વિધવા સહાય યોજના: વિધવા સહાય યોજના ફોર્મ: ગંગા સ્વરુપા આર્થીક સહાય યોજના: ગુજરાત સરકાર દ્વારા વિવિધ વર્ગના લોકો માટે અનેક સહાય યોજનાઓ દ્વારા સહાય આપવામા આવે છે. જેમા વિધવા બહેનો ને મદદરુપ થવા માટે ગંગા સ્વરુપા આર્થીક સહાય યોજના દ્વારા દર મહિને સહાય આપવામા આવે છે. આ યોજનાનુ ફોર્મ ક્યાથી મળશે ? શું ડોકયુમેંન્ટ જોઇએ ? કેટલી સહાય મળે ? વગેરે જેવી માહિતી મેળવીએ.
ગંગા સ્વરુપા આર્થીક સહાય યોજના
યોજનાનુ નામ | વિધવા સહાય યોજના ગંગા સ્વરુપા આર્થીક સહાય |
લાભાર્થી જૂથ | કોઇ પણ વિધવા બહેનો |
મળતી સહાય | રૂ.1250 સહાય દર મહિને |
અમલીકરણ | કલેકટર કચેરી |
ફોર્મ ક્યાથી મળશે ? | કલેકટર કચેરી/મામલતદાર ક્ચેરી |
ફોર્મ ડાઉનલોડ લીંક | અહિં ક્લીક કરો |
ઓફીસીયલ સાઇટ | https://revenuedepartment.gujarat.gov.in |
આ પણ વાંચો: વૃદ્ધ પેન્શન યોજના: વૃદ્ધો ને મળશે રૂ. 1250 ની દર મહિને સહાય, વૃદ્ધ પેન્શન યોજના ફોર્મ 2023
ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના
નિરાધાર વિધવા બહેનો પણ સમાજમાં સમ્માનથી જીવી શકે અને તેમને ગુજરાન ચલાવવા મદદ મળી રહે તે માટે ગુજરાત સરકારના woman and child development department(WCD) દ્વારા વિધવા બહેનોને આર્થિક મદદરૂપ થવાના ઉદેશ્ય સાથે ગંગા સ્વરૂપા યોજના દ્વારા દર મહિનેઆર્થીક સહાય આપવામા આવે છે. હવે વિધવા સહાય યોજનાનું નામ બદલીને ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના છે જેમાં વિધવા બહેનોને 21 વર્ષથી વધુ ઉંમરનો પુત્ર હોય તો પણ આ યોજનાનો લાભ મળવાપાત્ર છે. વિધવા સહાય યોજના અંતર્ગત ગુજરાત રાજ્ય દ્વારા ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના ચલાવવામાં આવે છે તથા કેંદ્ર સરકાર દ્વારા અને ગુજરાત રાજ્ય સંયુક્ત રીતે ‘ઇન્દિરા ગાંધી નેશનલ વિડો પેન્શન સ્કીમ’ ચલાવવામાં આવે છે
સહાયની રકમ
વિધવા સહાય યોજનામા દર મહીને લાભાર્થીના પોસ્ટ/બેંક ખાતામાં સીધા DBT મારફતે 1250 રૂપિયા જમા કરવામાં આવે છે.
વિધવા સહાય મેળવતા લાભાર્થીનું અકસ્માતે મૃત્યુ થતા સરકારશ્રીની ગુજરાત સામુહિક જૂથ સહાય અકસ્માત વિમા યોજના અંતર્ગત વારસદારની રૂપિયા 1,00,000 મળવાપાત્ર છે.
વિધવા સહાય મેળવનાર 18 થી 40 વર્ષની તમામ મહિલાઓને ફરજીયાતપણે 2 વર્ષમાં સરકારમાન્ય કોઈપણ ટ્રેડની તાલીમ મેળવવાની હોય છે.
આ પણ વાંચો: Mafat Plot Yojana Form: મફત પ્લોટ યોજના ફોર્મ – ગ્રામ્ય વિસ્તારમા મળશે 100 ચો.મી. ના મફત પ્લોટ
પાત્રતા ધોરણો
આ યોજના અંતર્ગત સહાય મેળવવા માટે નીચે મુજબ પાત્રતા ધોરણો કે નિયમો હોય છે.
