સરકારી યોજના: 29 કરોડ લોકોએ બનાવ્યુ આ કાર્ડ, મળે છે 2 લાખનો વિમો; જાણો પુરી પ્રોસેસ

સરકારી યોજના: ઈ શ્રમ કાર્ડ: અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા શ્રમીકો ને આર્થિક સુરક્ષા આપવા માટે સરકારે વર્ષ 2020માં ઈ-શ્રમ કાર્ડ નામની યોજના શરૂ કરી હતી. આ યોજનાને શ્રમીકો તરફથી ખૂબ જ રિસ્પોન્સ મળ્યો છે અને અત્યાર સુધી મા 29 કરોડ જેટલા શ્રમીકો ઈ-શ્રમ કાર્ડ કઢાવી ચુક્યા છે. જે વ્યક્તિની પાસે ઈ-શ્રમ કાર્ડ હોય છે તેને આર્થિક મદદની સાથે 2 લાખ રૂપિયાના અકસ્માત વીમાનો લાભ પણ આપવામા આવે છે.

સરકારી યોજના

આ યોજના અંતર્ગત કઢાવેલ ઈ-શ્રમ કાર્ડ ધારકોને નીચે મુજબની યોજનાઓ નો લાભ પણ આપવામા આવે છે.

 • પ્રધાનમંત્રી શ્રમ યોગી
 • માનધન યોજના
 • પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના
 • પ્રધાનમંત્રી આવાસ યોજના
 • રાષ્ટ્રીય સામાજીક સહાયતા યોજના
 • સ્વરોજગાર કરવા માટે રાષ્ટ્રીય પેન્શન યોજના
 • અટલ પેન્શન યોજના
 • પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના
 • આયુષ્માન ભારત
 • પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના
 • પ્રધાનમંત્રી રોજગાર સૃજત યોજના

આ પણ વાંચો: Gold Price Update: સોનુ ખરીદવા માટે ગોલ્ડન તક, આટલુ સસ્તુ થયુ સોનુ

કોણ બનાવી શકે છે ઈ-શ્રમકાર્ડ?
ઈ શ્રમ કાર્ડ ના ફાયદા શું છે અને આ કાર્ડ ધારક ને શું શું લાભ આપવામા આવે છે તો તે આપણે માહિતી મેળવી પણ આ કાર્ડ કોણ કઢાવી શકે તે પણ જાણીએ. આ કાર્ડ અસંગઠિત ક્ષેત્રમાં કામ કરનાર કોઈ પણ શ્રમીક જેમની ઉંમર 16 થી 59 વર્ષની વચ્ચે હોત તે ઈ-શ્રમકાર્ડ કઢાવી શકે છે. અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો મા કોનો સમાવેશ થાય તે જોઇએ તો ઉદા. તરીકે કોઇ દુકાનનો નોકર/ સેલ્સમેન / હેલ્પર, ઓટો રીક્ષા ચાલક, ડ્રાઈવર, પંચર બનાવનાર, ડેરીવાળા, બધા પશુપાલક, પેપર હોકર, જોમેટો અને સ્વિગી, એમેઝોન, ફ્લિપકાર્ટના ડિલિવરી બોય, ઈટ ભઠ્ઠા પર કામ કરનાર મજૂર વગેરે જેવા શ્રમીકો નો સમાવેશ થાય છે.

ઈ શ્રમ કાર્ડ ઓનલાઇન અરજી

ઈ શ્રમ કાર્ડ કેવી રીતે કઢાવવુ અને તેના માટે ઓનલાઇન અરજી કેમ કરવી તેની માહિતી નીચે મુજબ છે.

 • ઈ-શ્રમ કાર્ડ પોર્ટલની સતાવાર વેબસાઈટ eshram.gov.in ઓપન કરો.
 • ત્યારબાદ આ વેબસાઇટ મા હોમ પેજ પર રજીસ્ટર ઓન ઈ-શ્રમ ઓપ્શન પર ક્લિક કરો.
 • નવું પેજ ઓપન કરવા માટે માંગવામા આવેલી જરૂરી માહિતી સબમીટ કરો.
 • જરૂરી માહિતી સબમીટ કર્યા બાદ આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે. તેને દાખલ કરો.
 • હવે તમને રજીસ્ટ્રેશન ફોર્મ જોવા મળશે. તેમા માંગવામા આવેલી તમામ જરૂરી માહિતી ભરો.
 • જે ડોકયુમેન્ટ માંગવામા આવેલા છે તે અપલોડ કરો.
 • ડોકયુમેન્ટ અપલોડ કર્યા બાદ ફોર્મને એક વખત ફરી ચેક કરી લો કે જે જાણકારી સબમીટ કરી છે તે સાચી છે કે નહીં.
 • હવે ફોર્મને સબ્મિટ કરી દો.
 • રજીસ્ટ્રેશન પ્રોસેસ પુરી થયા બાદ 10 આંકડાનો ઈ-શ્રમ કાર્ડ નંબર ઈશ્યુ થઈ જશે.

અગત્યની લીંક

ઈ શ્રમ પોર્ટલ ઓફીસીયલ વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
સરકારી યોજના
સરકારી યોજના

2 thoughts on “સરકારી યોજના: 29 કરોડ લોકોએ બનાવ્યુ આ કાર્ડ, મળે છે 2 લાખનો વિમો; જાણો પુરી પ્રોસેસ”

Leave a Comment

error: Content is protected !!