કમોસમી વરસાદની આગાહી: Unseasonal Rain Forecast: Monsoon Predication: હાલ સમગ્ર ગુજરાત સહિત ઉતર ભારતમાં ભયંકર ગરમી પડી રહી છે. અને લોકો આ ગરમીથી ત્રાહિમામ પોકારી ચૂક્યા છે. તેમજ સરકાર દ્વારા વધુ ગરમીને લીધે સાવચેતીના પગલાં પણ લેવામાં આવી રહ્યા છે. અને ગરમીની લૂ થી બચવા લોકોને કામ સિવાય બહાર ન નીકળવા પણ અપીલ કરી છે. ત્યારે અચાનક જ વાતાવરણમાં પ્લેટો જોવા મળી રહ્યો છે. અને હવામના વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી જામનગરથી લઈને આ વિસ્તારોમાં વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે તેમજ 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે.
કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કાળઝાર ગરમી પડી રહી છે તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા ફરી એક વખત કમોસમી વરસાદની આગાહી કરી છે. ભાર ઉનાળાની રૂતુ દરમિયાન કમોસમી વરસાદને પગલે રાજ્યના ખેડૂતોને પોતાના ખેતીના પાકોને લઈને ચિંતાના વાદળ ફરી રહ્યા છે. પરંતુ આ આગાહી 24 કલાક ગરમી સાથે સામાન્ય વરસાદની છે.
આ પણ વાંચો: જુનાગઢ કેરી ના ભાવ: યાર્ડમા કેસર કેરીની આવક વધી, પરંતુ ભાવ છે હજી ઉંચા; 1 પેટીના ભાવ છે આટલા
Unseasonal Rain Forecast
ગરમીની સાથે આગિમી 24 કલાકમાં સામાન્ય વરસાદ પડશે. જેમાં ઉતર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, ખેડા, પંચમહાલ તેમજ દાહોદમાં વરસાદની આઘી કરવામાં આવી છે. જ્યારે મહીસાગર, છોટા ઉદેપુર, વડોદરા, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ દાદરા નાગર હવેલીમાં વરસાદની આઘી કરવામાં આવી છે. આ ઉપરાંત દ્વારકા, જામનગર અને કચ્છમાં સામાન્ય વરસાદની આઘી કરવામાં આવી છે. ગુજરાતમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં વાતાવરણમાં એકાએક પલટો આવશે.
વરસાદની આગાહી
થન્ડર સ્ટ્રોમ એક્ટિવિટીને કારણે ભેજનું પ્રમાણ વધતાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે 30 થી 40 કિમી ની ઝડપે પવન પણ ફૂંકાશે
આ પણ વાંચો: AC Tips: ઉનાળામા એ.સી. કેટલા કલાક ચાલે તો કેટલુ બીલ આવે, સમજો ગણતરી
તાપી જિલ્લાના વાતાવરણમાં પણ અચાનક પલટો આવ્યો હતો. જિલ્લાના વ્યારા તાલુકામાં કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા હતા. વહેલી સવારથી જીલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. અચાનક આવેલા વાતાવરણમાં પલ્ટાને લીધે લોકોએ ગરમીમાથી રાહત મેળવી હતી.
અગત્યની લીંંક
| whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| હોમ પેજ | અહિં ક્લીક કરો |

1 thought on “કમોસમી વરસાદની આગાહી: જામનગર થી લઈને આ વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી, 40 કિમીની ઝડપે પવન ફૂંકાસે”