PM Suryoday Yojana: હવે મફતમા ઘર પર લગાવો સોલાર પેનલ, લાઇટબીલ આવશે ઝીરો; જાણો નવી સરકારી યોજના વિશે

PM Suryoday Yojana: પીએમ સુર્યોદય યોજના: કેન્દ્ર સરકાર દ્વારા બજેટમા જાહેર કરવામાં આવેલી પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનાની વિગતો ધીમે ધીમે સામે આવી રહી છે. હવે સામે આવેલી એક માહિતી મુજબ આ યોજના અંતર્ગત લોકોને હવે પોતાના ઘરની છત પર સોલર પેનલ લગાવવા માટે સરકાર તરફથી વધારે સબ્સિડી આપવામા આવશે. લોકો હવે એક પણ રૂપિયાનો ખર્ચ કર્યા વિના પોતાના ઘરની છત પર સોલાર પેનલ લગાવી શકસે અને વીજળી ઉત્પન્ન કરી શકશે.

PM Suryoday Yojana

પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના વિશે કેન્દ્રીય નવીકરણીય ઊર્જા મંત્રી આરકે સિંહે. માહિતી આપતા જણાવ્યુ હતુ કે આ નવી યોજના અંતર્ગત લોકોને તેમની ઘરની છત પર સોલાર પેનલ લગાવવા માટે વધુ સબસીડી આપવામા આવશે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતુ કે પહેલા લોકો ને પોતાની છત પર સોલર પેનલ લગાવવા માટે 40 ટકા સબ્સિડી આપવામા આવતી હતી. પરંતુ પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના અંતર્ગત તેમને હવે 60 ટકા સબ્સિડી આપવામા આવશે. બાકી ની 40 ટકા રકમ લોકો લોન તરીકે લઈ શકશે.

આ યોજના શરૂ કરવા પાછળનો સરકારનો હેતુ એ છે કે, આર્થિક રીતે નબળા લોકો આ યોજનાનો વધુમાં વધુ ફાયદો લઇ શકે.. આ યોજના અંતર્ગત સરકારે એક કરોડ ઘરોની છત પર આ યોજના અંતર્ગત સોલર પેનલ લગાવવાનો ટાર્ગેટ નક્કી કર્યો છે. સરકાર સબસીડી વધારીને ઈચ્છે છે કે, વધુમાં વધું લોકો રોકાણ કર્યા વગર લોન લઇને આ યોજનાનો લાભ લઈ પોતાના ઘર પર સોલર પેનલ લગાવી શકે. આ યોજના નો લાભ ખાસ એવા લોકોને આપવામા આવશે જેમનો મહિને વીજ વપરાશ 300 યુનીટથી ઓછો છે.

પીએમ સુર્યોદય યોજના

આ યોજના અંતર્ગત જો કોઈ વ્યક્તિ લોન લેવા માગે છે તો તેમના પર કોઈ વધારાનુ નાણાકીય ભારણ નથી આવવાનુ. સરકાર આ યોજનાને લાગૂ કરવા માટે સ્પેશિયલ પર્પસ વ્હીકલ બની રહ્યું છે. દરેક રાજ્ય માટે અલગ એસપીવી બનાવવામા આવશે. સરકાર તરફથી આપવામા આવતી 60 ટકા સબ્સિડી ઉપરાંત બાકીના 40 ટકાનો ભાગ એસપીવીથી લોન તરીકે લઈ શકાશે.

ઘર ની છત પર લગાવવામા આવેલી સોલાર પેનલ થી જરુરિયાતથી વધારે ઉત્પન્ન થતી વીજળી એસપીવી દ્વારા ખરીદવામા આવશે. અને તેનાથી લોનની ભરપાઈ કરવામા આવશે. એક અંદાજ મુજબ 10 વર્ષમાં લોન ભરપાઇ થઈ જશે અને લોન ભરપાઇ થઈ ગયા બાદ સોલર પેનલ પ્રોપર્ટી લાભાર્થીના નામ પર ટ્રાન્સફર થઈ જશે.

ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગત મહિને અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ધાટન બાદ પીએમ સુર્યોદય યોજના ની જાહેરાત કરી હતી. ત્યાર બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરતા આ યોજના વિશે વધુ માહિતી આપી હતી. બજેટમાં આ યોજના માટે 10 હજાર કરોડ રૂપિયાની જોગવાઈ કરવામા આવી છે. નાણામંત્રીએ પોતાના બજેટ ભાષણમાં કહ્યું હતું કે, આ યોજનાથી લોકો વાર્ષિક 10 હજારથી 18 હજાર રૂપિયા સુધીની બચત કરી શકશે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
PM Suryoday Yojana
PM Suryoday Yojana

Leave a Comment

error: Content is protected !!