Gyanshakti Admission 2023: જ્ઞાનશક્તિ એડમીશન 2023; પ્રાથમિક શાળાના બાળકોને ગુણવતાયુક્ત શિક્ષણ મળી રહે તે માટે ગુજરાત સરકાર તરફથી ઘણી યોજનાઓ ચલાવવામા આવે છે. હાલ મા જ આવી જ્ઞાનશક્તિ પ્રોજેકટ અંતર્ગત પ્રવેશ આપવા માટે નોટીફીકેશન બહાર પાડવામા આવ્યુ છે. સરકારી અને અનુદાનિત શાળાઓમાં ધોરણ 1 થી ૫ નો અભ્યાસ કરેલ હોય તથા ધોરણ પ નો અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ ઉપરોકત તમામ શાળાઓમાં અને મોડલ સ્કુલ્સમાં તેમજ સ્વનિર્ભર/ખાનગી શાળાઓના ધોરણ પ નો અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ પ્રવેશ પરીક્ષા માટે ફોર્મ ભરી શકે છે. આ યોજના હેઠળ કયા વિદ્યાર્થી ફોર્મ ભરી શકે ? ક્યારે પરીક્ષા લેવાશે વગેરે માહિતી માટે આ પોસ્ટ પુરી વાંચો.
Gyanshakti Admission 2023
યોજનાનુ નામ | જ્ઞાનશક્તિ રેસીડેન્શીયલ સ્કુલ્સ જ્ઞાનસેતુ ડે સ્કુલ્સ રક્ષાશક્તિ સ્કુલ્સ જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસીડેન્શીયલ સ્કુલ્સ |
એડમીશન | ધો. 6 મા એડમીશન |
લાભ | ધો. 6 થી 12 સુધી ખાનગી શાળામા ફ્રી અભ્યાસ |
ફોર્મ ભરવાની તારીખ | 23-3-2023 થી 5-4-2023 |
પરીક્ષા તારીખ | 27-4-2023 |
ઓફીસીયલ વેબસાઇટ | https://www.sebexam.org/ |
આ પણ વાંચો: RTE એડમીશન તમામ માહિતી
કોણ ફોર્મ ભરી શકે ?
આ યોજનાઓ અંતર્ગત ધોરણ 6 મા પ્રવેશ મેળવવા માટે નીચે મુજબના વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે છે.
- સરકારી અને ગ્રાન્ટેડ શાળામા ધોરણ 1 થી 5 નો અભ્યાસ કરેલ હોય તથા ધોરણ 5 નો અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થી આ તમામ શાળામાંં ધોરણ 6 મા પ્રવેશ માટે ફોર્મ ભરી શકે.
- સ્વનિર્ભર ખાનગી શાળામા ધોરણ 5 નો અભ્યાસ પૂર્ન કરનાર વિદ્યાર્થીઓ માત્ર રક્ષાશક્તિ સ્કૂલ અને મોડેલ સ્કૂલ મ એડમીશન માટે જ ફોર્મ ભરી શકશે.
પરીક્ષા ફી
આ શાળાઓમા એડમીશન માટે પ્રવેશ પરીક્ષા નુ ફોર્મ ભરવા માટે કોઇ ફી રાખેલી નથી એટલે કે વિદ્યાર્થીએ પ્રવેશ પરીક્ષા આપવા માટે કોઇ ફી ચૂકવવાની રહેશે નહિ.
જ્ઞાનશક્તિ સ્કૂલ પ્રવેશ પરીક્ષા 2023
આ તમમ શાળાઓમા પ્રવેશ માટે લેવાનારી પ્રવેશ પરીક્ષા નુ માળખુ નીચે મુજબ રહેશે.
- કુલ ગુણ: ૧૨૦ સમય: ૧૫૦ મિનિટ
- પરીક્ષાનુ માધ્યમ: ગુજરાતી/ અંગ્રેજી
- અભ્યાસક્રમ ધોર્ણ 5 નો રહેશે.
આ પણ વાંચો: નમો ઈ-ટેબ્લેટ યોજના વિદ્યાર્થીઓને મળશે ટેબ્લેટ
વિષય | પ્રશ્નો | ગુણ |
તાર્કીક ક્ષમતા | 30 | 30 |
ગણિત સજ્જતા | 30 | 30 |
પર્યાવરણ | 20 | 20 |
ગુજરાતી | 20 | 20 |
અંગ્રેજી-હિન્દી | 20 | 20 |
કુલ | 120 | 120 |
જ્ઞાનશક્તિ સ્કૂલ પ્રવેશ ઓનલાઇન ફોર્મ
- આ પ્રવેશ પરીક્ષા માટે ઓનલાઇન ફોર્મ જ માન્ય રહેશે.