- 18 વર્ષ કે તેથી વધારે ઉંમરની કોઈપણ નિરાધાર વિધવા આજીવન આ યોજના અંતર્ગત સહાય મેળવી શકે છે.
- ગુજરાત સરકારની નિરાધાર વિધવા પેન્શન યોજના અંતર્ગત લાભાર્થી જેમની ઉંમર 18 થી 40 વર્ષની વચ્ચે હોય તથા 40 થી વધુ વર્ષના BPL ન ધરાવતા હોય તેમને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે.
- વિધવા સહાય મેળવવા માટે આવક મર્યાદા જોઇએ તો ગ્રામ્ય સ્તરે કુટુંબની વાર્ષિક આવક 1,20,000 તથા શહેરી વિસ્તાર માટે 1,50,000 ની નક્કી કરવામા આવેલ છે.
ડોકયુમેન્ટ લીસ્ટ
- પતિના મરણનો દાખલો (ડેથ સર્ટી.)
- આધારકાર્ડ ની નકલ
- રાશનકાર્ડની નકલ
- આવક અંગેનો સક્ષ્મ અધિકારીનો દાખલો
- વિધવા હોવા અંગેનો દાખલો
- પુનઃ લગ્ન કરેલ નથી તે બાબતનું તલાટી પાસેથી લીધેલ પ્રમાણપત્ર
- અરજદારની ઉંમર ના પુરાવા
- પાસપોર્ટ સાઈઝના ફોટા
- બેંક અથવા પોસ્ટ પાસબુક ની નકલ
વિધવા સહાય યોજના ફોર્મ
આ યોજનાનુ ફોર્મ ઓનલાઇન તથા ઓફલાઇન બન્ને રીતે ભરી શકાય છે.
- આ યોજના નુ ફોર્મ Digital Gujarat વેબસાઇટ પરથી તમારા ગામમા નો સંપર્ક કરી ઓનલાઇન ભરી શકાય છે.
- આ ઉપરાંત આ યોજનાનુ ફોર્મ કલેકટર કચેરી/મામલતદાર કચેરી પરથી પણ મેળવી શકાય છે.
- અ ફોર્મ ભરીને જરૂરી ડોકયુમેન્ટ જોડી કલેકટર કચેરી પર જમા કરાવવાનુ હોય છે.
વિધવા સહાય યોજના હેલ્પલાઈન
આ યોજના ને લગત કોઇ પણ માહિતી માટે ટોલ ફ્રી નંબર: 18002 335500 પરથી માહિતી મેળવી શકાય છે.
સહાય ચાલુ રાખવા માટેની શરતો
- વિધવા લાભાર્થીઓને દર વર્ષે જુલાઈ માસમાં તેમણે પુનઃ લગ્ન કર્યા નથી તે બાબતનુ તલાટીનું પ્રમાણપત્ર સંબંધિત મામલતદાર કચેરીમાં જમા કરાવવાનું હોય છે.
- વિધવા સહાય યોજનાનો લાભ ચાલુ રાખવા હેતુથી લાભાર્થીઓએ કુટુંબની આવક અંગેનું પ્રમાણપત્ર દર ત્રણ વર્ષે જુલાઈ માસમાં રજુ કરવાનુ હોય છે.
અગત્યની લીંક
ગંગા સ્વરુપા આર્થીક સહાય ફોર્મ | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
નિયમિત અપડેટ મેળવવા whatsapp ગૃપ જોઇન કરો | અહિં ક્લીક કરો |

FaQ’s
વિધવા સહાય યોજના મા કેટલી સહાય મળી છે ?
દર મહિને રૂ.1250
વિધવા સહાય યોજના માહિતી માટે ટોલ ફ્રી નંબર શું છે ?
18002 335500
4 thoughts on “વિધવા સહાય યોજના: ગંગા સ્વરુપા બહેનો ને મળશે દર મહિને સહાય, ફોર્મ ડાઉનલોડ કરવા અહિં ક્લીક કરો”