Heatstroke: ઉનાળાની કાળઝાળ ગરમી, લૂ થી કેમ બચવુ; શું કરવુ ? શું ન કરવુ ?

Heatstroke: હવામાન ખાતાની આગાહી મુજબ રાજ્યમાં આગામી દિવસમાં હીટવેવ શરૂ થવાની શક્યતા હોવાથી ઉનાળાની કાળઝાળ ગરમી, લૂ થી બચવા શું ધ્યાનમા રાખવુ તેની માહિતી મેળવીશુ.

હિટવેવ તકેદારીના પગલા

  • ઉનાળાની ઋતુ દરમિયાન પુષ્કળ ઠંડું પાણી તથા લીબું સરબત જેવા અન્ય પ્રવાહીનું સેવન કરવુ.
  • ગરમીથી બચવા બિનજરૂરી બહાર જવાનું ટાળો.
  • વધુ પડતો શ્રમ ટાળો શકય હોય ત્યા સુધી તડકામાં ફળવાનું ટાળવું. ૪ દિવસ દરમ્યાન મુસાફરી કરવાનું થાય તો ટોપી, ગોગલ્સ(ચશ્મા) તથા પલાળેલ રૂમાલ મોઢા ઉપર રાખવો.
  • સુતરાઉ તથા સફેદ રંગના કપડા પહેરવાનો આગ્રહ રાખો.
  • ઠંડકવાળા સ્થળો પર જાવો, જેવા કે મંદીર, મસ્જીદ, થિયેટર વગેરે. ૭.પંખા, કુલર અને એ.સી. નો ઉપયોગ કરો.
  • ગરમીના સમયે ચાની જગ્યાએ ગોળ, લીંબુ, વરીયાળીથી બનાવેલ પીણા પીવા હિતાવહ છે.
  • બજારમાં ખુલ્લામાં મળતી ખાણી પીણીની વસ્તુઓ ટાળો.
  • વૃધ્ધોની, સગર્ભ માતા અને નાના બાળકોનું ખાસ ધ્યાન રાખવુ. ઉપરની સુચનાઓનો અમલ કરવા જાહેર અપીલ કરવામાં આવે છે.

આ પણ વાંચો: ઉનાળામા તરબૂચ ખાવાના ફાયદા

ગરમીમાં લૂ લાગવા (હીટ વેવ) થી બચો આરોગ્યલક્ષી સુચનો

  • હીટ વેવ દરમ્યાન સુધી બહાર નીકળવાનું ટાળવું, આખું શરીર અને માથું ઢંકાઇ તે રીતે સફેદ સુતરાઉ ખુલતા કપડાં પહેરવા, ટોપી, ચશ્માં, છત્રીનો ઉપયોગ કરવો.
  • નાના બાળકો, સગર્ભા માતાઓ, વૃધ્ધો તથા અશકત અને બિમાર વ્યકિતઓએ તડકામાં વિશેષ કાળજી લેવી
  • સીધા સુર્ય પ્રકાશથી બચો
  • ભીનાં કપડાંથી માથું ઢાંકી રાખો અવાર-નવાર ભીનાં કપડાંથી શરીર લૂછો વારંવાર ઠંડું પાણી પીવું
  • લીંબુ શરબત, મોળી છાશ, તાડફળી અને નારીયેળનું પાણી, ખાંડમીઠાનું દ્રાવણ, ઓ.આર.એસ. વગેરે પુષ્કળ પ્રમાણમાં પીવા
  • બાળકો માટે કેસુડાનાં ફુલ તથા લીમડાના પાનનો નાહવાના પાણીમાં ઉપયોગ કરવો
  • ગરમીમાં બહારથી ઘરે આવ્યા બાદ શરીરનું તાપમાન નીચુ આવે ત્યારબાદ જ નહાવુ, શકય હોય તો ઘરના
  • બારી અને બારણા સાથે ખસની ટટ્ટી પાણી છાંટી બાંધી રાખવી
  • દિવસ દરમ્યાન ઝાડ નીચે, ઠંડક અને છાંયામાં રહેવું
  • બજારમાં મળતો ખુલ્લો, વાસી ખોરાક ખાવો નહી, બજારમાં મળતા બરફનો ઉપયોગ ટાળવો, લગ્ન પ્રસંગે દૂધ, માવાની આઈટમ ખાવી નહી
  • ઉપવાસ કરવાનું ટાળવું, સવારનું ભોજન ૧૨:૦૦ વાગ્યા સુધીમાં લઈ લેવું
  • ચા-કોફી અને દારૂના સેવનથી લૂ લાગવાની શકયતા વધે છે, તેથી તેનું સેવન ટાળવું
  • હીટ વેવની ચેતવણીના દિવસોમાં બપોરે બે વગ્યાથી ચાર વાગ્યા સુધી બહાર નિકળવાનું ટાળવું