- મેરીટ મુજબ જ બાળકોને પ્રવેશ આપવામાં આવશે.
- પરીક્ષા સંબંધી વિગતોથી સતત માહિતગાર થવા માટે http://www.sebexam.org વેબસાઈટ જોતા રહેવાનું રહેશે.
- http://www.sebexam.org વેબસાઇટ પરથી આ પ્રવેશ પરીક્ષાના આવેદન પત્રો ઓનલાઇન ભરીશકાશે.
- ઓનલાઇન અરજી પત્રકમાં દર્શાવેલ વિગતો અંગે રાજય પરીક્ષા બોર્ડ દ્વારા ખરાઇ કરવામાં આવતી નથી. આથી વ્યક્તિગત માહિતી તેમજ અન્ય વિગત માટે વિદ્યાર્થી પોતે જ જવાબદાર રહેશે.
- આ કસોટી માટે રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા આવેદનપત્ર ઓનલાઇન ભરાવવામાં આવે છે અને તેમાં જે માહિતી માંગેલ હોય તે માહિતીની વિગતો વિદ્યાર્થી દ્વારા છુપાવવામાં આવી હોય અથવા ખોટી માહિતી આપવાનું બોર્ડને માલુમ પડશે તો તેવા વિદ્યાર્થીના પરિણામ રદ કરવાનો નિર્ણય અધ્યક્ષશ્રી, રાજ્ય પરીક્ષા બોર્ડ લેશે. પરીક્ષાલક્ષી તમામ બાબતો માટે અધ્યક્ષશ્રી રાજ્ય પરીક્ષા બોર્ડનો નિર્ણય આખરી રહેશે.
- આ પ્રવેશ પરીક્ષાના ફોર્મ મોડેલ સ્કુલ શાળામાં, બી.આર.સી.ભવન અને સી.આર.સી.ભવનમાં તથા જે તે વિદ્યાર્થીની પોતાની શાળાઓમાંથી તદ્દન નિશુલ્કમાં ભરવામાં આવશે. સ્વનિર્ભર શાળાના વિદ્યાર્થી માત્ર રક્ષાશક્તિ સ્કુલ્સ અને મોડેલ સ્કુલ માટે જ પ્રવેશ ફોર્મ ભરી શકશે.
- રક્ષાશક્તિ સ્કુલ્સમાં સ્વનિર્ભર શાળાઓના વધુમાં વધુ ૨૫ % વિદ્યાર્થીઓને જ પ્રવેશ આપવામાં આવશે.
- વિદ્યાર્થી વેબસાઇટ પર ઓનલાઇન ભરેલ ફોર્મની પ્રિન્ટ કાઢી પોતાની પાસે રાખવાની રહેશે.
- હોલ ટીકીટની જાણકારી આપના રજીસ્ટર મોબાઇલમાં એસ.એમ.એસ. દ્વારા જાણ કરવામાં આવશે અથવા આપના દ્વારા www.sebexam.org વેબસાઇટ ચેક કરતા રહેવુ પડશે. અને શાળા દ્વારા પણ જાણ કરવામાં આવશે.
- વિદ્યાર્થી હોલ ટીકીટ ડાઉનલોડ કર્યા બાદ તેની નીચે/પાછળ આપેલી સુચનાઓ વિગતવાર અભ્યાસ કરવો. હોલટીકીટ સાથે પરીક્ષા વખતે આપવામાં આવતી OMR શીટના નમુના પર છાપેલ તમામ સુચનાઓનો વિગતવાર અભ્યાસ કરવો ખુબ જરૂરી છે. જેથી પરીક્ષા સમયે કોઇ ગુંચવણ ઉભી ન થાય.
- હોલ ટીકીટની કોપી કાઢયાબાદ વિદ્યાર્થીઓને શાળામાં અભ્યાસ કરતા હોય તે શાળાના આચાર્યશ્રીના સહી, સિકકા તેમજ બાળકે પોતાનો પાસપોર્ટ સાઇઝનો ફોટો હોલ ટીકીટ પર ચોટાડવાનો રહેશે.
- ઉકત જાહેરાત અન્વયે વધુ માહિતીની જરૂરી જણાય તો ચાલુ કામકાજના દિવસે શાળા સમય દરમ્યાન બી.આર.સી./ટી.પી.ઇ.ઓ.શ્રીની કચેરીનો સંપર્ક કરી શકાશે. ટી.પી.ઇ.ઓ. કચેરી માટે સંબંધિત તાલુકા પંચાયતની કચેરીમાં સંપર્ક કરી શકાશે.
