Nargol Beach: નારગોલ દરિયા કિનારો: ઉનાલૌ વેકેશન શરૂ થઈ ગયું છે અને લોકો પોતાના બાળકોને લઈને આ વેકેશનની ટ્રીપ માટે નીકળી જતાં હોય છે. આ ટ્રિપમાં લોકો દરિયા કિનારો, વોટરપાર્ક, જંગલ સફારી, નદીઓ, ધોધ વગેરે જગ્યા એ ફરવાનો પ્લાન બનવતા હોય છે. ત્યારે તાજેતરમાં લોકો લક્ષદ્વીપનો દરિયાકિનારાથી ખૂબ જ પ્રભાવિત થયા છે. ત્યારે જો તમે પણ લક્ષદ્વીપનો પ્લાન બનાવી રહ્યા હોવ તો તમે એક વખત Nargol Beach ની મુલાકાત અવશ્ય લેજો. કારણ કે આ નારગોલ દરિયા કિનારો લક્ષદ્વીપની યાદ આપવી દેશે અને તમારો પ્રવાસ યાદગાર બનાવી દેશે.
Nargol Beach
સમગ્ર ગુજરાતમાં અત્યારે અસહ્ય ગરમી પડી રહી છે. એહિટવેવને કારણે શહેરી વિસ્તારમાં રહેતા લોકો ગરમીથી શેકાઈ રહ્યા છે. ત્યારે ગુજરાતી પ્રજા ગરમીથી રાહત મેળવવા માટે સિમલા, મનાલી, દીવ, તેમજ હિલ સ્ટેશન જેવા સ્થળોની મુલાકાત લેવાનું પસંદ કરતાં હોય છે. પણ ગુજરાત રાજ્યના છેવાડા આવેલ નારગોલ દરિયા કિનારો હવે ગુજરાતી પ્રજાનો હોટ ફેવરિટ બની ગયો છે. શહેરના કોંકરીટના જંગલમાં રહેતા લોકોએ દરિયા કિનારે આવેલ નારગોલની વાટ પકડી છે. ત્યારે વન વિભાગ અને ગ્રંપ આંચત્યત દ્વારા પ્રવસીઓને આકર્ષવા માટે ઇકો ટુરિઝમ વિકસાવવામાં આવ્યો છે. એચએએલ કાળઝાર ગરમીથી બચવા માટે મોટી સંખ્યામાં લોકો અહી આવે છે.
આ પણ વાંચો: World Cup 2024: ગુડ ન્યૂઝ, T20 વર્લ્ડકપ જોઈ શકાસે ફ્રીમાં લાઈવ; આ એપ પર થશે લાઈવ ટેલીકાસ્ટ
નારગોલ દરિયા કિનારો
એક તરફ શાંત દરિયા કિનારો અને બીજી તરફથી આવતો શીતળ પવન. આ નયન રમ્ય નજારો વલસાડના નારગોલ દરિયા કિનારાનો છે. હાલ ગુજરાતમાં જે પ્રમાણે ગરમીનો પારો ઊંચો જઈ રહ્યો છે ત્યારે લોકો ગરમીથી રાહત મેળવવા માટે કુલૂમનાલી, ગોવા કે પછી વિદેશ પ્રવાસ જવાનું પસંદ કરે છે. ત્યારે રાજ્યના છેવાડે આવેલ વલસાડનો નારગોલ બીચ લોકો માટે ખૂબ જ પ્રખ્યાત બન્યો છે.

સ્વચ્છ અને સુંદર દરિયાકિનારો
દરિયા કિનારે આવેલ હોવાથી આ નાનકડું ગામ દેશભરમાં પ્રકયત બન્યું છે. અને દેશભરના પર્યટકો નારગોલની મુલાકાત લે છે. અને નરગોલના દરિયા કિનારાની સુંદરતા અને સ્વચ્છતા સાથે સાથે સરૂના જંગલો ધરાવે છે. હાલ રાજયમાં પડી રહેલ અસહ્ય ગરમીથી બચવા માટે ગુજરાત માથી મોત સંખ્યામાં પ્રવાસીઓ અહી આવે છે. અને ઠંડકનો એહસાસ કરી રહ્યા છે.

