DA Hike News: કર્મચારીઓ માટે ખુશખબર, આ દિવસે થશે મોંઘવારી ભથ્થામા વધારાની જાહેરાત

DA Hike News: મોંઘવારી ભથ્થામા વધારો: સરકારી કર્મચારીઓને દર વર્ષે મોંઘવારી ભથ્થામા 2 વખત વધારો આપવામા આવે છે. કર્મચારીઓને તેમને મળતા બેઝીક પગાર ઉપરાંત મોંઘવારી ભથ્થુ આપવામા આવે છે. હાલ કર્મચારીઓને બેઝીક પગારના 42 % મોંઘવારી ભથ્થુ આપવામા આવે છે. દર વર્ષે 1 જાન્યુઆરી અને 1 જુલાઇથી આ વધારો આપવામા આવે છે. ચાલુ વર્ષે 1 જુલાઇથી મળનાર વધારો હજુ સરકર તરફથી જાહેર કરવામા આવેલ નથી. જેની કર્મચારીઓ રાહ જોઇ રહ્યા છે.

DA Hike News

રક્ષાબંધન બાદ કેન્દ્ર સરકારે એલપીજી ગેસ સિલિન્ડર પર 100 રૂપિયાની વધારાની સબસિડી આપવાની જાહેરાત કરી છે. 100 રૂપિયાની આ વધારાની સબસિડી સરકાર દ્વારા ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને આપવામાં આવનાર છે. હવે ત્યારબાદ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો મોંઘવારી ભથ્થામા વધારાની રાહ જોઈ રહ્યા છે. એક કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનરોને વર્ષના બીજા ભાગમાં એટલે કે 1 જુલાઈથી ડીએમાં વધારો જાહેર કરવામા આવે તેની રાહ જોઇ રહ્યા છે.

15 ઓકટોબર બાદ થશે જાહેરાત

15 ઓક્ટોબર બાદ કોઇપણ દિવસે થઇ શકે છે જાહેરાત.
મીડિયા રિપોર્ટ અનુસાર આ વખતે કેન્દ્રીય કેબિનેટ તરફથી નવરાત્રિ દરમિયાન કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા ના વધારા બાબત સારા સમાચાર આવી શકે છે. ગત થોડા વર્ષો મા જોઇએ તો કેંદ્રીય કેબિનેટ તરફથી ડીએ અને ડીઆર પર નવરાત્રિ દરમિયાન સામાન્ય રીતે ખુશખબરી આપવામાં આવે છે. એવામાં આ વર્ષે પણ આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે સરકાર તરફથી 15 ઓક્ટોબર બાદ સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામા વધારા બાબત ખુશખબરીની જાહેરાત કરવામાં આવે તેવી શકયતા છે. બીજી તરફ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીને લઇને ચૂંટણી આયોગ તરફથી નોટીફિકેશન જાહેર થનાર છે.

આ પણ વાંચો; Gold Price: આજના સોના ના ભાવ, જાણો આજના તમારા શહેરના સોના ચાંદિ ના લેટેસ્ટ ભાવ

પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી ના જાહેરનામા બહાર પડે તેવી સંભાવના છે. જો આ નોટીફીકેશન આવી જાય તો સરકાર દ્વારા ડીએમાં વધારો કરવાની જાહેરાત કરવી પડકાર બની રહેશે. આ જોતાં સરકાર ચૂંટણી અંગેનું નોટિફિકેશન બહાર પાડવામાં આવે તે પહેલા મોંઘવારી ભથ્થામા વધારાની જાહેરાત કરવાનો પ્રયાસ કરી રહી છે. આ અંગે જણાવી દઈએ કે સરકાર દર વર્ષે બે વાર ડીએ મા વધારાની જાહેરાત કરવામા આવે છે. પ્રથમ જાહેરાત માર્ચની આસપાસ કરવામાં આવે છે, અને કર્મચારીઓને 1 જાન્યુઆરીથી આ વધારો આપવામા આવે છે. ડીએ સંબંધિત બીજી જાહેરાત ઓક્ટોબર મહિનામાં કરવામાં આવે છે, કર્મચારીઓને તેનો લાભ 1 જુલાઈથી આપવામા આવે છે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
DA Hike News
DA Hike News

Leave a Comment

error: Content is protected !!