લૂ લાગવી (હીટ વેવ) ના લક્ષણો

  • માથું દુઃખવું, પગની પીંડીઓમાં દુઃખાવો થવો
  • શરીરનું તાપમાન વધી જવું
  • ચક્કર આવવા
  • આંખે અંધારા આવવા
  • ખૂબ તરસ લાગવી
  • શરીરમાંથી પાણી ઓછું થઈ જવું
    ઉલ્ટી થવી, ઉબકા આવવા
  • થાક લાગવો અને સ્નાયુઓનો દુખાવો
  • બેભાન થઈ જવું
  • સુધ-બુધ ગુમાવી દેવી (Confusion)
  • અતિગંભીર કિસ્સામાં ખેંચ આવવી

આ પણ વાંચો: નાળીયેર પાણી પીવાના ફાયદાઓ

લૂ લાગે તો શું કરવુ?

વરીયાળી, કાચી કેરી, ગુલાબ, ખસ(વાળા), અને કાળી દ્રાક્ષનું શરબત લઈ શકાય, રાત્રે ૧૦ નંગ કાળી દ્રાક્ષ પાણીમાં પલાળી સવારે આ પાણી પીવું અને દ્રાક્ષ ખાવી, તરબુચનો ઉપયોગ સવારે અને બપોરે કરવો.
લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલીક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો.

હિટવેવ મા શું ન કરવુ અને શું ન કરવુ ?

ગરમીના મોજાની સ્થિતિ શારીરિક તણાવમાં પરિણય઼ી શકે છે, જેનાથી મૃત્યુ પણ થઇ શકે છે. ગરમીના મોજા દરમિયાન તેની અસરને શક્ય એટલી ઓછી કરવા અને લૂ થી ગંભીર બીમારીઓ અથવા મૃત્યુ અટકાવવા તમે નીચેના ઉપાયો કરી શકો છો.

  • ખાસ કરીને બપોરના ૧૨થી ૩ની વચ્ચે તડકામાં જવાનું ટાળવું.
  • તરસ ન લાગી હોય તો પણ, પર્યાપ્ત અને શકય તેટલું વારંવાર પાણી પીવું.
  • ઓછા વજનના, ઝાંખા રંગના ઢીલા અને છિદ્રાળુ સુતરાઉ કપડા પહેરવા. તડકામાં જતી વખતે આંખોની રક્ષા કરતા ગોગલ્સ, છત્રી, ટોપી, બુટ ચપ્પલનો ઉપયોગ કરવો.
  • બહારનું તાપમાન ઊંચુ હોય ત્યારે મહેનતની પ્રવુત્તિઓ કરવાનું ટાળો.બપોરના ૧૨થી ૩ની વચ્ચે બહાર કામ કરવાનું ટાળો.
  • પ્રવાસ કરતી વખતે તમારી સાથે પાણી રાખો.
  • આલ્કોહોલ, ચા, કોફી અને કાર્બોનેટેડ સોફ્ટ ડ્રિંક્સ પીવાનું ટાળો જે શરીરમાંથી પાણી શોષે છે.
  • વધુ પ્રોટીનયુક્ત ખોરાક લેવાનું ટાળો અને વાસી ખોરાક ખાવો નહીં.
  • જો તમે બહાર કામ કરતા હોવ તો ટોપી અથવા છત્રીનો ઉપયોગ કરવો તેમજ તમારા માથા, ગળા, ચહેરા અને અંગો પર ભીનું કપડું લપેટો.
  • પાર્ક કરેલ વાહનોમાં બાળકો અથવા પાલતુ પશુઓને રાખો નહીં.
  • જો તમે બેભાન અથવા બીમાર થતા હોવ તો તરત જ ડૉકટરે પાસે જવું.
  • ઓઆરએસ, ઘરે બનાવેલા પીણા જેમ કે લસ્સી, તોરણી(ચોખાનું પાણી), લીંબુ પાણી, છાશ વગેરેનો ઉપયોગ કરવો જે શરીરમાં ફરી પ્રવાહી સંગ્રહ કરવામાં મદદ કરે છે.
  • પ્રાણીઓને છાયડામાં રાખો અને તેમને પીવા પુષ્કળ પાણી આપો.
  • તમારા ઘરને ઠંડુ રાખો, પડદા, શટર અથવા સન-શેડનો ઉપયોગ કરો અને રાત્રે બારીઓ ખુલ્લી રાખો.
  • પંખા અને ભીના કપડાનો ઉપયોગ કરો તેમજ ઠંડા પાણીમાં સ્નાન કરો.

