Plastic Currency: ગજબ કહેવાય…. આટલા દેશોમા નથી ચાલતી કાગળની ચલણી નોટ, આ દેશોની કરન્સી વિશે જાણી તમે પણ દંગ રહિ જશો.

अपने दोस्तों के साथ शेयर करें

Plastic Currency: આપણા દેશમાં 2000 રૂપિયાની ચલણી નોટને 30 સપ્ટેમ્બર સુધી પરત લેવાની જાહેરાત કરી દેવામાં આવી છે. એટલે કે 2000 રૂપિયાની નોટ ને હવે ચલણ માથી પરત ખેંચવામા આવશે. લોકો આ નિર્ણયને નોટબંધી પાર્ટ 2 તરીકે ગણાવી રહ્યા છે. તો બીજી તરફ સરકારી સૂત્રોનું કહેવું છે કે 2,000 ની નોટના કારણે દેશમાં કાળા નાણા ની આશંકા વધી રહી હતી. પરંતુ શું તમે જાણો છો કે દુનિયામાં ઘણા દેશ એવા છે જ્યાં કાગળની કરન્સી નોટ ચલણમા નથી. અહીં પ્લાસ્ટિક કરન્સી નોટ ચલણમાં છે. તેમાંથી પણ અમુક દેશ તો એવા છે જેમણે પોતાની કરન્સીને સંપૂર્ણ રીતે પ્લાસ્ટિકની નોટમાં બદલી દીધી છે. ચાલો તમને જણાવીએ આ છ દેશ વિશે જેણે પોતાના દેશના ચલણને પ્લાસ્ટિકની નોટમાં બદલી છે.

Plastic Currency

આજે આપણે એવા કેટલાક દેશના ચલણની માહિતી મેળવીશુ જેના ચલણમાથી કાગળની ચલણી નોટને રદ કરવામા આવી છે અને તેની જગ્યાએ પ્લાસ્ટીક ની ચલણી નોટ લાવવામા આવી છે.

ઓસ્ટ્રેલિયા નુ ચલણ

દુનિયામાં ઓસ્ટ્રેલિયા એવો પહેલો દેશ હતો જેણે 1988 માં કાગળની ચલણી નોટ રદ કરી તેની જગ્યાએ પ્લાસ્ટિકની નોટની શરૂઆત કરી હતી. ઓસ્ટ્રેલિયા દુનિયાનો એકમાત્ર દેશ એવો પણ છે જ્યાં પોલીમર નોટનું પણ ઉત્પાદન કરવામાં આવે છે અને આ નોટની બીજા દેશમાં નિકાસ પણ કરે છે.

આ પણ વાંચો: How To Unlock Phone: શું ફોનનો પાસવર્ડ યાદ નથી, આ રીતે કરો ચપટી વગાડતા જ અનલોક

यह भी पढे:  કેરીના આજના ભાવ: કેરીની બમ્પર આવક થવાથી ભાવ ઘટયા, જાણો આજનો કેસર કેરીનો ભાવ

વિયતનામ નુ ચલણ

વિયતનામ દક્ષિણ પૂર્વ એશિયાનો એક દેશ છે. આ દેશમા પ્લાસ્ટિક કરન્સી ની શરૂઆત વર્ષ 2003 માં કરવામા આવી હતી. અહીં વિયતનામી ડોંગ ચાલે છે. જેમાં સૌથી મોટા મૂલ્યની નોટ પાંચ લાખની હોય છે. જે 1 નોટ 20 અમેરિકા ડોલર બરાબર માનવામાં આવે છે.

પાપુઆ ન્યુ ગીની નુ ચલણ

પાપુઆ ન્યુ ગીની પ્રશાંત મહાસાગરમાં આવેલો આ એક નાનકડો દ્વિપીય દેશ છે. 1949 માં તેને ઓસ્ટ્રેલિયાથી આઝાદી મળી હતી અને અલગ થયો હતો. 1975 સુધી અહીં ઓસ્ટ્રેલિયન ડોલર ચલણમા હતો. ત્યાર પછી અહીં કીના તરીકે નવી કરન્સી શરૂ કરવામાં આવી હતી. વર્ષ 2000માં આ દેશની કરન્સીને સંપૂર્ણ પણે પ્લાસ્ટિક નોટમાં બદલી દેવામાં આવી.

બ્રુનેઇ નુ ચલણ

દક્ષિણ પૂર્વ એશિયાનો આ એક નાનો મુસ્લિમ દેશ છે. અહીંની કરન્સી ને બ્રુનેઈ ડોલર કહેવામા આવે છે. આ દેશમાં જ્યારે નકલી નોટ નું પ્રમાણ વધવા લાગ્યું ત્યારે અહીં પ્લાસ્ટિક કરન્સી નો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો હતો. અને આ દેશમા હાલ પ્લાસ્ટીક નોટ ચલણમા છે.

આ પણ વાંચો: Cooling Gadgets: 500 રૂ. થી ઓછી કિંમતમા આવે છે આ ડીવાઇસ, ઉનાળામા એ.સી. જેવી ઠંડક આપશે

ન્યૂઝીલેન્ડ નુ ચલણ

ઓસ્ટ્રેલિયા ની બાજુમા આવેલો પાડોશી દેશ ન્યૂઝીલેન્ડ પણ આવો જ એક દેશ છે. અહીં 1999 માં કાગળની ચલણી નોટની જગ્યાએ પ્લાસ્ટિક કરન્સીથી રિપ્લેસ કરવામાં આવી હતી. આ કરન્સીને ન્યૂઝીલેન્ડ ડોલર પણ કહે છે. અહીં સૌથી મોટી નોટ 100 ડોલર ની અને સૌથી નાની નોટ 5 ડોલરની છે.

રોમાનિયા નુ ચલણ

યુરોપમાં પ્લાસ્ટિક કરન્સી અપનાવનાર રોમાનિયા પહેલો અને એક માત્ર દેશ છે. અહીંની કરન્સીને રોમેનીયન લેઉ તરીકે ઓળખવામા આવે છે. વર્ષ 2005 માં અહીંની સરકારે રોમાનિયાની કરન્સી નોટને પ્લાસ્ટિક નોટમાં બદલી દીધી હતી.

यह भी पढे:  DA Hike: કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામા 4 ટકાનો વધારો
Plastic Currency
Plastic Currency

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
Whatsapp Group માં જોડાવાઅહીં ક્લિક કરો

વિયતનામ નુ ચલણ શું છે ?

વિયતનામી ડોંગ

ન્યૂઝીલેન્ડ નુ ચલણ શું છે ?

ન્યૂઝીલેન્ડ ડોલર

રોમાનિયા નુ ચલણ શું છે ?

રોમેનીયન લેઉ

બ્રુનેઇ નુ ચલણ શું છે ?

બ્રુનેઈ ડોલર


अपने दोस्तों के साथ शेयर करें

1 thought on “Plastic Currency: ગજબ કહેવાય…. આટલા દેશોમા નથી ચાલતી કાગળની ચલણી નોટ, આ દેશોની કરન્સી વિશે જાણી તમે પણ દંગ રહિ જશો.”

Leave a Comment

error: Content is protected !!