BCCI Contract List 2024: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ BCCI એ ખેલાડીઓના વાર્ષિક કોન્ટ્રાકટ નુ લીસ્ટ જાહેર કર્યુ છે. શ્રેયસ અય્યર અને ઈશાન કિશનના નામ સીઝન 2023-24 માટે જાહેર કરવામાં આવેલી આ યાદીમાં સામેલ કરવામા આવ્યા નથી. આ બંને ખેલાડીઓએ ડોમેસ્ટિક ક્રિકેટમાં ભાગ લીધો ન હતો. જેના કારણે BCCI દ્વારા આ બન્ને ખેલાડીઓ પર એકશન લીધા હતા. અને તેની અસર કોન્ટ્રાક્ટ લિસ્ટ પર જોવા મળી હતી. બીસીસીઆઈએ પોતાના નિવેદનમાં કહ્યું કે ઐયર અને ઈશાનને વાર્ષિક કોન્ટ્રાક્ટ મા સામેલ કરવામા આવ્યા નથી. ચાલો જાણીએ કયા ક્રિકેટર નુ કયા ગ્રેડમા નામ સામેલ કરવામા આવ્યુ છે.
BCCI Contract List 2024
બીસીસીઆઈએ આ વર્ષે 30 ખેલાડીઓ નો વાર્ષિક કોન્ટ્રાક્ટ મા સમાવેશ કર્યો છે. આ વાર્ષિક કોન્ટ્રાક્ટ 1 ઓક્ટોબર, 2023 થી 30 સપ્ટેમ્બર, 2024 સુધી નો છે. બોર્ડે આ વખતે નવી પરંપરા અપનાવી છે. તેણે એક અલગ ફાસ્ટ બોલિંગ કોન્ટ્રાક્ટ લીસ્ટ પણ જાહેર કર્યુ છે. આ લીસ્ટમા આકાશ દીપ, વિજયકુમાર વૈશ્યક, ઉમરાન મલિક, યશ દયાલ અને વિદ્વાથ કવેરપ્પાનો સમાવેશ કરવામા આવ્યો છે.
BCCI Contract Grade A+ Cricketer
Grade A+
— BCCI (@BCCI) February 28, 2024
Rohit Sharma, Virat Kohli, Jasprit Bumrah and Ravindra Jadeja.#TeamIndia
BCCI દ્વારા ગ્રેડ A+ મા સમાવેશ કરાયેલ ખેલાડી ને વાર્ષિક 7 કરોડ રૂપિયા આપવામા આવે છે. વર્ષ 2023-24 માટે A+ મા 4 ખેલાડીઓનો સમાવેશ કરવામા આવ્યો છે. જે નીચે મુજબ છે..
- વિરાટ કોહલી
- રોહિત શર્મા
- જસપ્રીત બુમરાહ
- રવિન્દ્ર જાડેજા.
BCCI Contract Grade A Cricketer
Grade A
— BCCI (@BCCI) February 28, 2024
R Ashwin, Mohd. Shami, Mohd. Siraj, KL Rahul, Shubman Gill and Hardik Pandya.#TeamIndia
BCCI દ્વારા ગ્રેડ A મા સમાવેશ કરાયેલ ખેલાડી ને વાર્ષિક 5 કરોડ રૂપિયા આપવામા આવે છે. વર્ષ 2023-24 માટે ગ્રેડ A મા 6 ખેલાડીઓનો સમાવેશ કરવામા આવ્યો છે. જે નીચે મુજબ છે..
- આર અશ્વિન
- મોહમ્મદ શમી
- મોહમ્મદ સિરાજ
- કેએલ રાહુલ
- શુભમન ગિલ
- હાર્દિક પંડ્યા
BCCI Contract Grade B Cricketer
Grade B
— BCCI (@BCCI) February 28, 2024
Surya Kumar Yadav, Rishabh Pant, Kuldeep Yadav, Axar Patel and Yashasvi Jaiswal.#TeamIndia
BCCI દ્વારા ગ્રેડ B મા સમાવેશ કરાયેલ ખેલાડી ને વાર્ષિક 3 કરોડ રૂપિયા આપવામા આવે છે. વર્ષ 2023-24 માટે ગ્રેડ B મા 5 ખેલાડીઓનો સમાવેશ કરવામા આવ્યો છે. જે નીચે મુજબ છે.
- સૂર્ય કુમાર યાદવ
- રિષભ પંત
- કુલદીપ યાદવ
- અક્ષર પટેલ
- યશસ્વી જાયસવાલ
BCCI Contract Grade C Cricketer
Grade C
— BCCI (@BCCI) February 28, 2024
Rinku Singh, Tilak Verma, Ruturaj Gaekwad, Shardul Thakur, Shivam Dube, Ravi Bishnoi, Jitesh Sharma, Washington Sundar, Mukesh Kumar, Sanju Samson, Arshdeep Singh, KS Bharat, Prasidh Krishna, Avesh Khan and Rajat Patidar.#TeamIndia
BCCI દ્વારા ગ્રેડ C મા સમાવેશ કરાયેલ ખેલાડી ને વાર્ષિક 1 કરોડ રૂપિયા આપવામા આવે છે. વર્ષ 2023-24 માટે ગ્રેડ C મા 15 ખેલાડીઓનો સમાવેશ કરવામા આવ્યો છે. જે નીચે મુજબ છે.
- રિંકૂ સિંહ
- તિલક વર્મા
- રુતુરાજ ગાયકવાડ
- શાર્દુલ ઠાકુર
- શિવમ દુબે
- રવિ બિશ્નોઈ
- જીતેશ શર્મા
- વોશિંગટન સુંદર
- મુકેશ કુમાર
- સંજૂ સેમસન
- અર્શદીપ સિંહ
- કેએસ ભરત
- પ્રસિદ્ધ કૃષ્ણા
- આવેશ ખાન
- રજત પાટીદાર
તમને જણાવી દઈએ કે BCCI કોન્ટ્રાક્ટ લિસ્ટમાં 4 કેટેગરી પાડવામા આવેલી છે. A+ ગ્રેડમા આવતા ખેલાડીઓને રૂ. 7 કરોડ, A ગ્રેડમા આવતા ખેલાડીઓને રૂ. 5 કરોડ, B ગ્રેડમા આવતા ખેલાડીઓને ને રૂ. 3 કરોડ અને સૌથી ઓછી C શ્રેણીને વાર્ષિક રૂ. 1 કરોડ આપવામા આવે છે. આ તમામ કેટેગરીમાં ખેલાડીઓને સામેલ કરવાના કેટલાક નિયમો છે. A+ માં એવા ખેલાડીઓનો સમાવેશ થાય છે જેઓ ત્રણેય ફોર્મેટમાં રમતા હોય.
અગત્યની લીંક
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| Follow us on Google News | Click here |

2 thoughts on “BCCI Contract List 2024: BCCI એ જાહેર કર્યુ વાર્ષિક કોન્ટ્રાકટ લીસ્ટ, કયા ખેલાડીને કેટલો મળશે પગાર”