મહિલા ઉત્કર્ષ યોજના: Mahila utkarsh yojana: MMUY : ગુજરાત સરકાર દ્વારા મહિલાઓ સ્વરોજગારી મેળવે અને આર્થીક રીતે પગભર બને તે માટે અનેક યોજનાઓ ચલાવવામા આવે છે. આવી જ એક મહિલાઓ માટે કલ્યાણકારી યોજના એટલે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના. આ યોજનામા મહિલાઓને 0 % વ્યાજે એટલે કે વ્યાજ વગર રૂ.1 લાખની લોન આપવામા આવે છે. ચાલો જાણીએ આ યોજનાની સંપૂર્ણ વિગતો.
Mahila utkarsh yojana: MMUY
રાજ્યના તમામ મહિલા સ્વ-સહાય જૂથોએ આ યોજનામા લોન મેળવવા માટે લાભ લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવુ પડશે. મહિલાઓના સશક્તિકરણ અને સ્વ રોજગારી માટે તથા મહિલાઓ આર્થીક રીતે પગભર બને તે માટે આ યોજના બહાર પાડવામાં આવી છે. કોવીડ મહામારી મા ગુજરાત ના નાના ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગો ના લોકોને ઘણી મુશ્કેલીઓનો વેઠવી પડી હતી., આ સમસ્યાને ધ્યાનમાં રાખીને સરકારે મહિલાઓને સ્વ રોજગારી મળે અને આત્મનિર્ભર બને તે માટે મહિલા ઉત્કર્ષ યોજના અમલમાં મુકી છે.
આ પણ વાંચો: વૃદ્ધ પેન્શન યોજના: વૃદ્ધો ને મળશે રૂ. 1250 ની દર મહિને સહાય, વૃદ્ધ પેન્શન યોજના ફોર્મ 2023
મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના
યોજનાનું નામ | મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના ૨૦૨૩ |
લાભાર્થી | રાજ્યની સખી મંડળની મહિલાઓ |
શરૂઆત | ૨૦૨૦ થી |
અરજી મોડ | ઓનલાઈન |
હેતુ | 0% વ્યાજ દરે લોન |
ચાલુ વર્ષ | 2023 |
નાણાકીય સહાય | 1 લાખ સુધીની લોન |
વેબસાઈટ | mmuy.gujarat.gov.in |
Mukhyamantri Mahila Utkarsh Yojana ફાયદા
- આ યોજના દ્વારા રાજ્યની મહિલાઓને સ્વ રોજગારી માટે રૂપિયા 1 લાખ સુધીની લોન આપવામાં આવશે, જેનો વ્યાજદર 0% રહેશે.
- Mukhyamantri Mahila Utkarsh Yojana રાજ્યની મહિલાઓને આર્થીક રીતે પગભર બનાવી વધુ સારું જીવનધોરણ પૂરું પાડશે.
- ગુજરાત સરકારે મહિલાઓને સ્વ-રોજગાર માટે લોન આપવાની યોજના શરૂ કરી હતી જેથી કરીને તેમને સ્વ-રોજગારે મળે.
- આ લોન સહાયથી મહિલાઓ પોતાનો વ્યવસાય શરૂ કરી શકે છે.
- 1 લાખની લોનની રકમ લાભાર્થીના બેંક ખાતામાં સીધી ટ્રાન્સફર કરવામાં આવે છે..
- આ યોજના હેઠળ જેઓ રાજ્યના કાયમી રહેવાસી છે તેમને યોજનાનો લાભ આપવામાં આવે છે.
- આ યોજન હેઠળ મહિલાઓ તેમની આવડત પ્રમાણે કોઈપણ રોજગાર શરૂ કરી શકે છે.
- કોવીડ મહામારી ને કારણે મહિલાઓની આર્થિક સ્થિતિને મજબૂત કરવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો: વિધવા સહાય યોજના: ગંગા સ્વરુપા બહેનો ને મળશે દર મહિને સહાય, ફોર્મ ડાઉનલોડ કરવા અહિં ક્લીક કરો
MMUY યોજના ઓનલાઈન અરજી
- આ યોજના હેઠળ ઓનલાઈન અરજી કરવા માટે, લાભાર્થીએ સૌપ્રથમ આ યોજનાની ઓફીસીયલ વેબસાઈટ https://mmuy.gujarat.gov.in/ ઓપન કરો.
