મિશન ચંદ્રયાન: ચંદ્રયાન થી દેશને શું ફાયદો થશે ? આ મિશન સફળ બનાવવામા કોનો ફાળો છે ? મેળવો મિશન મુન સાથે જોડાયેલા સવાલોના સરળ જવાબો

મિશન ચંદ્રયાન: ભારતના ચંદ્રયાન નુ આજે ચંદ્ર પર સોફટ લેંડીંગ સફળતાપૂર્વક થયુ. આ મિશનથી ભારતે ચંદ્ર પર ઇતિહાસ બનાવ્યો અને દક્ષિણ ધ્રુવ પર તિરંગો લહેરાવ્યો. સાથે દક્ષિણ ધ્રુવ પર પહોંચનાર પ્રથમ દેશ બન્યો. ભારતના ચંદ્રયાન-3 નુ તારીખ 23 ઓગષ્ટના રોજ ચંદ્ર પર સફળતાપૂર્વક સોફટ લેંડીંગ કરાવવામા આવ્યુ. ત્યારે સૌ કોને પ્રશ્ન થાય કે આ મિશનથી દેશને શું ફાયદો થશે. ત્યારે આ પોસ્ટમા ચંદ્રયાન સાથે જોડાયેલા અગત્યના સવાલોના જવાબો મેળવીએ.

મિશન ચંદ્રયાન

ચંદ્રયાન-3 ની સફળતા ની સાથે જ ભારતે ઇતિહાસ સર્જી દીધો અને ફરી એક વખત સાબીત કરી દિધુ કે ભારત એક વિકસીત અને આત્મનિર્ભર દેશ છે. ભારત માટે આ સફળતા ન ભૂતો ન ભવિષ્યતિ જેવી કહી શકાય. મજત્વની વાત એ છે કે એક નેશનલ હાઈ-વે કરતા પણ ક્યાંય ઓછા બજેટમાં એક એવી જગ્યા કે જ્યાં દુનિયાનો કોઈ દેશ સફળૅતાપૂર્વક ઉતરાણ કરી શક્યો નથી તેવી જગ્યાએ ભારતે સંપૂર્ણ સ્વદેસી સામાનથી બનાવેલ ચંદ્રયાને ઉતરાણ કરી બતાવ્યું છે. ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર સોફ્ટ લેન્ડિંગ કરનાર ભારત વિશ્વનો પહેલો દેશ બન્યો છે.

આ પણ વાંચો: Chandrayan Landing Live: ચંદ્રયાન લેન્ડીંગ જુઓ લાઇવ, ઇસરોના અદભુત કેમેરા દ્વારા લાઇવ ટેલીકાસ્ટ

ચંદ્ર પર ભારતનો દબદબો

ચંદ્રયાન-3 ની સફળતા અનેરી અને અભુતપૂર્વ છે અને આ મિશનથી દેશ અને દુનિયામાં ISRO નુ માન વધ્યુ છે. દુનિયાએ ભારતની તાકાત ન માત્ર જોઈ પરંતુ આજે અનુભવી પણ છે. વૈશ્વિક ફલક ઉપર ભારતનું મહત્વ આ મિશનથી ઘણુ વધ્યું છે, તેમજ વિશ્વ ફલક ઉપર ISRO વધુ શક્તિશાળી સ્પેસ એજન્સી તરીકેની છાપ બની છે.

ચંદ્ર ઉપર ભારતનો `વિક્રમ’
ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર સોફ્ટ લેન્ડિંગ અતિ મહત્વનું ગણવામા આવે છે. ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર સોફ્ટ લેન્ડિંગ કરનાર ભારત પરથમ દેશ બન્યો છે અને ચંદ્રની ધરતી ઉપર સોફ્ટ લેન્ડિંગ કરનાર ચોથો દેશ બન્યો છે. અત્યાર સુધી ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર સોફ્ટ લેન્ડિંગ કરાવવામા કોઈ દેશ સફળ રહ્યો નથી. જે દેશના યાન ચંદ્રની સપાટી ઉપર ઉતર્યા તે પ્રકાશિત સપાટી પર હતા. આ મિશનની સાથે જ ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર સોફ્ટ લેન્ડિંગ કરનાર પ્રથમ દેશ ભારત બન્યોબની ગયો છે.

લેન્ડિંગ પછીની પ્રક્રિયા

  • વિક્રમ લેન્ડરના ચાર પેલોડ્સ કાર્યરત રહે છે.
  • પ્રજ્ઞાન રોવરના બે પેલોડ્સ કાર્યરત રહેશે.

વિક્રમ લેન્ડરના પેલોડ્સ
RAMBHA
આ પેલોડસ ચંદ્રની સપાટી પર આવતા સૂર્યના પ્લાઝ્મા કણનો અભ્યાસ કરશે
જયારે પ્લાઝ્મા કણના ઘનત્વ, માત્ર અને ફેરફારની તપાસ કરશે

ChaSTE
આ પેલોડસ ચંદ્રની સપાટીના તાપમાન બાબતે રિસર્ચ કરશે

ILSA
આ પેલોડસ લેન્ડિંગ સાઈટ આસપાસ ભૂકંપની ગતિવિધિનું નિરીક્ષણ કરશે

LRA
તે ચંદ્રના પરિમાણ સમજવાનો પ્રયાસ કરશે

પ્રજ્ઞાન રોવરના પેલોડ્સ
LIBS
ચંદ્રની સપાટી ઉપર રહેલા વિવિધ રસાયણોનો અભ્યાસ કરશે
ઉપરાંત ચંદ્રની ધરતી પર રહેલા ખનીજોની તપાસ કરશે

