Siraj 6 wicket: Asia Cup Prize money: રવિવારે રમાયેલી એશીયા કપની ફાઇનલ મેચમા ભારતના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે સપાટો બોલાવી એકલા હાથે ભારતને ફાઇનલ મેચ જીતાડી દીધી હતી. ભારતે આ સાથે એશીયા કપની ફાઇનલ મેચમા ઐતિહાસિક જીત મેળવી હતી. 50-50 ઓવરની આ વન ડે મેચ માત્ર 21 ઓવરમા તો પુરી થઇ ગ ઇ હતી. આ સાથે ભારત વન ડે રેંકીંગમા ખૂબ જ આગળ નીકળી ગયુ હતુ.
Siraj 6 wicket
એશીયા કપની ફાઇનલમા ભારતના નવયુવાન ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે સપાટો બોલાવી દિધો હતો અને શ્રીલંકા ની ટીમને માત્ર 50 રનમા જ પેવેલીયન ભેગી કરી દિધી હતી. શ્રીલંકાની ઈનીંગની ચોથી ઓવર મા જ સિરાજે 4 વિકેટ ઝડપી શ્રીલંકાની બેટીંગ લાઇન અપની કમર ભાંગી નાખી હતી. ત્યારપછી શ્રીલંકા ઉભુ ન થઇ શકયુ અને માત્ર 50 રનમા આખી ટીમ ઓલ આઉટ થઇ ગઇ હતી,
W . W W 4 W! 🥵
— Star Sports (@StarSportsIndia) September 17, 2023
Is there any stopping @mdsirajofficial?! 🤯
The #TeamIndia bowlers are breathing 🔥
4️⃣ wickets in the over! A comeback on the cards for #SriLanka?
Tune-in to #AsiaCupOnStar, LIVE NOW on Star Sports Network#INDvSL #Cricket pic.twitter.com/Lr7jWYzUnR
મેન ઓફ ધ મેચનુ ઇનામ આપ્યુ ગ્રાઉન્ડ સ્ટાફને
આ ફાઇનલ મેચના હિરો રહેલા મોહમ્મદ સિરાજને તેની મેચ વિનીંગ બોલીંગ બદલ મેન ઓફ ધ મેચ જાહેર કરવામા આવ્યા હતા. અને મેન ઓફ ધ મેચ નુ ઇનામ 5 હજાર ડોલરનું ઈનામ (4 લાખ) અપાયું હતું જે તેણે કોલંબા ક્રિકેટ સ્ટેડિયમના સ્ટાફને દાનમાં આપી દિધા હતા.
મેન ઓફ ધ મેચનો પુરસ્કાર પ્રાપ્ત કરતી વખતે, મોહમ્મદ સિરાજે જાહેરાત કરી હતી કે તે તેના પુરસ્કારની રકમ શ્રીલંકાના ગ્રાઉન્ડસમેનને દાન મા આપી દેવા માંગે છે. સિરાજે કહ્યું કે ગ્રાઉન્ડ્સ સ્ટાફે આ સીરીઝમા ઘણી મહેનત કરી છે અને તેઓ આ ઈનામના સાચા હકદાર છે. એશિયા કપ 2023 દરમિયાન લગભગ દરેક મેચ દરમિયાન વરસાદ પડયો હતો. પરંતુ ગ્રાઉન્ડ્સમેનની સખત મહેનતને કારણે, આ મેચો જ પૂર્ણ થઈ શકી, જેના કારણે મોહમ્મદ સિરાજે આ ઇનામની રકમ તેઓને આપી દિવાનો મોટો નિર્ણય લીધો.

Asia Cup Prize money

એશીયા કપ જીતવાની સાથે ભારતની ટીમ અને ખેલાડીઓ પર ધનવર્ષા થઇ હતી.
- ભારતને વિજેતા ટીમ તરીકે 1,50,000 યુએસ ડોલર ઈનામી રકમ આપવામા આવી.
- શ્રીલંકાની ટીમને ઉપવિજેતા ટીમ તરીકે 75,000 યુએસ ડોલરની ઈનામી રકમ આપવામાં આવી હતી.
- મોહમ્મદ સિરાજને ફાઈનલ મેચમાં મેચવિનિંગ પરફોર્મન્સ માટે મેન ઓફ ધ મેચનો ખિતાબ આપવામાં આવ્યો હતો. સિરાજને આ એવોર્ડ તરીકે US $ 5,000 ની ઇનામી રકમ મળી, જે તેણે ગ્રાઉન્ડ્સમેનને આપવાનું નક્કી કર્યું.
- એશિયન ક્રિકેટ કાઉન્સિલ વતી શ્રીલંકાના ગ્રાઉન્ડસ સ્ટાફને તેના બેસ્ટ કાર્ય માટે ઈનામી રકમ તરીકે US $ 50,000 ની રકમ આપવામાં આવી હતી.
અગત્યની લીંક
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |
| Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |

1 thought on “Siraj 6 wicket: સિરાજે ફાઇનલમા બોલાવ્યો સપાટો, 6 વિકેટ ઝડપી; મેન ઓફ ધ મેચનુ ઇનામ આપી દિધુ ગ્રાઉન્ડ સ્ટાફને”