Mafat Plot Yojana Form: મફત પ્લોટ યોજના ફોર્મ – ગ્રામ્ય વિસ્તારમા મળશે 100 ચો.મી. ના મફત પ્લોટ

Mafat Plot Yojana Form: ગુજરાત ગ્રામ્ય વિસ્તારમાં ગરીબી રેખા નીચે જીવન જીવતા જમીન વિહોણા ખેત-મજૂરો તથા ગ્રામ્ય કારીગરો માટે 100 ચો.મી. સુધીના ઘરથાળના મફત પ્લોટ ફાળવવા પંચાયત વિભાગ, નાણા વિભાગ અને મહેસુલ વિભાગે મંજુરી આપી છે. રાજ્ય સરકારની ઘરથાળના મફત પ્લોટની યોજનાની વાત કરીએ તો તેની શરૂઆત 1972થી થઇ હતી. ગુજરાત સરકારના પંચાયત વિભાગ હેઠળ આ યોજનાનુ અમલીકરણ કરવામા આવે છે. મફત પ્લોટ યોજના ફોર્મ કયાથી મળશે અને કયા ભરીને આપવાનુ તેની માહિતી મેળવીએ.

  • મફત પ્લોટ યોજના 2023.
  • મફત ઘર બનાવવા માટે 100 ચો.વાર પ્લોટ મળશે.
  • મફત પ્લોટ યોજના માટેના ફોર્મની PDF ડાઉનલોડ કરો.
  • કોને કોને લાભ મળી શકે? જાણો ગુજરાતીમાં તમામ માહિતી

મફત પ્લોટ યોજના ગુજરાત

ટાઈટલમફત પ્લોટ યોજના ગુજરાત
પોસ્ટનું નામMafat Plot Yojana Form
વિભાગ હેઠળ પંચાયત વિભાગ – ગુજરાત
લાભ મેળવનાર ગ્રામ્ય વિસ્તારમાં રહેતા ગરીબ લોકો
ક્યાં રાજ્યમાં લાગુ ગુજરાત
લેટર પ્રકાશિત થયા તારીખ30-07-2022
ઓફિસિયલ વેબસાઈટpanchayat.gujarat.gov.in
અરજી કરવાનો મોડ ઓફ લાઈન

મફત પ્લોટ યોજના ફોર્મ | Mafat Plot Yojana Form

Mafat Plot Yojana Form ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતા ઘર વિહોણા અને BPL યાદીમાં જે નોંધાયેલ મજુરો તેમજ કારીગરોને ઘરનું ઘર બનાવી શકે તે માટે આ યોજના અમલમાં મુકવામા આવી છે. અત્યાર સુધી આ યોજનાનો લાખો લાભાર્થી ને લાભ મળેલો છે. આ યોજનામારાજ્ય સરકારનો પ્રયત્ન છે કે તમામ ઘરવિહોણા ગરીબ લોકોને આ યોજનાનો લાભ વધુમાં વધુ મળે. એ માટે તા. 01-05-2017નાં રોજ ગુજરાત સરકારે નવો ઠરાવ કરીને ગુજરાત મફત પ્લોટ યોજનાના નિયમોમાં ઘણા સુધારા કર્યા છે.

આ પણ વાંચો: ખેડૂતો માટે સબસીડી યોજનાઓ ઓનલાઇન અરજી શરૂ

મફત પ્લોટ યોજના ડોક્યુમેન્ટ લીસ્ટ

ગ્રામ્ય વિસ્તારમા મફત પ્લોટ યોજનાનો લાભ લેવા માટે નીચે જણાવેલ ડોક્યુમેન્ટ આધાર પુરાવા જરૂરી છે.

  • મફત પ્લોટ યોજનાનુ અરજી ફોર્મ
  • રેશનકાર્ડની નકલ
  • ચૂંટણીકાર્ડની નકલ
  • આધારકાર્ડની નકલ
  • BPL યાદિ માટે SECCના નામની વિગત
  • ખેતીની જમીનનો દાખલો (જમીન નથી ધરાવતા તે માટે)
  • પ્લોટ / મકાનની વિગત દર્શાવતો દાખલો

મફત પ્લોટ ગુજરાત યોજના અરજી પ્રોસેસ

મફત પ્લોટ ની આ યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીએ સૌ પ્રથમ ઓફલાઈન અરજી કરવાની હોય છે. અરજી કરવા માટે ગ્રામ પંચાયતમાંથી ફોર્મ મેળવી તેમાં માંગેલી તમામ માહિતી કોઈ ભૂલ વગર ભરી અને જરૂરી ડોક્યુમેન્ટ જોડી તલાટી મંત્રી શ્રીના સહી અને સિક્કા કરાવવાના હોય છે.

