Gold Price 2024: છેલ્લા 2-3 મહિનાથી સોના ના ભાવમા ભારે તેજી જોવા મળતી હતી. સોના ના ભાવ આસમાને પહોંચ્યા હતા. અને સોના ન ભાવ ઓલટાઇમ હાઇ જોવા મળ્યા હતા પરંતુ છેલ્લા 2 દિવસમા સોના ના ભાવમા ભારે ઘટાડો નોંધાયો છે. અને સોના ના ભાવમા લગભગ 10 ગ્રામે રૂ.2000 જેવો ઘટાડો જોવા મળ્યો છે. ચાલો જાણીએ હાલ સોના ના ભાવ શું ચાલી રહ્યા છે ?
Gold Price 2024
સોના મા જો રોકાણ કરવા માંગતા હોય તો તમારા માટે આ સારા સમાચાર છે. સોના ના ભાવમાં આજે ફરીથી કડાકો જોવા મળ્યો છે. ભારતીય બજારોની સાથે સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોના અને ચાંદીના ભાવ મા ઘટાડો થયો છે. સોનાના ભાવ તો તેના રેકોર્ડ હાઈથી લગભગ 4500 રૂપિયા જેટલા ગગડી ગયા છે. ચાંદી મા પણ 7000 રૂપિયા જેટલો ઘટાડો જોવા મળ્યો છે.
ઘરેલુ વાયદા બજારમાં સોના અને ચાંદીના ભવ 700-800 રૂપિયા તૂટીને ઓપન થયા હતા. MCX પર સોનું 657 રૂપિયા જેટલુ ગગડીને 70540 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થતુ જોવા મળ્યુ હતુ. ચાંદી મા પણ 700 રૂપિયા જેટલો ઘટાડો જોવા મળ્યો હતો અને 79858 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ભાવ પહોંચી ગયા છે.
સોનું તેના હાઇ લેવલ રેકોર્ડ સ્તરથી લગભગ 4500 રૂપિયા જટલું ગગડી ગયું છે. જ્યારે સોનું આ મહિને 73,958 રૂપિયાના ઓલ ટાઈમ હાઈ ભાવે જોવા મળ્યુ હતુ. જેમા ભારે ઘટાડો નોંધાયો છે.
આ પણ વાંચો; AC Tips: ઉનાળામા એ.સી. કેટલા કલાક ચાલે તો કેટલુ બીલ આવે, સમજો ગણતરી
આજના સોના ના ભાવ
www.ibja.co વેબસાઇટ પર 1 ગ્રામ આજના સોના ના ભાવ નીચે મુજબ જોવા મળ્યા હતા.
- 24 કેરેટ સોના ના આજના ભાવ: 7249
- 22 કેરેટ સોના ના આજના ભાવ: 7075
- 20 કેરેટ સોના ના આજના ભાવ: 6452
- 18 કેરેટ સોના ના આજના ભાવ: 5872
- 14 કેરેટ સોના ના આજના ભાવ: 4676
અગત્યની લીંંક
આજના સોના ના ભાવ | અહિં ક્લીક કરો |
whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
1 thought on “Gold Price 2024: ભારે તેજી બાદ સોના ના ભાવમા થયો ઘટાડો, જાણો સોના ના લેટેસ્ટ ભાવ”