કેરી ખાવાના ફાયદા: ઉનાળાની ઋતુ આવે એટલે બજારમા કેરીનુ આગમન થઇ જાય છે. મોટાભાગના લોકોને કેરી ખાવાનું ખુબ જ પસંદ હોય છે. પરંતુ શું તમે કેરી ખાવાથી થતા ફાયદાઓ ની ખબર છે ? તમને જણાવી દઈએ કે રોજિંદા આહારમાં કેરીનો સમાવેશ કરીને તમે શરીરની સ્થૂળતા અને ડાયાબિટીસ જેવી સમસ્યાઓને દૂર રાખવામાં સફળ રહી શકો છો. તે જ સમયે, કેરીનું સેવન કરીને, તમે ઉનાળામાં ત્વચા અને વાળ મા પણ ફાયદા થશે.
કેરી ખાવાના ફાયદા
ગરમીની સીઝનમાં બજારમા ક્યારે કેરી આવે તેની લોકો કેરીના શોખીન લોકો રાહ જોતા હોય છે. કેરી ઘણા બધા લોકોનું પ્રીય ફળ છે. તો સીઝનલ ફળ ખાવાના શોખીન લોકોએ પણ કેરીનો સ્વાદ લેવાનું શરૂ કરી દીધુ છે. આમ તો ગરમી દરમિયાન કેરી ખાવી સામનય વાત છે અને કેરી સૌ કોઇને ભાવતી હોય છે. પરંતુ શું તમે કેરી ખાવા થી થતા ફાયદા જાણો છો. આજે આ પોસ્ટ,આ આપણે કેરી ખાવાથી થતા ફાયદાઓની વાત કરીશુ.
આ પણ વાંચો: માટલાનુ પાણી પીવાના અદભુત ફાયદાઓ
કેરી એક ઉચ્ચ કેલેરી વાળુ ફળ હોવા ઉપરાંત, પ્રોટીન, ચરબી, કાર્બોહાઇડ્રેટ્સ, ખાંડ, ફાઇબર, પોટેશિયમ, વિટામિન સી, વિટામિન એ, બીટા-કેરોટીન અને ફોલેટથી જેવા તત્વોથી પણ ભરપૂર છે. આવી સ્થિતિમાં ઉનાળામાં કેરીનું સેવન કરવુ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તો ચાલો જાણીએ ઉનાળામાં કેરી ખાવા થી થતા કેટલાક ફાયદાઓ વિશે.
કેન્સર મા ફાયદાકારક
કેરી ખાવી તમને કેન્સર જેવી ગંભીર બીમારીઓમાથી છુટકારો અપાવી શકે છે. કેરીમાં રહેલ બીટા કૈરોટીન અને વિટામિન એ જેવા તત્વો લંગ્સ, બ્રેસ્ટ અને સ્કિન ના કેન્સરથી બચાવવામાં મદદરૂપ બને છે. તો કેરી ખાવાથી આપણા શરીરની ઈમ્યૂનિટી મજબૂત થાય છે.
ડાયાબિટીસ અને મોટાપામાં અસરકારક
ગરમી દરમિયાન તમારા ડાયટમા કેરીને સામેલ કરી ડાયાબિટીસ અને મોટાપાથી છુટકારો મેળવવામા થોડે ઘણે અંશે ફાયદો મળે છે. કેરી ખાવાથી બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. જેનાથી ન માત્ર ડાયાબિટીસ કંટ્રોલ થાય છે પરંતુ શરીરનું વજન પણ ઘટાડવામા ફાયદાકારક રહે છે.
આ પણ વાંચો: મગફળી ખાવાના ફાયદાઓ
સ્વસ્થ હૃદય
કેરીને ફાઈબર, પોટેશિયમ અને વિટામિનનો બેસ્ટ સ્ત્રોત માનવામાં આવે છે. આવી સ્થિતિમાં કેરીનું સેવન કરવાથી શરીરનું બ્લડપ્રેશર જળવાઇ રહે છે. જેના કારણે હૃદય સારી રીતે કાર્ય કરે છે અને તમને હાર્ટ એટેક કે હૃદય રોગનો ખતરો ઓછો રહે છે.
આંખોની રોશની
કેરીનું સેવન કરવાથી આંખની સંભાળ માટે પણ શ્રેષ્ઠ રેસિપી માનવામાં આવે છે. વાસ્તવમાં કેરીની અંદર ઝેક્સાન્થિન નામનું એન્ટી-ઓક્સીડેન્ટ તત્વ હોય છે. જેનું સેવન કરવાથી આંખોની રોશની વધે છે. આ સાથે તમે આંખોની નીચે કાળા ડાર્ક સર્કલથી પણ છુટકારો મળે છે.
ત્વચા અને વાળ મા ફાયદો
ગરમી દરમિયાન કેરી ખાવી ત્વચા અને વાળ બન્ને માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય છે. કેરીમાં રહેલા વિટામિન એ અને વિટામિન સીની મદદથી તમે ન માત્ર ચહેરા પર નિખાર લાવી શકો છો પરંતુ વાળને પણ હેલ્ધી અને પ્રોબ્લેમ ફ્રી રાખી શકો છો.
- જે લોકો એનિમિયા ગ્રસ્ત હોય તેમના માટે કેરી બેસ્ટ ઓપ્શન છે. તેમાં ભરપુર માત્રામાં આયરન હોય છે. તેનાથી શરીરમાં લોહીની ઉણપ પુરી થાય છે.
- જે લોકો વજન વધારવા ઇચ્છતા હોય તેમણે પોતાના ડાયેટમા કેરીનો અચૂક સામેલ કરવી જોઇએ. 150 ગ્રામ કેરીમાં 86 કેલરી હોય છે. જે નેચરલ રીતે વજન વધારવામાં ઉપયોગી બને છે.
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |
Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |
કેરીમાથી કયા તત્વો મળે છે ?
ફાઈબર, પોટેશિયમ અને વિટામિન જેવા તત્વો મળે છે.
2 thoughts on “કેરી ખાવાના ફાયદા: કેરી ખાવાથી શરીરને મળે છે આટલા પોષક તત્વો”