APXS
આ પેલોડસ ચંદ્ર ઉપર ખનીજના બંધારણનો અભ્યાસ કરશે

મિશનનું વૈજ્ઞાનિક મહત્વ
આ મિશનનુ વૈજ્ઞાનીક દ્રષ્ટીએ પણ ઘણુ મહત્વ રહેલુ છે. ચંદ્રના વાયુમંડળ, સપાટી, રસાયણ અંગે માહિતી મળશે તેમજ ચંદ્ર ઉપર ભૂકંપની ગતિવિધિ, ખનીજ વગેરેની તપાસ કરશે, તેનાથી ભવિષ્યના રિસર્ચ માટે મહત્વની જાણકારી મળશે

આ પણ વાંચો: વૃધ્ધ સહાય યોજના: વૃધ્ધો ને મળશે દર મહિને રૂ. 1250 ની સહાય, વૃધ્ધ પેન્શન યોજના ફોર્મ 2023 ડાઉનલોડ કરો

ISROની અભુતપૂર્વ સફળતા

ભારતના વૈજ્ઞાનિકોએ ચંદ્રયાન-3 બનાવવા માટે અને તેના લોંચીંગ અને લેંડીંગ માટે જાણે કે કુદરતનો જ ઉપયોગ કર્યો છે. કુદરતની શક્તિને જ ચંદ્રયાન-3 માટે પોતાની તાકાત બનાવી છે, અન્ય દેશ સીધા ચંદ્ર ઉપર પહોંચવા શક્તિશાળી રોકેટ વાપરતા હોય છે. ભારતે આ માટે પૃથ્વી અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ અને રોટેશનલ સ્પીડનો ઉપયોગ કર્યો હતો. ભારતે સ્પેસક્રાફ્ટને અંતરીક્ષમાં ચંદ્ર તરફ ધીમે-ધીમે ધકેલ્યું છે. આ રીતે ચંદ્ર ઉપર પહોંચવામાં જરૂર વધુ લાગે છે છે પરંતુ ખર્ચ બચી જાય છે

ઓછુ બજેટ, સ્વદેશી

ચંદ્રયાન-3 અગાઉના ચંદ્રયાન-2 મિશન કરતા પણ ઘણુ ઓછા બજેટમા તૈયાર કરાયું છે. ભારતના ચંદ્રયાન-3 મિશન માટે કુલ ખર્ચ 650 કરોડ જેટલો જ ખર્ચ થયો છે. લેન્ડર, રોવર અને પ્રોપલ્શન મોડલ પાછળ ખર્ચાયા 250 કરોડ ખર્ચાયા છે. ફ્યુઅલ, રોકેટ, લોંચ સર્વિસ સહિતનો ખર્ચ 365 કરોડ જેટલો થયો છે. ભારતનો પહેલો 8 લેન હાઈ-વે 9 હજાર કરોડના ખર્ચે તૈયાર થયો હતો. જેની સામે મુશ્કેલ જણાતા ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર જવાનો ખર્ચ 13 મા ભાગ જેટલો જ છે. ચીને પોતાના મૂન મિશન ચાંગ-ઈ-4 માટે 69.38 લાખ કરોડ વાપર્યા હતા.. ચીનના મૂન મિશનનો ઉદ્દેશ ચંદ્રની પ્રકાશિત સપાટી ઉપર ઉતરાણ કરવાનો હતો. અમેરિકાએ પોતાના મૂન મિશન પાછળ અત્યાર સુધી 825 લાખ કરોડ ખર્ચી નાખ્યા છે.

રશિયાએ લૂના-25 પાછળ લગભગ 1600 કરોડ વાપર્યા હતા. રશિયાનું લૂના-25 મિશન ચંદ્રયાન-3 થી 2.5 ગણું વધુ ખર્ચે તૈયાર થયું હતું. લૂના-25 20 ઓગસ્ટના રોજ ચંદ્રની સપાટી સાથે અથડાયા પછી ક્રેશ થયુ હતુ.

વિક્રમ લેન્ડર ની ભુમીકા

ચંદ્રની સપાટી ઉપર વિક્રમ લેન્ડર 14 દિવસ કામ કરશે, ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર 14 દિવસ સુધી પ્રકાશ રહે છે. ચંદ્રની સપાટી ઉપરથી લેન્ડર પ્રજ્ઞાન રોવર પાસેથી મેસેજ પ્રપ્ત કરશે. મેસેજને બેંગ્લુરુ સ્થિત ઈન્ડિયન ડીપ સ્પેસ નેટવર્કમાં મોકલવામા આવશે. જરૂર પડશે તો પ્રોપલ્શન મોડ્યુલ અને ચંદ્રયાન-2ના ઓર્બિટરની મદદ લેવામા આવશે તેમજ પ્રજ્ઞાન રોવર માત્ર વિક્રમ લેન્ડર સાથે વાત કરી શકશે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
નિયમિત અપડેટ મેળવવા whatsapp ગૃપ જોઇન કરોઅહિં ક્લીક કરો
મિશન ચંદ્રયાન
મિશન ચંદ્રયાન

Leave a Comment

error: Content is protected !!