ગુજરાત સરકારની આ યોજના ખુબ જ સારી છે. જેનાથી ગ્રામ્ય વિસ્તારમા ઘરવિહોણા લોકોને ઘર બનાવવા પ્લોટ મળી રહે છે. આ યોજનાની વધુ માહિતી તમારા ગામમા ગ્રામ પંચાયત માથી તલાટી મંત્રી પાસેથી મળી રહેશે.

આ પણ વાંચો: વૃદ્ધ પેન્શન સહાય યોજના ફોર્મ ડાઉનલોડ

મફત પ્લોટ યોજના કોને લાભ મળે ?

  • જેમની પાસે પ્લોટ નથી તેમને આ પ્લોટ મળવાપાત્ર છે.
  • અરજદાર પાસે કોઈપણ પ્રકારની જમીન ધરાવતા હોવા જોઇએ નહિ.
  • અરજદાર ગ્રામીણ કારીગર અથવા મજૂર હોવા જોઈએ.
  • લાભાર્થી પુખ્તવયના હોવાજોઈએ. એટલે કે અરજદાર સગીરવયના ન હોવો જોઈએ.
  • જેઓ ગ્રામીણ વિસ્તારોમાં સામાજિક-આર્થિક અને જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી-2011 માંથી લાયક કુટુંબ અથવા રાજ્ય અથવા કેન્દ્ર સાથે આવે છે તેઓ સરકારી આવાસ નિર્માણ સહાય માટે લાયકાત ધરાવતા હોવા જોઇએ.
  • રાજ્યમાં ક્યાંય પતિ કે પત્નીના નામે કોઈ પ્લોટ કે મકાન ન હોવું જોઈએ.
  • જેઓ ઓછામાં ઓછા એક વર્ષથી તે ગામમાં રહેતા હોવા જોઈએ.
  • તેના નામે ખેતીની જમીન ન હોવી જોઈએ અથવા સંયુક્ત નામે અને પિતાના નામે અને તે જમીનમાં અરજદારના કિસ્સામાં, પિયત જમીનના કિસ્સામાં તે અડધા હેક્ટરથી વધુ ન હોવી જોઈએ અને બિન પિયત જમીનના કિસ્સામાં તે એક હેક્ટરથી વધુ ધરાવતા ન હોવા જોઇએ.
Mafat Plot Yojana Form

મફત પ્લોટ યોજના ફોર્મ pdf મહત્વ પૂર્ણ લિન્ક

01/05/2017નો ઠરાવ વાંચવાઅહીં ક્લિક કરો
સત્તાવાર પરિપત્રઅહીં ક્લિક કરો
મફત પ્લોટ યોજના ફોર્મઅહીં ક્લિક કરો
હોમ પેજ અહીં ક્લિક કરો
અમને ગૂગલ ન્યુસ પર ફોલો કરો અહીં ક્લિક કરો
વ્હાટ્સપ ગ્રુપમાં જોઇન થાઓ અહીં ક્લિક કરો

તમારે આ અન્ય યોજનાઓ વિષે પણ જાણવું જોઈએ.

મહત્વપૂર્ણ પ્રશ્નો:

મફત પ્લોટ યોજનાનો મુખ્ય હેતુ શું છે?

આ યોજનાનો હેતુ ગ્રામ્ય કક્ષાના ગરીબી વિસ્તારમાં રહેતા લોકો અને ખેત મજૂરોને રહેવા માટે મકાન બની રહે તેવો હેતુ છે.

આ યોજના કયા વિભાગ હેઠળ આવે છે?

મફત પ્લોટ યોજના ગુજરાત રાજ્ય પંચાયત વિભાગ હેઠળ આવે છે.

મફત પ્લોટ યોજના મા કેવડો પ્લોટ આપવામા આવે છે ?

૧૦૦ ચો.મી.

મફત પ્લોટ યોજના નો લાભ લેવા કઇ રીતે અરજી કરવાની રહેશે ?

ઓફલાઇન, ગ્રામપંચાયતમા

મફત પ્લોટ યોજના કયા વિભાગ હેઠળ આવે છે?

આ યોજના ગુજરાત રાજ્ય પંચાયત વિભાગ હેઠળ આવે છે.

29 thoughts on “Mafat Plot Yojana Form: મફત પ્લોટ યોજના ફોર્મ – ગ્રામ્ય વિસ્તારમા મળશે 100 ચો.મી. ના મફત પ્લોટ”

  1. Jasvant bhai Ramesh Bhai, sir amare reva mate koi sagvad nathi to pilis kaik madad kari aalo ne

    Reply

Leave a Comment

error: Content is protected !!