Rules change 1st July:1 જુલાઇથી બદલનારા નિયમો: જૂન મહિનો પૂરો થવા ને આરે છે. જુલાઈ મહિનો 2 દિવસ પછી શરૂ થશે. દર મહિનાની 1 તારીખે ઘણા નિયમો મા ફેરફાર થતો હોય છે. જેની સીધી અસર આપણા બજેટ પર પડતી હોય છે. જુલાઇ મહિનો તમારા બજેટ માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે. આ મહિને નાણાકીય એવા ઘણા ફેરફારો થવાના છે, જેની સીધી અસર આપણા ખિસ્સા અને મહિનાના બજેટ પર પડશે. આવી સ્થિતિમાં, આ થનારા ફેરફારો વિશે જાણવુ જરૂરી બની જાય છે. ચાલો જાણીએ કે જુલાઇથી કયા ફેરફારો થવાના છે.
Rules change 1st July
એલપીજી
દરેક માણસ રાંધણ ગેસ નો ઉપયોગ કરતા હોય છે. અને તેના ભાવ મા ફેરફાર થવાથી તેની સીધી અસર આપણા બજેત પર પડે છે. દર મહિનાની શરૂઆતમાં સરકાર દ્વારા રાંધણ ગેસ એટલે કે એલપીજી ગેસ ની કિંમતો નક્કી કરવામાં આવે છે. સરકારી ઓઈલ કંપનીઓ દ્વારા એપ્રિલ અને મે મહિનામાં 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં થોડો ઘટાડો કરવામાં આવ્યો હતો. જોકે, 14 કિલોના ઘરેલુ ગેસ સિલિન્ડર ના ભાવમા કોઈ ફેરફાર કરવામાં આવ્યા ન હતા.
1 જૂને ગેસ સિલિન્ડરનું વેચાણ કરતી પેટ્રોલિયમ કંપનીઓએ એલપીજીના દરમાં ફેરફાર કર્યો હતો. આવી સ્થિતિમાં જુલાઇમાં રાંધણ ગેસ સિલિન્ડર ના ભાવમા ફેરફાર થાય છે કે કેમ તે જોવાનું રહેશે.
આ પણ વાંચો: આજની વરસાદની આગાહિ: આજે તમારા જિલ્લામા કેવો પડશે વરસાદ, જિલ્લાવાઇઝ વરસાદ ની આગાહિ
CNG અને PNGના ભાવમાં ફેરફાર
1 જુલાઈથી ગેસ વિતરણ કંપનીઓ કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG) અને પાઇપ્ડ નેચરલ ગેસ (PNG)ના ભાવમાં પણ ફેરફાર કરવા જઇ રહિ છે. જણાવી દઈએ કે દિલ્હી અને મુંબઈમાં પેટ્રોલિયમ કંપનીઓ નિયમિતપણે દર મહિનાની પહેલી તારીખે ગેસના ભાવમાં ફેરફારની ચર્ચા વિચારણા કરે છે.
ક્રેડિટ કાર્ડ
ક્રેડિટ કાર્ડ સંબંધિત નિયમોમાં ફેરફાર થવાની શકયતાઓ રહેલી છે
જો તમે વિદેશમાં રજાઓ ગાળવા જઈ રહ્યા હોવ તો તમારું બજેટ થોડું વધારવુ પડશે. વિદેશમાં ક્રેડિટ કાર્ડ દ્વારા કરવામાં આવતા ખર્ચ માટે ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ (TCS) વસૂલવાની નવી જોગવાઈ 1 જુલાઈ, 2023થી લાગુ થવા જઇ રહિ છે. નવા નિયમ મુજબ જો રકમ રૂ. 7 લાખથી વધુ હોય, તો લોકોએ 20 ટકા TCS ચાર્જ ચૂકવવો પડશે.
આ પણ વાંચો: 7 મુ પગારપંચ: જુલાઇમા કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થા સાથે HRA મા પણ મળશે વધારો
આધાર પાન લીંક
ઇંકમ ટેક્ષ ડીપાર્ટમેંટ ના નિયમ મુજબ તમારા પાન કાર્ડ સાથે આધાર નંબર લીંક કરવો ફરજીયાત બનાવવામા આવ્યો છે. આ મુદત અગાઉ વધારીને 30 જુન 2023 કરવામા આવી હતી. હાલ આધાર-પાન લીંક રૂ.1000 ચાર્જ ભરીને કરી શકાય છે. 1 જુલાઇથી આધાર પાન લીંક કરવા માટે રૂ.10000 જેટલો ચાર્જ ચૂકવવાની જોગવાઇ છે.
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |
Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |
