વૃદ્ધ પેન્શન યોજના ફોર્મ: વૃદ્ધ સહાય યોજના ફોર્મ: સરકાર દ્વારા બાળકો,મહિલાઓ,ખેડૂતો, વૃદ્ધો અને વીવીધ વર્ગોના લોકો માટે અનેક સહાયકારી યોજાનઓ દ્વારા સહાય આપવામા આવતી હોય છે. વૃદ્ધો માટે વૃદ્ધ પેન્શન યોજના દ્વારા દર મહિને સહય આપવામા આવે છે. આ પોસ્ટમા આપણે વૃદ્ધ પેન્શન યોજના ફોર્મ ક્યાથી મેળવવુ ? કેટલી સહાય મળે ? ફોર્મ ભરીને ક્યા આપવુ ? કયા ડોકયુમેન્ટ જોઇએ વગેરે માહિતી મેળવીશુ.
વૃદ્વ પેન્શન યોજના
યોજનાનુ નામ | ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્વ પેન્શન યોજના નિરાધાર વૃધ્ધ પેન્શન યોજના |
કેટેગરી | વૃદ્ધ પેન્શન યોજના ફોર્મ |
ઉંમર | 60 વર્ષથી વધુ ઉંમર |
મળતી સહાય | રૂ.1000 થી રૂ.1250 વૃદ્ધ પેંશન દર મહિને |
યોજના અમલીકરણ | મામલતદાર કચેરી |
ફોર્મ ક્યાથી મળશે ? | કલેકટર કચેરી/મામલતદાર ક્ચેરી/ગ્રામ પંચાયત |
અરજી મોડ | ઓફલાઇન/ઓનલાઇન |
ઓફીસીયલ સાઇટ | https://sje.gujarat.gov.in |
આ પણ વાંચો: પશુપાલકોને તબેલો બનાવવા 4 લાખ સુધીની લોન
વૃદ્ધ પેન્શન યોજના મા 2 યોજનાઓ અંતર્ગત વૃદ્ધો ને સહાય મળે છે.
- ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના (વય વંદના) Indira Gandhi National Old Age Pension Scheme – (IGNOAPS)
- નિરાધાર વૃધ્ધ પેન્શન યોજના (રાજ્ય સરકારની યોજના)
આ બન્ને યોજનાઓની માહિતી આપણે મેળવીશુ.
ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના
આ યોજનામા મળતા વૃદ્ધ પેન્શન ની માહિતી નીચે મુજબ છે.
પાત્રતા ધોરણો
- આ યોજનાનો લાભ 60 વર્ષથી વધુ ઉમરના વૃદ્ધો ને મળવાપાત્ર છે.
- ગરીબી રેખાની યાદી એટલે કે BPL લીસ્ટમાં 0 થી 20 સ્કોરમાં નામ નોધાયેલ કુટુંબનો સભ્ય હોવો જોઇએ.
મળતી સહાય
આ યોજનામા 60 થી 79 વર્ષની ઉંમરના લાભાર્થીને રૂ.1000 /- અને 80 કે તેથી વધુ ઉંમરના લાભાર્થીને રૂ. 1250/- દર મહિને વૃદ્ધ પેંશન સહાય ચુકવવામાં આવે છે.
આ પણ વાંચો: મુદ્રા લોન યોજના. નવો ધંધો શરૂ કરવા 50 હજારથી 10 લાખ સુધીની લોન
વૃદ્ધ પેન્શન યોજના ફોર્મ
ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના નો લાભ મેળવવા માટે એક અરજીફોર્મ ભરવાનુ હોય છે. જે નીચેની રીતે તમને મળી શકે છે.
- જિલ્લા કલેકટર કચેરી
- મામલતદાર કચેરીએથી પણ આ ફોર્મ મળશે.
- તમારા ગામના V.C.E. દ્વારા ગ્રામ પંચાયતથી ઓનલાઈન અરજી કરી શકાય છે.
- આ ઉપરાંત નીચે દર્શાવેલ લીન્ક પરથી ફોમ ડાઉનલોડ કરી શકાશે.
- https://digitalsevasetu.gujarat.gov.in/SchemPortal/ServiceGroup.aspx
- ઉપરાંત આ પોસ્ટમા નીચે વૃદ્ધ પેન્શન યોજના ફોર્મ PDF ડાઉનલોડ કરવા લીંક આપેલ છે.
વૃદ્ધ પેન્શન યોજના ડોકયુમેન્ટ
આ યોજનામા ફોર્મ ભરવા માટે નીચે મુજબના ડોકયુમેન્ટ ની આવશ્યકતા રહે છે.
- ઉંમરનું પ્રમાણપત્ર અથવા શાળા છોડ્યાનું પ્રમાણપત્ર(લીવીંગ સર્ટી.) અથવા ડોક્ટરશ્રી દ્વારા ઉંમર માટે આપવામાં આવેલ વય પ્રમાણપત્ર.( આ પૈકી કોઇ પણ એક)
- ગરીબી રેખાની BPL યાદી મા નામ હોવા બાબતનુ પ્રમાણપત્ર.
- અરજદારના આધાર કાર્ડ ની નકલ
- બેન્ક પાસબુકની નકલ અથવા પોસ્ટ ઓફીસ ખાતાની નકલ
આ પણ વાંચો: મહિલા ઉત્કર્ષ યોજના . મહિલાઓને મળશે વગર વ્યાજે રૂ. 1 લાખની લોન
ફોર્મ ક્યા આપવુ
આ યોજનાનો લાભ લેવા માટે અરજી ફોર્મ ભરી સાથે જરૂરી ડોકયુમેન્ટ જોડીને સબંધિત જિલ્લા/તાલુકાના જન સેવા કેન્દ્ર પર, અથવા મામલતદાર કચેરી એ આપી શકાય છે. ઉપરાંત ગ્રામ્ય કક્ષાએ થી ગ્રામ પંચાયતથી www.digitalgujarat.gov.in વેબસાઇટ ના માધ્યમથી ઓનલાઈન અરજી પણ કરી શકાય છે.
સહાય ક્યારે બંધ થાય
આ યોજના અંતર્ગત મળતુ વૃદ્ધ પેંશન નીચેના સંજોગો મા બંધ થાય છે.
- લાભાર્થીનું નામ 0 થી 20 ની બી.પી.એલ યાદીમાંથી દુર થાય
- લાભાર્થીઓનું અવસાન થવાથી
નિરાધાર વૃધ્ધ પેન્શન યોજના (રાજ્ય સરકારની યોજના)
આ યોજના રાજય સરકાર દ્વારા ચલાવવામા આવે છે. આ યોજના અંતર્ગત નિરાધાર વૃદ્ધો ને પેંશન આપવામા આવે છે. જેની માહિતી નીચે મુજબ છે.
કોને લાભ મળે
- ૬૦ વર્ષ કે તેથી વધુ ઉંમરનાં નિરાધાર વૃદ્ધો ને આ સહાય મળે છે..
- ૨૧ કે તેથી વધુ વર્ષનો પુત્ર ન હોવો જોઇએ.
- અશક્ત- દિવ્યાંગ વ્યક્તિનાં કિસ્સામાં ૭૫ ટકા થી વધારે દિવ્યાંગતા હોય અને ૪૫ કે તેથી વધુ ઉંમર હોય.
- પુત્ર માનસિક અસ્થિર હોય કે કેન્સર, ટી.બી જેવી ગંભીર માંદગીથી પીડાતા હોય તેવા વૃધ્ધો પણ આ યોજનાનો લાભ લેવા માટે અરજી કરી શકે છે.
- અરજદારની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે રૂ. 120000/- અને શહેરી વિસ્તાર માટે રૂ. 150000/- થી વધુ ન હોવી જોઈએ
- ઓછામાં ઓછા ૧૦ વર્ષથી ગુજરાતમાં કાયમી વસવાટ કરતા હોવા જોઇએ.
- ૬૦ થી વધુ ઉંમરના દંપતી / બન્ને વૃદ્ધો ને લાભ મળે છે.
આ પણ વાંચો: ફ્રી સિલાઇ મશીન યોજના, 1 એપ્રીલથી ઓનલાઇન ફોર્મ ભરવાનુ શરૂ
ડોકયુમેન્ટ લીસ્ટ
- ઉંમરનું પ્રમાણપત્ર અથવા શાળા છોડ્યાનું પ્રમાણપત્ર(લીવીંગ સર્ટી.) અથવા ડોક્ટરશ્રી દ્વારા આપવામાં આવેલ ઉંમર અંગેનુ પ્રમાણપત્ર.
- નિયત અધિકારીનો આવકનો દાખલો.
