2000 Note Change: 2000 ની નોટ બદલવા આ બેંકમા પહોંચી જાવ, કોઇ ફોર્મ કે આઇ કાર્ડ ની જરૂર નહિ પડે

अपने दोस्तों के साथ शेयर करें

2000 Note Change: રીઝર્વ બેંક ઓફ ઇન્ડીયા RBI એ 2000 ની નોટ પરત ખેંચવાનો નિર્ણય કર્યો છે. જો કે હાલ લોકો પાસે રહેલી 2000 ની નોટ ચલણમા રહેશે જ અને તેનાથી બજારમાથી કોઇ પણ વસ્તુઓની ખરીદી પણ કરી શકાસે. આ 2000 નોટ બેંંકોમા તારીખ 30 સપ્ટેમ્બર સુધીમા બદલાવી શકાસે અથવા જમા કરાવી શકાસે. ત્યારે સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા એ 2000 Note Change અંગે એક ખૂબ જ મહત્વની જાહેરાત કરી છે, જેનાથી લોકોની 2000 ની નોટ બદલવા માટે સરળતા રહેશે.

2000 Note Change

સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા SBI એ એક સર્કયુલર જાહેર કરીને તેની તમામ શાખાઓને નિર્દેશ આપ્યા છે કે, એક વારમાં 2000 રૂપિયાની 10 નોટ અથવા 20,000 રૂપિયા બદલવા માટે ગ્રાહકોએ કોઈ ફોર્મ ભરવાની જરુર નથી. આ ઉપરાંત લોકોને આટલી નોટ બદલવા માટે કોઈ ઓળખાણ પત્ર એટલે કે આઇ.ડી. કાર્ડ પણ બતાવવાની જરુર નથી. SBI એ જાહેર કરેલા નિર્દેશમાં બેન્ક મેનેજરને કહ્યું કે, નોટ બદલવાની પ્રક્રિયા સરળ અને ઝડપી બનાવવા માટે આ સૂચનાઓનુ પાલન કરવામાં આવે.

2000 નોટબંધી
2000 નોટબંધી

2000 નોટબંધી

આપને જણાવી દઈએ કે, RBI એ 2000 રૂપિયાની નોટ છાપવાની 2018-19 માં જ બંધ કરી દીધી હતી. ત્યારથી અત્યાર સુધી તેને ચલણમાં ખૂબ જ ઘટાડવામા આવી છે. હાલના સમયમાં જેટલી કરન્સી નોટ સર્કયુલેશનમા છે, તે ફક્ત 10 ટકા ભાગની જ 2000 રૂપિયાની નોટ છે, જ્યારે 2018માં માર્ચમાં તે 31 ટકાની આસપાસ ચલણમા હતી. 2000 રૂપિયાની નોટને નોટબંધી બાદ માર્કેટમાં આવેલ રોકડની અછતને પુરી કરવા માટે લાવવામાં આવી હતી. શરુઆતમાં તો લોકોએ તેનો ઉપયોગ કર્યો, પણ ધીમે ધીમે 2000ની નોટ બજારમાંથી લગભગ દેખાવાની જ બંધ થઇ ગઇ હતી.

यह भी पढे:  Rules Change 1st June: 1 જુનથી બદલનારા નિયમો, જાણો તમારા પર શું અસર પડશે ?

આ પણ વાંચો: 2000 નોટ: 2000 ની નોટ બંધ થવા થી તમારા પર શું અસર પડશે ? સમજો આ 8 પ્રશ્ન ના જવાબમા

અર્થતંત્ર પર શું અસર પડશે ?

નીતિ આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ અરવિંદ પનગડિયાએ આ અંગે કહ્યું હતુ કે, 2000ની નોટ પાછી ખેંચવાના નિર્ણયથી અર્થવ્યવસ્થા પર કોઈ સીધી અસર નહીં પડે. કેમ કે, આ નોટ પાછી કરતા એટલી નોટ પાછી મળી જશે. પનગડિયાએ કહ્યું કે, આ પગલાની પાછળ સંભવિત ઉદ્દેશ્ય કાળા નાણા ની અવરજવરને રોકવાનું છે. ભારતીય રિઝર્વ બેન્કના પૂર્વ ડેપ્યુટી ગવર્નર આર ગાંધીએ કહ્યું કે, 2000ની નોટ પાછી ખેંચવાથી કાળા નાણા પર રોક લગાવવામાં મદદ મળી રહેશે. 2000 Note Change

આ પણ વાંચો: નોટબંધી 2000: ફરી નોટબંધી, RBI 2000 ની નોટ પરત લેશે; જાણો શું કરવામા આવ્યો સર્કયુલર

2000 Note Change મુખ્ય મુદ્દા

2000 Note Change માટે જાણીએ તમામ માહિતી મુખ્ય મુદ્દાઓમા.

  • 2000 ની નોટ ચલણમા ચાલૂ જ છે. ચલણમાથી બહાર કરવામા નથી આવી પણ તેને ધીમે ધીમે પરત ખેંચવામા આવશે.
  • 2000 ની નોટ 23 મે થી 30 સપ્ટેમ્બર સુધીમા બેંકમા બદલાવી શકાસે અથવા ખાતા મા જમા કરાવી શકાસે.
  • બેંક ની કોઇ પણ શાખામા 2000 ની નોટ બદલી શકાસે.
  • એક વખતમા 2000 ની 10 નોટ એટલે કે રૂ.20000 બદલી શકાસે.
  • સ્ટેટ બેંક ઓફ ઈંડીયાની કોઇ પણ બ્રાંચ મા નોટ બદલવા માટે કોઇ ફોર્મ ભરવાની જરૂર નથી.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
Whatsapp Group માં જોડાવાઅહીં ક્લિક કરો
2000 Note Change
2000 Note Change

કઇ બેંકમા નોટ બદલવા માટે આઇ કાર્ડ ની કે ફોર્મ ની જરૂર નહિ પડે ?

સ્ટેટ બેંક ઓફ ઈંડીયા SBI


अपने दोस्तों के साथ शेयर करें

Leave a Comment

error: Content is protected !!