- વિદ્યાર્થી પોતે ભરેલ ફોર્મની વિગત સાચી છે તેવું પ્રમાણપત્ર ઓનલાઈન આપવાનું રહેતુ હોઈ જો કોઈ ખોટી વિગત રજુ કરશે તો તેનુ ફોર્મ રદ થવા પાત્ર બનશે તથા તેની સામે ફોજદારી ગુનો બનશે.
- અનુસૂચિત જાતિના તેમજ અનુસૂચિત જનજાતિના કિસ્સામાં સક્ષમ અધિકારીનું જાતિ પ્રમાણપત્ર હોવું જરૂરી છે. જે પ્રવેશ વખતે રજુ કરવાનું રહેશે.
Gyanshakti Admission form
આ યોજનામા જે વિદ્યાર્થીને એડમીશન મળે તેને ધોરણ 6 થી 12 સુધી ખાનગી શાળમા ગુણવતાયુક્ત શિક્ષણ મળશે. ગરીબ અને હોંશીયાર બાળકો માટે આ યોજના ખૂબ જ ઉપયોગી બનશે. આ યોજના અંતર્ગત પ્રવેશ પરીક્ષા નુ ફોર્મ ભરવા માટે બાળક જે શાળામા અભ્યાસ કરતુ હોય તે શાળામા સંપર્ક કરવાનો રહેશે. આ પ્રવેશ પરીક્ષાની તૈયારી વિદ્યાર્થીઓ સારી રીતે કરી શકે તે માટે GCERT વેબસાઇટ પર પ્રશ્ન બેંક પણ આપેલી છે. જેની આપના બાળકોને તૈયારી કરાવશો. આ યોજના શરૂ થવાથી ગરીબ અને હોંશીયાર બાળકોને ધોરણ 12 સુધીનુ ગુણવતાયુક્ત શિક્ષણ કોઇ ખર્ચ કર્યા વગર મળી રહેશે. આ પ્રવેશ પરીક્ષાનુ ફોર્મ ભરવુ ખૂબ જ સરળ છે. વિદ્યાર્થીનો UDISE કોડ નાખવાથી જરૂરી તમામ માહિતી આવી જશે.
અગત્યની લીંક
જ્ઞાનશક્તિ એડમીશન ડીટેઇલ નોટીફીકેશન | અહીં ક્લિક કરો |
ફોર્મ ભરવા ઓફીસીયલ વેબસાઇટ | અહીં ક્લિક કરો |
તૈયારી માટે નમૂનાની પ્રશ્ન બેંક | અહીં ક્લિક કરો |
તમામ બી.આર.સી. ભવનનુ સરનામુ | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
💥 Whatsapp Group માં જોડાવા 💥 | અહીં ક્લિક કરો |
💥 Google News પર Follow કરવા 💥 | અહીં ક્લિક કરો |
સરકારી શાળાના વિદ્યાર્થીઓ કઇ યોજના માટે ફોર્મ ભરી શકે ?
જ્ઞાનશક્તિ રેસીડેન્શીયલ સ્કુલ્સ
જ્ઞાનસેતુ ડે સ્કુલ્સ
રક્ષાશક્તિ સ્કુલ્સ
જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસીડેન્શીયલ સ્કુલ્સ
જ્ઞાનશક્તિ અને જ્ઞાનસેતુ શાળાઓમા એડમીશ્ન મળવાથી વિદ્યાર્થીઓને શું ફાયદો મળશે ?
ધોરણ 6 થી 12 સુધી ફ્રી અભ્યાસ
જ્ઞાનશક્તિ અને જ્ઞાનસેતુ શાળાઓ પ્રવેશ માટે કયા ધોરણના વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે ?
ધોરણ 5 અને ધોરણ 6 પુરુ કરેલ વિદ્યાર્થીઓ
જ્ઞાનશક્તિ અને જ્ઞાનસેતુ શાળાઓ પ્રવેશ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ શું છે ?
5-4-2023
Katariya Rushika Shaileshbhai
STD-8
My last stardred-7
My last school-Ram kabir school kamrej char rahata
My last school – school number.17
My last stardred -5
Mari baby 6 th ma che,7th ma admission mdo ske
last standard- 5
Name- Tejasvi
Last standard -5
Nme -Nandava Tejasvi Rameshbhai
Rte form 1 standard MA na bharyu hoy to have 5 standard MA se to su karvu rte form mate
રિઝલ્ટ ક્યારે અને કેમાં આવશે ?