પ્રિમોંસૂનની એક્ટિવિટી
આ બીચ પર પ્રિમોંસૂન એક્ટિવિટીની શરૂઆત થઈ ગઈ છે. તો હાલ સમર વેકેશનમાં નારગોલ બીચ પર ઠંડા પવન પ્રવસીઓને મોજ કરવી રહ્યા છે. ગુજરાતમાં ગરમીના ઉકળાટથી ત્રાસી ગયેલા લોકો મોટી સંખ્યામાં આ બીચ પર ફરવા આવી રહ્યા છે. હાલમાં ઉનાળુ વેકેશન પણ શરૂ થઈ ગયું છે ત્યારે લોકો હિલ સ્ટેશનની જગ્યાએ નજીકના પર્યટક સ્થળો પર જવાનું નક્કી કરી રહ્યા છે. જો કે ઓછા ખર્ચમાં લોકો ઠંડા વાતાવરણની મજા આ બીચ પર માણી રહયા છે.
શરૂના જંગલો
નારગોલ બીચ પર શરૂના જંગલો આવેલા છે જેથી સમગ્ર બીચ પર દિવસ દામિયાન બીચની નાજુમાં ઘટાદાર છાંયો રહે છે. જેથી દરિયા માથી આવતા પવનો પ્રવાસીઓને આલ્હાદક વાતાવરણ પૂરું પાડે છે. તો દરેક ઉમરના લોકો માટે આ જંગલ ફોટોગ્રાફી માટે ઉતમ લોકેશન છે. જેથી લોકો પોતાની યાદોને કેમેરામાં કેદ કરી શકે છે.

સુવિધાથી ભરપૂર
નારગોલ બીચ હંમેશા શાંત વાતાવરણ અને સફેદ રેતીલા બીચ માટે જાણીતો છે. જોકે ગ્રામ પંચાયત અને વલસાડ વનવિભાગ દ્વારા આ બીચને ઇકો ટુરિઝમ સેન્ટર પણ બનાવાયું છે. જેના લીધે અહી પીવાના પાણી, ટોઇલેટ બાળકો માટે પ્લે ઝોન જેવી સુવિધા ઊભી કરાઇ છે. તેમજ આ બીચને સ્વચ્છ રાખવા માટે અગાથ પ્રયત્નો પણ કરવામાં આવી રહ્યા છે. અહી સુવિધ વધવાની સાથે પ્રવાસીઑ પણ વધી રહ્યા છે. અને સ્થાનિક રોજગારીમાં પણ વધારો થયો છે.

પ્રવાસનના વિકાસની સાથે સાથે લોકોને ધંધો મળતા સ્થાનિક લોકો પણ પ્રવાસીઓને આવકારી રહ્યા છે અને પ્રવસીઓને પણ આ સ્થળ વધુ પસંદ આવવા લાગ્યું છે. અહી તમે નજીવા ખર્ચે મોજ મસ્તી કરી શકો છો. અહી આવતા પ્રવસીઓ દરિયામાં નાહવાનો પણ લાવો લઈ રહયા છે.
અગત્યની લીંક
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| Follow us on Google News | Click here |
ખૂબ જ સુંદર માહિતી છે, આ websiteના લેખકને દિલથી ધન્યવાદ. આ લેખમાં આપેલા મુદ્દાઓને વાંચીને મારી ઘણાં પ્રશ્નો દૂર થઈ ગયા. હું પહેલા bija પર લેખો વાંચતી, પરંતુ હવે તમારી website જોઈને હું તેના બદલે તમારા લેખો વાંચવાનું પસંદ કરતી છું. આશા છે કે આ માહિતી અન્ય મિત્રો માટે પણ ઉપયોગી રહેશે! 👏🏻