટબોલના મેદાન જેટલુ પણ નથી. પરંતુ ચોંકાવનારી વાત એ છે કે તેમની પોતાની એક ફૂટબોલ ટીમ છે. આ સિવાય આ દેશની ખાસિયત એ છે કે આ દેશનું પોતાનું બંધારણ અને ધ્વજ છે અને આ દેશને દુનિયાના ઘણા દેશોએ માન્યતા પણ આપી છે.

સીલેન્ડનું નિર્માણ બ્રિટિશરો દ્વારા વિશ્વ યુદ્ધ 2 દરમિયાન કરવામાં આવ્યું હતું. તેનો ઉપયોગ લશ્કર અને નૌકાદળના કિલ્લા તરીકે થતો હતો. તે યુકેના પાણી (સીમા) ની બહાર આવેલું હતું તેથી યુદ્ધ સમાપ્ત થયા પછી તેને તોડી પાડવામાં આવતું હતું, પરંતુ કોઈક રીતે તે નાશ પામ્યું ન હતું.

આ પણ વાંચો: 500 રૂ. થી ઓછી કિંમતમા મળતા કુલીંગ ગેજેટ

ધ પ્રિન્સિપાલિટી ઓફ સીલેન્ડ

આ દેશના ઇતિહાસની વાત કરીએ તો

વિશ્વ યુદ્ધ 2 દરમિયાન, 1943 માં, યુકે સરકાર દ્વારા એચએમ ફોર્ટ રફ્સનું નિર્માણ તેના મૌનસેલ કિલ્લા તરીકે કરવામાં આવ્યું હતું. આ મુખ્યત્વે નજીકના નદીમુખોમાં મહત્વપૂર્ણ શિપિંગ લેન સામે સંરક્ષણ માટે ઉપયોગ થતો હતો. તે જર્મન ખાણ બિછાવેલા વિમાન સામે પણ ફળદાયી હતું. આ મૌનસેલ કિલ્લાઓ 1956 માં રદ કરવામાં આવ્યા હતા.

હકીકતમાં, સીલેન્ડનો ઉપયોગ બ્રિટિશ રોયલ નેવી દ્વારા બીજા વિશ્વયુદ્ધ દરમિયાન થયો હતો. બ્રિટિશરો દ્વારા જર્મન હુમલાનો સામનો થઇ શકે તે માટે સીલેન્ડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પરંતુ 1967 માં પેડી રોય બેટ્સ નામના બ્રિટિશ માણસે આ જગ્યા પર પોતાનો કબજો કરી લીધો અને ગેરકાયદેસર રીતે પોતાનું રેડિયો સ્ટેશન ચલાવવાનું શરૂ કર્યું હતુ. આ સિવાય તેમણે આ જગ્યાને Sovereign State તરીકે દાવો કર્યો હતો

આ પણ વાંચો: કૌન બનેગા કરોડપ્તિ માટે રજીસ્ટ્રેશન કરવાની માહિતી

આ અંગે જણાવી દઈએ કે છેલ્લા લગભગ 50 વર્ષથી તેમના પરિવારે આ “માઈક્રોનેશન”ને ખૂબ સરસ રીતે ચલાવ્યું છે કે જાણે તે કોઈ વાસ્તવિક દેશ હોય. જો કે, વિશ્વના ઘણા દેશોએ તેને ક્યારેય સત્તાવાર રીતે માન્યતા નથી આપી, પરંતુ વિશ્વના ઘણા દેશો છે જે સીલેન્ડને એક દેશ માને છે.

આજે, આ દેશનુ પોતાનું બંધારણ, તેનો પોતાનો ધ્વજ, અને તેનું પોતાનું સત્તાવાર સૂત્ર “E Mare, Libertas” છે જેનો અર્થ થાય છે “સમુદ્રમાંથી, સ્વતંત્રતા.”

સીલેન્ડનો ખુબ લાંબો ઇતિહાસ છે. તેના અસ્તિત્વના છેલ્લા પાંચ દાયકાઓમાં, આ માઇક્રોનેશનએ શાહી મૃત્યુ, બંધક પરિસ્થિતિઓ, પ્રાદેશિક વિવાદો અને હેલિકોપ્ટર યુદ્ધ પણ જોયેલા છે. પરંતુ આજે પણ તે વિશ્વમાં પોતાનું અસ્તિત્વ જાળવી રાખવામા સફળ રહ્યું છે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
follow us on Google Newsઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
World Smallest Country
World Smallest Country

ધ પ્રિન્સિપાલિટી ઓફ સીલેન્ડ ક્યા આવેલ છે ?

ઈંગ્લેન્ડથી લગભગ 10 થી 12 કિલોમીટરના અંતરે સમુદ્રની વચ્ચે

The Principality Of Sealand મા કુલ વસ્તિ કેટલી છે ?

24 જેટલા લોકો

2 thoughts on “World Smallest Country: આ છે દુનિયાનો સૌથી નાનો દેશ, માત્ર 2 થાંભલા પર ટકેલો”

Leave a Comment

error: Content is protected !!