Chandryan Timelapse Video: અંતરીક્ષમાથી કેવુ દેખાય છે ચંદ્રયાન ? ઇટાલીના વર્ચ્યુઅલ ટેલીસ્કોપથી લીધેલી ઇમેજ

Chandryan Timelapse Video: Chandryan Image: તા. 14 જુલાઇ ના રોજ ઇસરો એ ચંદ્રયાન-3 અવકાશમા લોંચ કર્યુ હતુ. અવકાશ સંશોધન ક્ષેત્રે ભારતને એયશ કલગીમા વધુ એક પીંછુ ઉમેરાયુ છે. ચંદ્રયાન તેના નિર્ધારીત સમયપત્રક મુજબ આગળ વધી રહ્યુ છે. ત્યારે ઇટાલીના વર્ચ્યુઅલ ટેલીસ્કોપથી આ ચંદ્રયાનનો ટાઇમ લેપ્સ વિડીયો બનાવવામા આવ્યો હતો.

Chandryan Timelapse Video

Chandryan Timelapse Video: ચંદ્રયાન-3 ના રોકેટે જ્યારે પૃથ્વી પરથી ઉડાન ભરી ત્યારે તેની ઉંચાઈ લગભગ 43.5 મીટર જેટલી હતી. ચંદ્રયાન-3 ને તેની કક્ષામાં લઈ જતી વખતે રોકેટ તેનાથી અલગ થઈ ગયું હતું. માત્ર ચંદ્રયાન-3 અને તેનું પ્રોપલ્શન મોડ્યુલ જ બાકી રહ્યુ હતું. બંને આગળના પ્રવાસે નીકળ્યા. આજે તે લંબગોળ ભ્રમણકક્ષામાં પૃથ્વીની આસપાસ ફરી રહ્યા છે.

જ્યારે આ ચંદ્રયાન પૃથ્વીની નજીક આવે છે, ત્યારે તેનું અંતર 228 કિલોમીટર જેટલુ હોય છે. જેને વૈજ્ઞાનીક પરિભાષામા પેરીજી કહેવામા આવે છે. જ્યારે તે પૃથ્વીથી દૂર જાય છે. પછી તેનું અંતર 51400 કિલોમીટર જેટલુ થઈ જાય છે. આને એપોજી પણ કહેવામાં આવે છે. પરંતુ ઇટાલીના મેન્સિયાનોમાં વર્ચ્યુઅલ ટેલિસ્કોપ પ્રોજેક્ટે તેની કેટલીક ઇમેજો લેવાનો પ્રયત્ન કર્યો હતો. ચંદ્રયાન નો ટાઈમ લેપ્સ વીડિયો બનાવ્યો હતો. જેમાં ચંદ્રયાન-3 તારાઓની વચ્ચેથી ઝડપી ગતિએ બહાર નીકળતું જોઇ શકાય છે.

ચંદ્રયાન ટાઇમ લેપ્સ વિડીયો

ચંદ્રયાન ના આ ફોટા અને વીડિયો આધુનીક ટેકનોલોજી સેલેસ્ટ્રોન સી14+ પૈરામાઉન્ટ એમઆઇ+એસબિગ એસટી 8-એક્સએમઇ રોબોટિક યુનિટ દ્વારા લેવાનો પ્રયત્ન કરવામા આવ્યા હતા. આ તસવીરો 15 થી 17 જુલાઈની વચ્ચે લેવામાં આવી છે. આ પ્રોજેક્ટના વૈજ્ઞાનિકો ના મત અનુસાર , તે સમયે આ તસવીરો લેવામાં આવી હતી. તે સમયે કાં તો ચંદ્રયાન-3નું બૂસ્ટર એટલે કે એન્જિન બીજી દિશામાં હતું. અથવા તે બંધ સ્થિતિમા હતું. કારણ કે જે ઝડપ થી ચંદ્રયાન ચાલી રહ્યુ છે જો એન્જીન ચાલુ હોત તો પાછળ એક ટ્રેલ દેખાતું હોત.

यह भी पढे:  તબાહી ના દ્રશ્યો: ક્યા કેવી થઇ વાવાઝોડાની અસર ? જુઓ વિવિધ વિસ્તારોની સ્થિતિ, ફોટો અને વિડીયોમા

Chandryan Image

જે સમયે આ તસવીરો લેવામાં આવી હતી તે સમયે ચંદ્રયાન-3 અંતરિક્ષમાં ઓછામાં ઓછા 41 હજાર કિલોમીટરથી વધુના અંતરે આગળ વધ્યુ હતુ. ત્યારથી તેની ભ્રમણકક્ષા બદલાઈ ગઈ છે. 14 જુલાઈના રોજ પ્રક્ષેપણ કર્યા પછી, પ્રથમ ભ્રમણકક્ષા દાવપેચ 15 જુલાઈના રોજ થઈ હતી. પછી ચંદ્રયાનનુ અંતર 31,605 થી વધારીને 41,604 કિમી કરવામાં આવ્યું હતુ. પછી પેરીજીમાં વધારો થયો.

ચંદ્રયાનની સ્પીડ 173 કિમીથી વધારીને 226 કિમી કરવામાં આવી હતી. હવે તે 228 X 51400 કિમીની ભ્રમણકક્ષામાં આગળ વધે છે. ઈસરોના ચીફ ડૉ.એસ.સોમનાથએ જણાવ્યું છે કે, ચંદ્રયાન મિશન તેના સમયપત્રક મુજબ સારી રીતે ચાલી રહ્યું છે. ચંદ્રયાન-3નું સ્વાસ્થ્ય એકદમ સુરક્ષિત છે. તેના તમામ ભ્રમણકક્ષાના દાવપેચ બેંગલુરુમાં ઇસરો સેન્ટર ISTRAC થી કરવામાં આવે છે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
Chandryan Timelapse Video
Chandryan Timelapse Video

2 thoughts on “Chandryan Timelapse Video: અંતરીક્ષમાથી કેવુ દેખાય છે ચંદ્રયાન ? ઇટાલીના વર્ચ્યુઅલ ટેલીસ્કોપથી લીધેલી ઇમેજ”

Leave a Comment

error: Content is protected !!