- દિવ્યાંગતાના કિસ્સામાં દિવ્યાંગતાનું પ્રમાણપત્ર.
- ૨૧ વર્ષ થી મોટી ઉમરનો પુત્ર ન હોવા બાબતનું પ્રમાણપત્ર.
- આધાર કાર્ડ ની નકલ
- બેન્ક અથવા પોસ્ટ ઓફીસ એકાઉન્ટ
- રેશનકાર્ડ ની નકલ
સહાયની રકમ
60 થી 79 વર્ષ સુધીના વૃદ્ધ લાભાર્થીને રૂ. 1000/- અને 80 વર્ષ કે તેથી વધુ ઉંમરના લાભાર્થીને રૂ. ૧૨૫૦/- ની માસિક સહાય તેના બેંક એકાઉન્ટ મા સીધી ચૂકવવામાં આવે છે.
આ પણ વાંચો: મોબાઇલ રીપેરીંગ માટે ફ્રી કીટ સહાય યોજના માહિતી
વૃદ્ધ પેન્શન યોજના ફોર્મ
આ યોજના માટેનુ ફોર્મ કલેકટર કચેરી, મામલતદાર કચેરીએ થી વિનામૂલ્યે મેળવી શકાય છે. ગ્રામ્ય કક્ષાએથી V.C.E. મારફત ઓનલાઇન અરજી પણ કરી શકાય છે. તથા આ પોસ્ટમા નીચે ફોર્મ ડાઉનલોડ કરવાની લીંક આપેલી છે.
વૃદ્ધ સહાય માટે આ બન્ને યોજનાઓ ખૂબ જ સારી છે. તમારી આજુબાજુમા જો કોઇ નિરાધાર વૃદ્ધ રહેતા હોય તો તેમને આ યોજનાથી માહિતગાર કરો. વૃદ્ધ પેંશન સહાય યોજનાનુ આ ફોર્મ તમે ડાઉનલોડ કરી વ્યવસ્થિત ભરીને જરૂરી ડોકયુમેન્ટ સાથે મામલતદાર કચેરીએ જમા કરાવી શકો છો. આ યોજના બાબતે વધુ માહિતી માટે મામલતદાર કચેરીનો સંપર્ક કરશો.
આ પણ વાંચો: મફત પ્લોટ સહાય યોજના
વૃદ્ધ પેન્શન યોજના ફોર્મ ડાઉનલોડ લીંક
ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્વ પેન્શન યોજના ઓફીસીયલ સાઇટ | અહિં ક્લીક કરો |
નિરાધાર વૃધ્ધ પેન્શન યોજના ઓફીસીયલ સાઇટ | અહિં ક્લીક કરો |
ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્વ પેન્શન યોજના ફોર્મ | અહિં ક્લીક કરો |
નિરાધાર વૃધ્ધ પેન્શન યોજના ફોર્મ | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
નિયમિત અપડેટ મેળવવા whatsapp ગૃપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
વારંવાર પૂછાતા પ્રશ્નો
વૃદ્ધ પેન્શન યોજના ફોર્મ ક્યાથી ડાઉનલોડ કરવુ ?
Digital Gujarat વેબસાઇટ પરથી
કઇ યોજનાઓ અંતર્ગત વૃદ્ધ પેન્શન આપવામા આવે છે ?
ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના
નિરાધાર વૃધ્ધ પેન્શન યોજના
વૃદ્ધ પેન્શન યોજના મા કેટલી સહાય આપવામા આવે છે ?
રૂ.1000 થી રૂ.1250 દર મહિને
વૃદ્ધ પેન્શન મેળવવા કેટલી ઉંમર હોવી જોઇએ ?
ઓછામા ઓછી 60 વર્ષ
વૃદ્ધ પેન્શન યોજના ફોર્મ ભરીને ક્યા આપવાનુ હોય છે ?
મામલતદાર કચેરી
નિરાધાર વૃદ્ધ સહાય યોજનાનો લાભ લેવા માટે પાત્રતા ધોરન શું છે ?
21 વર્ષ કે તેથી વધુ ઉંમરનો પુત્ર ન હોવો જોઇએ.
વૃદ્ધ પેન્શન યોજના નુ ફોર્મ ઓનલાઇન કઇ વેબસાઇટ પર ભરી શકાય ?
www.digitalgujarat.gov.in
Meda Maneshbhai Bhimabhai /Khngela