લૂ ની અસર પામેલા વ્યકિતની સારવાર માટેના ઉપાયો

  • વ્યક્તિને ઠંડી જગ્યામાં છાયડા નીચે સુવડાવો. તેને/તેણીને ભીના કપડાથી લુછો/શરીરને વારેવારે ધ્રુવો. માથા પર સામાન્ય હૂંફાળું પાણી રેડો. મુખ્ય બાબત શરીરના તાપમાનને નીચે લાવવાની છે.
  • એ વ્યક્તિને પીવા માટે ઓઆરએસ અથવા લીંબુ શરબત કે તોરણી(ચોખાનું પાણી) અથવા શરીરમાં ફરી પાણીનો સંગ્રહ થાય તેવી કોઇપણ વસ્તુ આપો. • વ્યક્તિને તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે લઇ જાવ. લૂ ઘાતક નીવડી શકે તેમ હોય, દર્દીને તાત્કાલિક હોસ્પિટલ લઇ જવાની જરૂર છે.
  • આબોહવા અનુકૂલન
  • વધુ ઠંડી આબોહવામાંથી ગરમ આબોહવામાં આવતા વ્યક્તિઓને વધુ ખતરો હોય છે. ગરમીના મોજાની ઋતુ દરમિયાન તમારા કુંટુબની મુલાકાતે આવા વ્યક્તિ(ઓ) આવતા હશે. તેઓનું શરીર ગરમ આબોહવાને અનુકૂળ ન થાય ત્યાંસુધી તેઓએ એક અઠવાડિયા સુધી ખુલ્લા મેદાનમાં ફરવું જોઇએ નહીં અને પુષ્કળ પાણી પીવું જોઇએ. ગરમીના મોજા દરમિયાન ગરમ આબોહવાના ધીમે ધીમે સંપર્કમાં આવીને આબોહવા સાથે અનુકૂલન સાધી શકાય છે.

ઉનાળાના આકરા તાપ અને લૂ મા નાના બાળકો અને મોટી ઉમરના લોકોએ શક્ય હોય ત્યા સુધી બહાર ઓછુ નીકળવુ જોઇએ. અને લૂ લાગે તો તરત જ આરોગ્ય કેન્દ્ર નો સંપર્ક કરી યોગ્ય સારવાર કરાવવી જોઇએ. કાળઝાળ ગરમીમા વિદેશી સોફટડ્રીંક્સ પીવાને બદલે ઘરગથ્થુ વસ્તુઓથી બનેલા દેશી પીણા પીવાનો આગ્રહ રાખવો જોઇએ.

Heatstroke અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
જોબની નિયમિત અપડેટ માટે whatsapp Group જોઇનઅહીં ક્લિક કરો
Google News પર ફોલો કરોઅહીં ક્લિક કરો
Heatstroke
Heatstroke

FaQ’s વારંવાર પૂછાતા પ્રશ્નો

લૂ ન લાગે તે માટે શું ખાવુ જોઇએ?

કાચી કેરી, ડુંગળી

હિટવેવ મા શું ધ્યાન રાખવુ જોઇએ?

શક્ય હોય ત્યા સુધી બહાર તડકામા નીકળવાનુ ટાળવુ જોઇએ.

6 thoughts on “Heatstroke: ઉનાળાની કાળઝાળ ગરમી, લૂ થી કેમ બચવુ; શું કરવુ ? શું ન કરવુ ?”

Leave a Comment

error: Content is protected !!