World Cup 2024: ગુડ ન્યૂઝ, T20 વર્લ્ડકપ જોઈ શકાસે ફ્રીમાં લાઈવ; આ એપ પર થશે લાઈવ ટેલીકાસ્ટ

World Cup 2024: વર્લ્ડકપ 2024 ફ્રી OTT: વર્લ્ડકપ 2024: IPL 2024 પૂર્ણ થયા બાદ ICC T20 વર્લ્ડકપ 2024 નું આયોજન અમેરિકા અને વેસ્ટઈન્ડિઝ દ્વારા હોસ્ટ કરી રહ્યા છે. ત્યારે ભારત અને પાકિસ્તાનનો મેચ જોવા લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પણ ક્રિકેટ હવે કોઈ પેઇડ એપ્લીકેશન દ્વારા બતાવવામાં આવતા હોય છે. ત્યારે ઘણા લોકો આ પેઇડ વર્ઝન ખરીદી શકતા નથી અને મેચની મજા લઈ શકતા નથી. પણ ક્રિકેટ રસિયાઑ માટે World Cup 2024 નું લાઈવ ટેલીકાસ્ટ આ OTT પર Free માં નિહાળી શકસો.

World Cup 2024

હાલ IPL ચાલી રહ્યો છે અને દિવસે અને દિવસે તેનો રોમાંચ જોવા મળી રહ્યો છે. IPL પૂર્ણ થયા બાદ આ રોમાંચ વધારે વધશે. કારણ કે IPL ની સિઝન પૂર્ણ થયા બાદ ક્રિકેટનો મહાકુંભ ICC T20 World Cup 2024 શરૂ થવા જઈ રહ્યો છે. આ વર્ષ આ ટી20 વર્લ્ડકપ 2024 અમેરિકા અને વેસ્ટઈન્ડિઝમાં રમવામાં આવશે. ત્યારે ક્રિકેટ પ્રેમીઓ માટે ગુડ ન્યૂઝ છે કે તે આ આખો વર્લ્ડકપ FREE માં જોઈ શકસે.

આ પણ વાંચો: T20 World Cup Team Player List: વર્લ્ડ કપ માટે તમામ ટીમો ની જાહેરાત, કયા દિગ્ગજ ખેલાડીઓ રમશે આ વર્લ્ડ કપ ?

વર્લ્ડકપ 2024 ફ્રી OTT

આ ટુર્નામેન્ટની પ્રથમ મેચ ભારતીય સમય અનુસાર સવારે 6 કલાકે શરૂ થશે. જે અમેરિકા અને કેનેડા વચ્ચે રમાશે. આ વખતે ટુર્નામેન્ટમાં કુલ 20 ટીમો કુલ 55 મેચો રમશે. તમને જણાવી દઈએકે ડિઝની + હોસ્ટાર પાસે ભારતમાં ICC વર્લ્ડકપ માટે પ્રસારણ અધિકાર છે. તેને મોબાઈલ વપરાસકર્તાને Free માં મેચ બતાવીને ક્રિકેટ રસિયાને મોટી ભેટ આપી છે. જેની જાહેરાત ડિઝની + હોસ્ટારએ કરી છે.

આ ઓફર પહેલા પણ આપી હતી

આ બ્રોડકાસ્ટિંગ પ્લેટફોર્મે આગાઉ પણ એશિયા કપ અને વર્લ્ડકપ 2023 માં આ ફોર્મેટ અપનાવ્યું હતું. જે દર્શકોની દ્રષ્ટિએ સફળ રહ્યું હતું. તમને જણાવી દઈએકે આ વખતે આ T20 વર્લ્ડકપમાં 20 ટીમો ભાગ લઈ રહી છે. આ ટુર્નામેન્ટ અમેરિકાના 3 જગ્યાએ તથા કેરીબેયન ટાપુના 6 દેશોમાં યોજાશે. ભારતે રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ 15 સભ્યોની ટીમની જાહેરાત કરી દીધી છે. જે નીચે મુજબ છે.

આ પણ વાંચો: કમોસમી વરસાદની આગાહી: જામનગર થી લઈને આ વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી, 40 કિમીની ઝડપે પવન ફૂંકાસે

India Team T20 World Cup

વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ નીચે મુજબ છે.

  • રોહિત શર્મા (કેપ્ટન)
  • યસસ્વી જયસ્વાલ
  • વિરાટ કોહલી
  • સૂર્યકુમાર યાદવ
  • રીષભ પંત(વિકેટકીપર)
  • સંજુ સેમસન ( વિકેટ કીપર)
  • હાર્દિક પંડયા (વા.કેપ્ટન)
  • શીવમ દૂબે
  • રવીન્દ્ર જાડેજા
  • અક્ષર પટેલ
  • કુલદીપ યાદવ
  • યુઝવેન્દ્ર ચહલ
  • જસપ્રીત બુમરાહ
  • અર્શદીપ સિંઘ
  • મોહમ્મ્દ સીરાજ

આ પણ વાંચો: India Team T20 World Cup: વર્લ્ડ કપ માટે ભારતની ટીમની જાહેરાત, આ ખેલાડીઓનો થયો સમાવેશ; આ ખેલાડીઓના કપાયા પતા

સ્ટેન્ડ બાય ખેલાડીઓ:

  • શુભમન ગીલ
  • ખલીલ એહમદ
  • રીંકુ સિંહ
  • આવેશ ખાન

ભારતની તમામ મેચ અમેરીકામાં

આ ટુર્નામેન્ટમાં ભારત પોતાની તમામ મેચો અમેરીકામાં રમશે. ભારતીય ટિમ હાલમાં ચાલી રહેલી ઇંડિયન પ્રીમિયર લીગ ના પૂર્ણતા પછી ઇન્ટરનેશનલ મેચોમાં પાર્ટિસિપેટ કરશે. ત્યારે આ તમામ મેચો ક્રિકેટ પ્રેમીઓ ડિઝની + હોસ્ટાર પર મફતમાં જોઈ શકશે અને તમામ મેચોનો આનંદ મણિ શકશે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here

2 thoughts on “World Cup 2024: ગુડ ન્યૂઝ, T20 વર્લ્ડકપ જોઈ શકાસે ફ્રીમાં લાઈવ; આ એપ પર થશે લાઈવ ટેલીકાસ્ટ”

Leave a Comment

error: Content is protected !!