- ઓફીસીયલ વેબસાઇટ વિઝિટ કર્યા પછી, તમને આ યોજનાની તમામ માહિતી ડીસ્પ્લે થશે તેમા ડીટેઇલ ઠરાવ પણ આપેલો છે તેનો અભ્યાસ કરો.
- ત્યારબાદ એપ્લિકેશન ફોર્મ ખુલશે. હવે તમારે આ અરજી ફોર્મમાં પૂછવામાં આવેલી જરુરી માહિતી સબમીટ કરવી પડશે જેમ કે લાભાર્થીનું નામ, સરનામું, બેંક વિગતો, રાજ્ય, જિલ્લો, શહેર વગેરે.
- બધી માહિતી દાખલ કર્યા પછી, તમારે ફોર્મ સાથે માંગવામાં આવેલા ડોકયુમેન્ટ ની સ્કેન કરેલી નકલ અપલોડ કરીને સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે.
- ક્લિક કર્યા પછી, તમારી ઑનલાઇન અરજી પ્રક્રિયા પૂર્ણ થશે.
Mukhyamantri Mahila Utkarsh Yojana ડોકયુમેન્ટ લીસ્ટ
આ યોજના માં અરજી કરવા માટે, તમારે કેટલાક મહત્વપૂર્ણ ડોકયુમેન્ટ ની જરૂર પડશે. તેની યાદી નીચે મુજબ છે.
- આધાર કાર્ડ ની નકલ
- મતદાર ઓળખ કાર્ડ
- રેશન કાર્ડ ની નકલ
- કાયમી રહેઠાણનું પ્રમાણપત્ર
- આવક પ્રમાણપત્ર
- બેંક એકાઉન્ટ ની નકલ
- પાસપોર્ટ સાઇઝનો ફોટો
- મોબાઇલ નંબર
મુખ્ય વિશેષતાઓ
(૧) આ યોજના અંતર્ગત પ્રત્યેક જૂથને નિયમિત હપ્તા ભરશે તો રૂ. ૧ લાખની ઉપરનું વ્યાજ સરકારશ્રી તરફથી ચૂકવવાની જોગવાઇ કરવામાં આવી છે.
(ર) યોજના અંતર્ગત ગ્રામીણ વિસ્તારમાં ૫૦,૦૦૦ તથા શહેરી વિસ્તારમાં ૫૦,૦૦૦ JLESG ને આવરી લેવામાં આવશે.
(3) દર મહિને રૂ.10,000/- લોનના હપ્તા પેટે ભરવાના રહેશે. આથી જૂથની દરેક મહિલા સભ્ય રૂ.1,000/- માસિક હપ્તા પેટે ભરવાના રહેશે.
(4) નિયમિત દર મહિને હપ્તા ભરપાઈ થવાથી 11 અને 12 મા મહિનાના રૂપિયા 10,000/- બે માસિક હપ્તાની રકમ જૂથના ખાતામાં બચત તરીકે જમા રાખવામા આવશે.
મહિલાઓને સ્વરોજગારી માટે આ યોજના ખૂબ જ સારી છે. આ યોજનાનો વધુમા વધુ મહિલાઓને લાભ મળે તે માટે શેર કરો.
અગત્યની લીંક
ઓફીસીયલ વેબસાઇટ | અહિં ક્લીક કરો |
ડીટેઇલ ઠરાવ PDF | અહિં ક્લીક કરો |
Whatsapp Group માં જોડાવા | અહીં ક્લિક કરો |
Google News પર Follow કરવા | અહીં ક્લિક કરો |
મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના માટે ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?
https://mmuy.gujarat.gov.in/
MMUY યોજના મા કેટલી રકમની લોન મળે છે ?
રૂ. 1 લાખ
મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના નો હેતુ શું છે?
આ યોજનાનો હેતુ રાજ્યના સ્વ-સહાય જૂથોની મહિલાઓને સ્વ રોજગારી સાથે જોડવાનો છે.
KamdjdjM aiehjsk sjahma d m e. Sjsjusbsisn. Sisbfhwoptjlwmbtbaii own
Paleja yasin suletanbhai
Morbi
Silaay mashig
AED ANIL bhal