Morocco EarthQuake: મોરોક્કો ભૂકંપ મા મહાવિનાશક ભૂંકપ, 2000 થી વધુ લોકોના મોત; હજુ બચાવકાર્ય ચાલુ

Morocco EarthQuake: મોરોક્કો ભૂકંપ: મોરોક્કોમાં શુક્રવારે ખૂબ જ મહાવિનાશક ભૂકંપ આવ્યો હતો, જેમાં 2 હજારથી વધુ લોકોના અત્યારસુધીમા મોત થયા છે. મોરોક્કોના સતાવાર મંત્રાલયે આ અંગે નિવેદન આપતા જણાવ્યું છે કે, આ ભૂકંપમાં બે હજારથી વધુ લોકો ના મોત થયા છે અને હજુ હજારો લોકો ઘાયલ થયા છે. જે પૈકી ઘણા લોકો હોસ્પીટલમા હજુ સારવાર હેઠળ છે જેમાથી ઘણાની હાલત હજુ ગંભીર છે. મોરોક્કો મા આવેલા આ વિનાશકારી ભૂકંંપ મા હજુ મૃત્યુ ના આંકડ વધી શકે છે. નિવેદન અનુસાર 2,012 લોકોના લોકોના મોતની સતાવાર પુષ્ટી કરવામાં આવી છે અને 2,059 લોકો ઘાયલ થયેલા છે, જેમાંથી 1,404 લોકોની હાલત હજુ ગંભીર છે.

Morocco EarthQuake

  • મોરોક્કો ભૂકંપ મા વિનાશકારી ભૂકંપને કારણે 2 હજારથી વધુ લોકોના થયા મોત
  • 2 હજારથી વધુ લોકો થયા ઘાયલ
  • હજુ અનેક લોકોની હાલત ગંભીર
  • 6.8ની તીવ્રતાનો આવ્યો ભૂકંપ.

ઉતર આફ્રીકા મા આવેલા મોરોક્કો દેશના મધ્ય ભાગમા કૈસાબ્લાંકાથી મરાકેશ સુધી વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે, તેમા અનેક બહુમાળી ઈમારતો ધ્વસ્ત થઈ ગઈ છે. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 6.8ની નોંંધાઇ છે. મોરોક્કો ના સ્થાનિક સમય અનુસાર શુક્રવારે સાંજે 6 વાગ્યે આ ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર મરાકેશથી 71 કિમી દૂર દક્ષિણ-પશ્ચિમમાં ઉચ્ચ એટલસ પર્વતમાં નોંધાયુ હતું.

આ પણ વાંચો: Ind-Pak Match Live: એશીયા કપમા આજે રમાશે ભારત પાકિસ્તાનની મેચ, આ રીતે જુઓ ફ્રી મા લાઇવ

બચાવ અને રાહતકાર્ય ચાલુ

મોરોકકો મા આવેલા આ મહાવિનાશકારી ભૂકંપમા હજુ બચાવ અને રાહત કાર્ય ચાલુ છે.
હજુ અનેક લોકો આ કાટમાળ હેઠળ દબાયેલ હોવાની આશંકા છે અને રાહત બચાવ કામગીરી કરવામાં આવી રહી છે. અનેક મૃતદેહ બહાર કાઢવામા આવ્યા છે. હજુ મૃતકોની સંખ્યામા વધારો થાય તેવી શકયતા છે. દેશના શાહી મહેલે દેશમા ત્રણ દિવસ રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. ભૂકંપ પ્રભાવિત વિસ્તારોમા સ્વચ્છ પાણી, ફૂડ પેકેટ, તંબૂ અને ધાબળા આપવા માટે રાહત બચાવ દળ કામગીરી કરી રહ્યા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોરોક્કોમાં ભૂકંપથી જીવ ગુમાવનાર લોકો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી છે. તેમણે ટવીટર હેન્ડલ પર જણાવ્યું છે કે, ‘મોરોક્કોમાં ભૂકંપથી થયેલ જાનહાનિને કારણે અત્યંત દુ:ખ થયું છે. આ દુ:ખભરી ઘડીમાં મોરોક્કોના લોકો સાથે મારી સંવેદના છે. ભારત આ કઠિન પરિસ્થિતિમાં તમામ સંભવ મદદ આપવા માટે તૈયાર છે.’

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
Morocco EarthQuake
Morocco EarthQuake

1 thought on “Morocco EarthQuake: મોરોક્કો ભૂકંપ મા મહાવિનાશક ભૂંકપ, 2000 થી વધુ લોકોના મોત; હજુ બચાવકાર્ય ચાલુ”

Leave a Comment

error: Content is protected !!