LPG Cylinder Price: LPG ગેસ સીલીન્ડર ના નવા ભાવ ડીકલેર, હવે જુલાઇ મા ચૂકવવી પડશે આટલી કિંમત

LPG Cylinder Price: LPG ગેસ સીલીન્ડર ના નવા ભાવ: દેશમા દર મહિનાની 1 તારીખે પેટ્રોલીયમ કંપનીઓ દ્વારા ગેસ સીલીંડર ના નવા ભાવની સમીક્ષા કરવામા આવે છે. દેશની સરકારી ઓઇલ માર્કેટિંગ કંપની IOCL એ 1 જુલાઈના રોજ ઘરેલું અને કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ LPG Cylinder Price ની સમીક્ષા કરી નવા ભાવ જાહેર કર્યા છે.

LPG Cylinder Price

દેશની સરકારી ઓઇલ માર્કેટિંગ કંપની IOCL એ જુલાઇ માસ માટે ઘરેલું અને કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ ની સમીક્ષા કરી LPG gas cylinder Price જાહેર કર્યા છે. જુલાઈમાં પણ સામાન્ય લોકોએ એ જ ગેસ સીલીન્ડર ની એ જ કિંમત ચૂકવવી પડશે જે તેઓ જૂન મહિનામાં ગેસ સીલીન્ડર ની કિંમત ચૂકવતા હતા. આજે મહિનાના પહેલા દિવસે સામાન્ય લોકોને રાહત એ મળી છે કે ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. તે જ સમયે, કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં પણ કોઈ ફેરફાર કરવામા આવ્યો નથી.

આ પણ વાંચો: બદામના ફાયદા: બદામ પલાળેલી ખાવી જોઇએ કે સૂકી ,જાણવા જેવી માહિતી

માર્ચ 2023 પછી Domestic gas cylinder ની કિંમતની વાત કરીએ તો સરકારે મોંઘવારીની મારથી આ મોરચે સતત રાહત આપી છે. ઘરેલુ ગેસ સિલિન્ડર ના ભાવમા કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. બીજી તરફ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં સતત ત્રણ મહિનાના ઘટાડા બાદ ભાવ સ્થિર થયા છે.

ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવ યથાવત

દેશની રાજધાની દિલ્હીમાં ઘરેલુ LPG Cylinder Price ની વાત કરીએ તો 1103 રૂપિયા પ્રતિ ગેસ સિલિન્ડર પર સ્થિર છે. બીજી તરફ કોલકાતામાં આ ભાવ રૂ. 1129માં કોઈ ફેરફાર કરવામા આવ્યો નથી. આ સિવાય મુંબઈમાં ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમત 1102.50 રૂપિયા પર સ્થિર છે. ચેન્નાઈમાં ઘરેલુ LPG Cylinder Price 1118.50 રૂપિયા પ્રતિ ગેસ સિલિન્ડર છે. અત્રે ખાસ નોંધનીય છે કે માર્ચ 2023થી ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

આ પણ વાંચો: વિધવા સહાય યોજના: ગંગા સ્વરુપા બહેનો ને મળશે દર મહિને સહાય, ફોર્મ ડાઉનલોડ કરવા અહિં ક્લીક કરો

કોમર્શિયલ ગેસ સિલિન્ડર ના ભાવ

છેલ્લ ત્રણ મહિનાથી કિંમતોમાં ઘટાડાનો લાભ લોકોને આપ્યા પછી કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ સ્થિર કરવામાં આવ્યા છે. ચારેય મહાનગરોમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતો તે જ રાખવામા આવી છે જે જૂન માસમા હતી. આંકડાઓ અનુસાર દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 1773 રૂપિયા જેટલી છે. જ્યારે કોલકાતામાં ગેસ સિલિન્ડરની કિંમત 1875.50 રૂપિયા જેટલી છે. મુંબઈમાં ગેસ સિલિન્ડરની કિંમત 1725 રૂપિયા છે. તો ચેન્નાઈમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 1937 રૂપિયા જેટલી છે.

ગેસ સિલિન્ડર ક્યા રાખવો વધુ સલામત ?

જો આપણે ગેસ સિલિન્ડર ની સલામતીની વાત કરીએ તો સામનય રીતે મોટાભાગ ન અલોકો ગેસ સીલીન્ડર ને રસોડામા રાખતા હોય છે. સૌ પ્રથમ દરેકના મનમાં એ વાત આવે છે કે ગેસ સિલિન્ડરને રસોડામાં રાખવું વધુ સલામત ગણાય છે કે પછી લાંબી પાઇપ મૂકીને રસોડાની બહાર રાખવું વધુ સલામત છે. મોટાભાગના લોકો પાસે રસોડામાં સિલિન્ડર હોય છે પરંતુ જો તેને રસોડાની બહાર લાંબી પાઇપ વડે રાખવામાં આવે તો તે વધુ સલામત ગણવામાં આવે છે. આ સાથે સિલિન્ડરને સીધા સૂર્યપ્રકાશથી પણ દૂર રહે તે જોવુ જોઇએ.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
LPG Cylinder Price
LPG Cylinder Price

Leave a Comment

error: Content is protected !!